Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોક્યુમેન્ટ ખૂટે તો મ્યુનિ. મેસેજ કરશે:હવે પાણી અને ગટર કનેક્શન લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે

    10 hours ago

    શહેરમાં હવે નાગરિકોને પાણી અને ગટર કનેક્શન મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કરવી પડશે. જોકે મ્યુનિ.ની વેબસાઇટ મારફતે નાગરિકો ઓનલાઇન અરજી કરી શકે છે તેમ જ પોર્ટલમાં ઓનલાઇન અરજીમાં હવે ડ્રેનેજ જોડાણ કે પાણીના જોડાણ માટેની પણ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરાઇ છે. અરજી કર્યા બાદ નાગરિકો પોતાની અરજીના સ્ટેટસની માહિતી ઓનલાઇન મેળવી શકશે. જોડાણ માટેની ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવી શકશે. કનેક્શન માટે છેલ્લા વર્ષની પ્રોપર્ટી ટેક્સ ભર્યાની પહોંચ રજૂ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઘર ઘર નળ યોજના અમલી બન્યા પછી પણ ઘણા વિસ્તારો ટેન્કરના ભરોસે છે. આ રીતે અરજી કરી શકો? આ પુરાવા અપલોડ કરવા નવું પાણી કે ગટર કનેક્શન મેળવવાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્થળનો નકશો, બીયુ પરમિશન સહિતના વિવિધ દસ્તાવેજોને ઓનલાઇન અપલોડ કરવા પડશે. આ ઉપરાંત સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તથા કામ માટે પ્લમ્બરનું લાઇસન્સ પણ રજૂ કરવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં સર્જાયેલી કટોકટી વચ્ચે એક ખામી સામે આવી:પરમિટ પોર્ટલમાં પેસેન્જરોની સંખ્યાનો વિકલ્પ ન હોવાથી નેપાળમાં કેટલા ફસાયા તેનો આંકડો નથી
    Next Article
    સિટી એન્કર:હવે ક્યાં, કેટલો વરસાદ પડશે તેની 3 કલાક પહેલાં સચોટ માહિતી મળશે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 5 નવાં ડોપ્લર રડાર મુકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment