Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મુંદ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચે એર ટેક્સી સેવા શરૂ: બેઝિક ભાડું માત્ર રૂ.500, બિઝનેસમેનોને મોટો ફાયદો

    12 hours ago

    કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. મુંદ્રા એરપોર્ટથી હવે રાજકોટ, જામનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વચ્ચે મિનિ એર ટેક્સી સેવાનો શુભારંભ થઈ ગયો છે. મુંદ્રા-અમદાવાદ વચ્ચે ચાલતી 4-સીટર મિનિ ફ્લાઈટ બંધ કરીને તેને આ નવા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે. આ હવાઈ સેવાનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. અઠવાડિયામાં 4 દિવસ સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ઓપરેટ થનારી આ હવાઈ સેવામાં રાજકોટ-મુંદ્રા વચ્ચે પ્રતિ પેસેન્જર બેઝિક ભાડું માત્ર રૂ.500 રાખવામાં આવ્યું છે. આ સેવાથી ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મુંદ્રા પોર્ટ સુધી ઝડપથી પહોંચવામાં મોટો ફાયદો થશે. હાલ રાજકોટ-સુરત વચ્ચે વેન્ચુરા એર કનેક્ટનું 9-સીટર વિમાન દૈનિક ધોરણે ચાલે છે, ત્યારે હવે મુંદ્રા સાથે આંતર-જિલ્લા કનેક્ટિવિટી વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છના વેપાર-ઉદ્યોગને નવી પાંખો મળશે. આ હવાઈ સેવાથી ઉદ્યોગકારો અને બિઝનેસમેનને ફાયદો થશે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મુંદ્રા પહોંચવા માટે સમયનો બચાવ થશે. દીવ જતા પ્રવાસીઓને પણ હવાઈ સેવાનો લાભ મળશે. આ 4-સીટર વિમાનમાં હાલમાં માત્ર 2 મુસાફરને જ લઈ જવાનીવ્યવસ્થા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આંતર જિલ્લા હવાઈ સેવામાં વેન્ચુરા એર કનેક્ટનું રાજકોટ-સુરત વચ્ચે નાનું 9 સીટર વિમાનનું ડેઈલી ઉડ્ડયન શરૂ છે. હવે સપ્તાહમાં ચાર દિવસ રાજકોટ-મુંદ્રા વચ્ચે એર ટેકસી 4 સીટરનાં નાના વિનાનની સેવાનો પ્રારંભ થતા ઉદ્યોગકારોને મુંદ્રા પહોંચવા સમયની બચત થશે. વેપાર ઉદ્યોગને ફાયદો થશે. એર ટેક્સીનું ટાઈમટેબલ શુક્ર અને શનિવાર: મુંદ્રાથી સવારે 8:35 વાગ્યે ઉપડી 9:31 વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટથી 9:45 વાગ્યે ઉપડી 10:25 વાગ્યે મુંદ્રા જશે. ત્યારબાદ મુંદ્રાથી દીવ અને બપોરે રાજકોટ થઈ મુંદ્રા રવાના થશે. સોમ અને ગુરુવાર: સવારે 8:35 વાગ્યે મુંદ્રાથી ઉપડી 8:51 વાગ્યે જામનગર પહોંચશે. ત્યારબાદ જામનગરથી મુંદ્રા અને ત્યાંથી રાજકોટ તથા દીવ વચ્ચે ફ્લાઈટ ઓપરેટ થશે.
    Click here to Read More
    Previous Article
    બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ‎:આહવામાં જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવતા ઢોરોના કારણે અકસ્માતનો ભય
    Next Article
    પીપલાણાના જમીન વિવાદમાં પોલીસમેન પર આક્ષેપ કરવાની ઘટનામાં નવો ફણગો:ઓગસ્ટ-2022માં જમીનનો સોદો કર્યા બાદ ભાવ વધી જતા સોનારાએ એકતરફી સોદો રદ કરી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment