Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વિષયમાં 24 થી 34 માર્ક્સ મળતાં નાપાસની માર્કશીટ:MSUની ભરતીનો ખેલ,40 અરજી છતાં 69 શરતનું કવચ રચી ભાજપ નેતાને પીઆરઓ તરીકે સેટ કર્યા!

    11 hours ago

    કોરોનાકાળના લોકડાઉનમાં સમગ્ર દેશ આફતમાં હતો ત્યારે મ.સ. યુનિ.ના તત્કાલીન સત્તાધીશોએ ભરતીનો અવસર શોધી કાઢ્યો હતો. યુનિ.માં પબ્લિક રિલેશન ઓફિસર સહિત 10 જગા પર ભરતી કરવા 6 વર્ષ પહેલાં 69 નિયમો બનાવ્યા હતા અને તેના ઓથા હેઠળ બારી ખુલ્લી રાખી શહેર ભાજપના નેતા લકુલીશ ત્રિવેદીને મહિને 1 લાખનું સાલિયાણું બાંધી આપ્યું છે. મ.સ.યુનિવર્સિટીમાં કોમન એેક્ટ લાગુ પડ્યો છે પણ તે પહેલાં યુનિ.ને પોતાના નિયમો મુજબ કાર્ય કરવાનું હતું. યુનિ.માં પીઆરઓ સહિતના 10 હોદ્દા માટે 7 જુલાઇ,2020ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હતી. પીઆરઓ સહિત 10 જગા માટે માત્ર ઓનલાઇન એપ્લિકેશનનો વિકલ્પ હતો. યુનિ.ના ઓફિશિયેટિંગ રજિસ્ટ્રાર ડો.કે.એમ.ચુડાસમાની સહીથી 69 મુદ્દાના નિયમ-શરતો બનાવાયા હતા. જેમાં પસંદગી ન પામનાર ઉમેદવારો રિજેક્શનનું કારણ પૂછી શકશે નહીં સહિતની શરતો રખાઈ હતી. સાથે માન્ય-અમાન્ય અરજીનો નિર્ણય વીસી લેશે અને તે માટે તંત્રને કોઇ પૂછશે તો પત્ર વ્યવહાર કરાશે નહીં તેમ જણાવાયું હતું. ભાસ્કરે 2020માં જારી કરાયેલા આ નિયમોવાળો દસ્તાવેજ પણ મેળવ્યો છે. જર્નાલિઝમની ડિગ્રીના આધારે પીઆરઓ ઓફિસરની નિમણૂક થતી હોય છે, પરંતુ શહેર ભાજપના હાલના મહામંત્રી લકુલીશ ત્રિવેદીની ઇગ્નુમાંથી 2015માં મેળવેલી એમબીએની ડિગ્રીને યુનિ. તંત્રે મહત્ત્વની ગણી હતી. હાલમાં ઇગ્નુમાં એમબીએમાં પ્રવેશ માટે íગ્રેજ્યુએશનમાં લઘુતમ 50 ટકા જરૂરી છે. 2008માં પ્રવેશ મેળવી 2015માં એમબીએની ડિગ્રી મેળવનાર લકુલીશ ત્રિવેદીએ 12 માર્ચ,2021ના રોજ પદભાર સંભાળ્યો ત્યારે તેમણે 40 વર્ષની વય પસાર કરી દીધી હતી. યુનિ.ની તત્કાલીન સિન્ડિકેટમાં માત્ર લકુલીશ ત્રિવેદીનુ જ નામ નિમણૂક માટે મૂકાયું હતું. 40 ટકા સાથે બીકોમ પાસ થનારા લકુલીશ ત્રિવેદીનું અનુભવ પ્રમાણપત્ર પણ શંકાના દાયરામાં છે. બીકોમમાં 40 ટકા હોવા છતાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ.માંથી 2 વર્ષની એમબીએની પરીક્ષા 7 વર્ષે ઉત્તીર્ણ થઇ તેનું સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવી હતી. માસ્ટર ડિગ્રીમાં ગ્રેસ માર્ક ન હોવા પર ભાર મૂકનાર યુનિ.ના તંત્રે ગ્રેજ્યુએશનની માર્કશીટના માર્ક્સ સામે આંખ આડા કાન કર્યા હતા. લકુલીશ ત્રિવેદીની ભરતીમાં વિખવાદ ન થાય તે માટે તત્કાલિન વીસી પરિમલ વ્યાસ અને રજિસ્ટ્રાર કેએમ ચુડાસમાની હાજરીમાં 3 એક્સપર્ટ રખાયા હતા, જે અંગે ઉમેદવારોને અજાણ રખાયા હતા. આ મામલે રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાનો સંપર્ક કરવા મેસેજ સહિત પ્રયાસ કર્યો હતો, પણ થઇ શક્યો ન હતો.મ.સ. યુનિવર્સિટીમાં પીઆરઓના હોદ્દા માટે જુલાઇ-2020માં જાહેરાત આવી હતી. તંત્ર પાસે પીઆરઓ પદ માટે 40 અરજી આવી હતી. જેના માટે 5 યુનિટનો સિલેબસ જાહેર થયો હતો. ટેક્નોલોજી ખાતે યોજાયેલી લેખિત કસોટીમાં 28 લોકો હતા. ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવાયા હતાં. સરકારી ભરતીમાં મેરિટ અને વેઇટિંગ લિસ્ટ પણ બનતું હોય છે. જોકે પીઆરઓ માટે આવું કોઇ લિસ્ટ બન્યું ન હતું' એમબીએમાં મારું એડમિશન તો જૂનું હતું, પાસ મોડું કર્યું : લકુલીશ ત્રિવેદી વર્ષોથી MBAમાં પ્રવેશ મેળવવા 50 ટકા જરૂરી હું 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઇગ્નુ (ઇન્દિરા ગાંધી નેશનલ ઑપન યુનિવર્સિટી)ના સેન્ટર પર ફરજ બજાવું છું. જેમાં એમબીએમાં પ્રવેશ માટે ગ્રેજ્યુએશનના સામાન્ય કેટેગરીમાં 50 ટકા લઘુતમ જરૂરી છે. આ નિયમ 10 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે, તેની મને જાણકારી છે. > પંકજ ત્રિપાઠી, આસિ. કો-ઓર્ડિનેટર, ઇગ્નુ-વડોદરા સેન્ટર નિયમ વિરુદ્ધ પ્રવેશ હોય તો સસ્પેન્ડ થઇ શકે છે નિયમ વિરુદ્ધ માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવાયું હોય અને તેના આધારે નોકરી લેવાઇ હોય તો ખોટું છે. આવા કિસ્સામાં નોકરીદાતાએ સંબંધિત નોકરિયાતને જાણી જોઇને આવું કરવા બદલ સસ્પેન્ડ કરવા પડે. એટલું જ નહીં, આવા હોદ્દા માટે અન્ય લાયક ઉમેદવાર હોય અને કાયદાકીય લડત કરે તો ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા ફરી કરવી પડે. > અમીષ દાદાવાલા, સિનિયર એડવોકેટ તત્કાલીન સિન્ડિકેટમાં માત્ર લકુલીશ ત્રિવેદીનું નામ નિમણૂક માટે મૂકાયું હતું,5 વર્ષનું અનુભવ સર્ટિ. પણ શંકાના દાયરામાં ભાજપના હાલના મહામંત્રી લકુલીશ ત્રિવેદી માટે 2020ની ભરતીમાં મનફાવે તેવા નિયમો બનાવાયા 4 વિષયમાં 24 થી 34 માર્ક્સ મળતાં નાપાસની માર્કશીટ ટીવાયમાં 4માં નાપાસ થયા હતા, ઇકોનોમિક્સ ચોથા ટ્રાયલે પાસ કર્યું પીઆરઓ તરીકે 5 વર્ષથી મહિને 1 લાખ પગાર લેતા લકુલીશ ત્રિવેદીને મે-1998માં એફવાય બીકોમ પાસ કરનારા એસવાયમાં 2 વિષયમાં નાપાસ થયા હતા. જેમાં ઇકોનોમિક્સની પરીક્ષા 4 વખત આપી હતી. જોકે ટીવાયની પરીક્ષા પાસ કર્યા બાદ ઇકોનોમિક્સ વિષયમાં પાસિંગ 40 માર્ક્સ મેળવ્યા હતા. જેમાં અગાઉ 20 અને 23 માર્ક્સ જ મળ્યા હતા. જ્યારે ટીવાય બીકોમમાં 6 પૈકી 4 વિષયમાં 24 થી 34 માર્ક્સ મળતાં નાપાસની માર્કશીટ અપાઇ હતી. શહેર ભાજપ મહામંત્રી અને મ.સ. યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ ઇગ્નુમાં ટુકડે ટુકડે પરીક્ષા આપી હોવાની કબૂલાત કરી હતી. ભાસ્કર : તમારે ગ્રેજ્યુએશનના કેટલા ટકા હતા? લકુલીશ ત્રિવેદી : 40 ટકા હતા. ભાસ્કર : તમારે કોઇ એટીકેટી આવી હતી? લકુલીશ : એસવાય બીકોમમાં હતી. ભાસ્કર : એમબીએમાં પ્રવેશ માટે 50 ટકાનો નિયમ છે? લકુલીશ : મારું એડમિશન જૂનું હતું અને મેં 2008માં લીધું હતું. એ વખતે પ્રવેશ માટેના નિયમ 40 ટકા હતા. પછીથી તેમાં સુધારો થયો હશે. મેં એમબીએ લેટ પાસ કર્યું હતું. ભાસ્કર : એટલે ટુકડા ટુકડા ? લકુલીશ : હા, ઇગ્નુમાં ચાલુ નોકરીએ ભણી શકાય તે માટે તો પ્રવેશ લેવાનો હોય.મેં ટુકડે ટુકડે પાસ કર્યું, 2015માં ડિગ્રી લીધી. ભાસ્કર : પીઆરઓની પોસ્ટમાં જર્નાલિઝમની ડિગ્રીનો નિયમ હતો? લકુલીશ: ના, એ ફરજિયાત ન હતું, મેં વર્ષ 2021માં ચાર્જ સંભાળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ કચ્છમાં 99 અને પશ્ચિમ કચ્છમાં 78 જવાનોની ભરતી થશે:કચ્છમાં ‘112 જનરક્ષક’ માટે 177 લોક રક્ષક દળના જવાનોની ભરતી કરાશે
    Next Article
    બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ‎:આહવામાં જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવતા ઢોરોના કારણે અકસ્માતનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment