Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટાફ ક્વાર્ટર રિનોવેશન:વ્યારા તાલુકામાં 15માં નાણાપંચના 53 વિકાસકામોમાં ગેરરીતિનો વિપક્ષનો આક્ષેપ

    9 hours ago

    વ્યારા તાલુકામાં 15મા નાણાપંચ હેઠળ વર્ષ 2024-25માં મંજૂર થયેલા કુલ 53 જેટલા વિકાસકામોમાં વ્યાપક ગેરરીતિ, હલકી ગુણવત્તાનું મટીરીયલ અને અધૂરા કામો હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસના તાપી જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ કિરણભાઈ ગામીતે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ અને ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે. લેખિતમાં કરાયેલી રજૂઆત મુજબ, 53 કામોમાંથી ગામીત આશિષ વી.ની એજન્સી હેઠળ 24 અને ચિરાગ પી. અલમોલાની એજન્સી હેઠળ 29 કામો હાથ ધરાયા હતા. આ કામોમાં ડામર રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શેડ, આંગણવાડી-શાળા અને સ્મશાનના શેડ, કંપાઉન્ડ વોલ, નાળા-ગરનાળા, જાહેર શૌચાલય તેમજ પીવાના પાણી સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. રજૂઆતમાં આ કામો પૈકી કેટલાક કામો અધૂરા અથવા અત્યંત નબળી ગુણવત્તાના હોવા છતાં બિલ ચૂકવી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. 5 લાખના સ્ટાફ ક્વાર્ટર રિનોવેશનમાં પણ ગેરરીતિનો આક્ષેપ | વ્યારા તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર્સના રૂ.5 લાખના રિનોવેશન કામ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવાયા છે. રજૂઆત પ્રમાણે ક્વાર્ટર્સમાં માત્ર હલકી ગુણવત્તાના પતરા અને કેટલાક ભાગમાં સામાન્ય રંગકામ કરવામાં આવ્યું છે, જ્યારે મકાનોની બારીઓ-દરવાજા સહિતની સ્થિતિ હજુ દયનીય છે. કેટલાક સ્થળે બારીઓ-દરવાજા પર પ્લાસ્ટિક લગાવી કર્મચારીઓ કામ ચલાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વાસ્તવિક કામની સરખામણીએ ખર્ચમાં મોટો તફાવત હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરાઈ છે. રસ્તાના કામોમાં રોલિંગ અને ડામરની માત્રા સામે પણ સવાલ | રૂ.5 લાખ સુધીના રોડ-રસ્તાના વિવિધ કામોમાં નિયમ મુજબ રોલિંગ ન કરાયું હોવાનો અને ડામરનો જરૂરી જથ્થો વપરાયો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક રસ્તા હજુ પણ અધૂરા હોવા છતાં પૂર્ણ દર્શાવી ચૂકવણી કરાઈ હોવાનો દાવો કરાયો છે. પાણીના કામો પણ અધૂરા છોડી દેવાયા હોવાની રજૂઆતમાં નોંધ કરાઈ છે. બાલપુરમાં પાણીની ટાંકીના કામે ગંભીર સવાલો | બાલપુર ગામે પીવાના પાણીની ટાંકી, સિમેન્ટ પ્લેટફોર્મ અને બોરવેલના કામમાં ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવાયા છે. પ્લેટફોર્મનું સિમેન્ટ-કોંક્રિટનું પ્લાસ્ટર તૂટી ગયું હોવાનો તેમજ મોટર અને વાયરિંગ માટે સુરક્ષિત કંટ્રોલ પેનલના બદલે સ્ટાર્ટરને લાકડા પર પ્લાસ્ટિકની થેલીથી ઢાંકીને ખુલ્લામાં રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વરસાદ દરમિયાન શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાથી અકસ્માતની શક્યતા અંગે પણ રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બીમાર સાસુને બાઈક પર લઈ પરત ફરી રહેલા દંપતીને અકસ્માત‎:ટીચકપુરામાં કારે બાઈકને પાછળથી ટક્કર મારતા ઘવાયેલા વૃદ્ધાનું મોત
    Next Article
    પશ્ચિમમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધુ:ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુના 750થી વધુ કેસ; સોલા સિવિલમાં અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 140 દર્દી આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment