Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધુ:ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુના 750થી વધુ કેસ; સોલા સિવિલમાં અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 140 દર્દી આવ્યા

    10 hours ago

    શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરની ખાનગી-સરકારી હોસ્પિટલો અને મ્યુુનિ.ના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસથી એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં જ છેલ્લા 30 દિવસમાં ડેન્ગ્યુના 267 કેસ નોંધાયા છે, જેમાંથી 140 દર્દી તો છેલ્લા અઠવાડિયામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂ તથા ડેન્ગ્યુના 750થી વધુ કેસો નોંધાયા છે. આ પૈકી 250 દર્દીઓ ડેન્ગ્યુના છે. આહનાના પ્રેસિડન્ટ ડો. ભરત ગઢવીના જણાવ્યાનુસાર, આહના સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોમાં 15 દિવસમાં એચ1એન1 અને ડેન્ગ્યુના જેટલા કેસો નોંધાયા છે, તેમાંથી લગભગ 30 ટકા દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સાદો અને ઝેરી મેલેરિયા કરતાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સરકારી હોસ્પિટલોમાં સાદા અને ઝેરી મેલેરિયા કરતાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના કુલ 267 કેસ નોંધાયા છે. તેમાંથી અડધાથી વધુ એટલે કે 140 કેસ માત્ર 17થી 23 ઓગસ્ટના એક જ સપ્તાહમાં નોંધાયા છે. આ જ સમયગાળામાં મેલેરિયાના માત્ર 14 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે પૂર્વમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં 1થી 24 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 45 તથા સાદા અને ઝેરી મેલેરિયાના 39 કેસ નોંધાયા છે. ગોતા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, નવરંગપુરા, જોધપુરમાં ડેન્ગ્યુના કેસો વધુ મ્યુનિ.ના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, ચાલુ મહિને શહેરમાં અન્ય મચ્છરજન્ય બીમારીઓની સરખામણીએ ડેન્ગ્યુના કેસ સૌથી વધુ નોંધાયા છે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, પૂર્વ ઝોનમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા, ગોતા, થલતેજ, નવરંગપુરા, જોધપુર વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો ઝડપથી નોંધાયા છે. આ સિવાય પૂર્વ ઝોનમાં મણિનગર તથા ભાઈપુરા-હાટકેશ્વર જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. ભાસ્કર નોલેજ - ડેન્ગ્યુ અને મેલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે? { ડેન્ગ્યુ: એડીસ એજિપ્ટી માદા મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર ઘરની આસપાસના સ્વચ્છ પાણી ભરેલાં વાસણ, ટાયર, કુંડાં અને કન્સ્ટ્રકશન સાઇટમાં પેદા થાય અને દિવસમાં કરડે છે. આ મચ્છર કદમાં નાના, કાળા રંગના હોય છે અને તેમના પગ પર સફેદ રંગની પટ્ટીઓ હોય છે. { મેલેરિયા: એનોફિલિસ માદા મચ્છર કરડવાથી થાય છે. સાંજથી રાત્રિ દરમિયાન વધુ કરડે છે. મુખ્યતવે સ્થિર કે ધીમા પ્રવાહવાળા પાણીમાં પેદા થાય છે, વરસાદ બાદ ખાડા, ખેતરો, નાળા અને પાણી ભરાયેલાં સ્થળો તેનું સ્થાન છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટાફ ક્વાર્ટર રિનોવેશન:વ્યારા તાલુકામાં 15માં નાણાપંચના 53 વિકાસકામોમાં ગેરરીતિનો વિપક્ષનો આક્ષેપ
    Next Article
    નેપાળમાં સર્જાયેલી કટોકટી વચ્ચે એક ખામી સામે આવી:પરમિટ પોર્ટલમાં પેસેન્જરોની સંખ્યાનો વિકલ્પ ન હોવાથી નેપાળમાં કેટલા ફસાયા તેનો આંકડો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment