Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં સર્જાયેલી કટોકટી વચ્ચે એક ખામી સામે આવી:પરમિટ પોર્ટલમાં પેસેન્જરોની સંખ્યાનો વિકલ્પ ન હોવાથી નેપાળમાં કેટલા ફસાયા તેનો આંકડો નથી

    10 hours ago

    રાજ્ય બહાર મર્યાદિત સમય માટે પ્રવાસ કરતી ટૂરિસ્ટ બસો માટે સ્પેશિયલ પરમિટ લેવી ફરજિયાત છે. જોકે નેપાળમાં સર્જાયેલી કટોકટી વચ્ચે એક ખામી સામે આવી છે. સરકારના ઈ-પરમિટ પોર્ટલ પર ઓપરેટરે કયા રૂટ માટે પરમિટ લીધી છે તેની વિગતો દર્શાવાઈ છે, પણ બસમાં કેટલા પેસેન્જરો છે તેવો કોઈ વિકલ્પ રખાયો નથી. આ ખામીના કારણે નેપાળમાં ગુજરાતના કેટલા પ્રવાસીઓ ફસાયેલા છે તેનો આંકડો મેળવવો અશક્ય બન્યો છે. 1 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી અમદાવાદ આરટીઓએ કુલ 68 નવી સ્પેશિયલ પરમિટ આપી હતી. નેપાળની સ્થિતિને પગલે આરટીઓ કર્મચારીઓએ રજિસ્ટર્ડ ઓપરેટરોનો સંપર્ક કર્યો હતો. યુપી થઈને નેપાળ જવા 27 ઓપરેટરને પરમિટ અપાઈ હતી. જોકે તપાસમાં બહાર આવ્યું કે 21 બસ ઓપરેટર પરમિટ બાદ ટૂર પર ગયા નથી, જ્યારે અન્ય 6નો સંપર્ક થયો નથી. પ્રવાસીઓ ફસાયા હોવાની શંકા નહિવત્, ડિઝાસ્ટર વિભાગને ડેટા મોકલાયો શહેરમાંથી નેપાળ પ્રવાસે ગયેલા મોટા ભાગના બસ ઓપરેટરો ટ્રિપ પૂરી કરીને પરત આવી ગયા છે. આથી બસ મારફતે ગયેલા પ્રવાસીઓ ફસાયા હોય તેવી શંકા નહિવત્ છે. આરટીઓ દ્વારા તમામ વિગતો રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને સતત મોકલવામાં આવી રહી છે. ઈ-પરમિટ સિસ્ટમ શરૂ કરાઈ ત્યારે જ વિકલ્પ રાખ્યો હોત તો ચોક્કસ સંખ્યા જાણી શકાત છેલ્લા બે મહિનામાં ઇશ્યૂ થયેલી પરમિટધારકોના રૂટની તપાસ કરાઈ છે. નેપાળમાં કોઈ ઓપરેટર ફસાયો હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. પોર્ટલ પર રૂટ દેખાય છે, પરંતુ કેટલા પ્રવાસીઓ છે તેનો ઓપ્શન નથી. ઈ-પરમિટ સિસ્ટમ શરૂ કરાઈ ત્યારે જ આ વિકલ્પ રાખ્યો હોત તો પ્રવાસીઓની ચોક્કસ સંખ્યા ત્વરિત જાણી શકાઈ હોત. > બાલમુકુન્દ સૂર્યવંશી, અમદાવાદ, આરટીઓ
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધુ:ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુના 750થી વધુ કેસ; સોલા સિવિલમાં અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 140 દર્દી આવ્યા
    Next Article
    ડોક્યુમેન્ટ ખૂટે તો મ્યુનિ. મેસેજ કરશે:હવે પાણી અને ગટર કનેક્શન લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment