Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીમાર સાસુને બાઈક પર લઈ પરત ફરી રહેલા દંપતીને અકસ્માત‎:ટીચકપુરામાં કારે બાઈકને પાછળથી ટક્કર મારતા ઘવાયેલા વૃદ્ધાનું મોત

    8 hours ago

    વ્યારાના ટીચકપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે-53 પર સેવન ડે સ્કૂલ સામે બાઈકને પાછળથી અજાણ્યા ફોરવ્હીલ વાહને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીને ઈજા થઈ હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી 70 વર્ષીય વૃદ્ધાનું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. વ્યારા તાલુકાના માયપુર ગામના ભાઠી ફળિયામાં રહેતા 47 વર્ષીય દિલીપભાઈ ઠાકોરભાઈ ગામીત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાસુ સીતાબેન નગીનભાઈ ગામીત (ઉં.વ.70) ઘોડચીત ખાતે રહેતા હતા અને બીમાર હોવાથી તેમને લેવા માટે દિલીપભાઈ તેમની પત્ની દક્ષાબેન સાથે 28 ઓગસ્ટના રોજ સવારે બાઈક નં. GJ-26-K-9924 પર ઘોડચીત ગયા હતા.સાસુને સાથે લઈ તેઓ પરત માયપુર તરફ આવી રહ્યા હતા. દરમિયાન સવારે આશરે 11:30 વાગ્યે ટીચકપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે-53 પર સેવન ડે સ્કૂલ સામે સોનગઢ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે ત્રણેય રોડ પર પટકાયા હતા.અકસ્મતમાં દિલીપભાઈને આંખ ઉપર તથા પગના પંજામાં ઈજા થઈ હતી, જ્યારે દક્ષાબેનને માથામાં ઈજા થઈ હતી. સીતાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં 108 મારફતે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. જોકે, સારવાર દરમિયાન બપોરે આશરે 3:30 વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં આ રીતે તૂટ્યો 800 મીટર લાંબો ગ્લેશિયર, અમેરિકાનો વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો, ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
    Next Article
    સ્ટાફ ક્વાર્ટર રિનોવેશન:વ્યારા તાલુકામાં 15માં નાણાપંચના 53 વિકાસકામોમાં ગેરરીતિનો વિપક્ષનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment