Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં આ રીતે તૂટ્યો 800 મીટર લાંબો ગ્લેશિયર, અમેરિકાનો વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો, ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

    8 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર નેપાળ પૂર સંબંધિત રહ્યા. જેમાં મૃૃત્યુઆંક 680થી વધુ પહોંચ્યો છે. બીજા મોટા સમાચાર ગુજરાતના વરસાદ સંબંધિત રહ્યા. રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીના મન કી બાત કાર્યક્રમનો 137મો એપિસોડ આવશે. 2. PM મોદી ઉઝબેકિસ્તાનમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. તેઓ શાસ્ત્રી મેમોરિયલ અને મહાત્મા ગાંધી સેન્ટર પણ જશે. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળ પૂરમાં મૃત્યુઆંક 682 થયો:287 ભારતીયો સહિત 3000 ગુમ; 800 મીટર લાંબો ગ્લેશિયર તૂટવાથી તબાહી આવી નેપાળ-તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક 682 પર પહોંચી ગયો છે. લગભગ 3,000 લોકો હજુ પણ ગુમ છે. જેમાં 287 ભારતીયો પણ સામેલ છે. આ વિનાશના ત્રણ દિવસ પછી ગ્લેશિયર તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. તિબેટમાં એક ટૂર ગાઈડ ગ્રુપે ઊંચાઈ પરથી તેને રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં બરફ અને ખડકોથી બનેલો લગભગ 800 મીટર લાંબો ગ્લેશિયરનો ભાગ તૂટીને ખીણમાં પડતો દેખાઈ રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અમેરિકાના હાથે લાગ્યો મોટો ખજાનો:વેનેઝુએલાના 65 અબજ બેરલ તેલ પર કબજો કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ કરી, આ ડીલથી ભારતની 40 વર્ષની જરૂરિયાત પૂરી થઈ શકે અમેરિકાએ વેનેઝુએલાના 65 અબજ બેરલથી વધુ તેલ ભંડાર પર નિયંત્રણ મેળવવા માટે એક કરાર કર્યો છે. આ આંકડો એટલા માટે પણ મોટો છે, કારણ કે અમેરિકા પાસે પોતે લગભગ 46 અબજ બેરલ તેલ છે. અમેરિકી વિદેશ વિભાગ અનુસાર, આ કામ વેનેઝુએલામાં કાર્યરત એક ખાનગી કંપની સાથે મળીને કરવામાં આવશે. આ ભાગીદારીમાંથી નીકળતા તેલમાં અમેરિકાને 55% હિસ્સો મળશે. જોકે, આ ખાનગી કંપનીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઘરે વપરાતી હિંગ નકલી નીકળી:એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગના વેચાણ પર પ્રતિબંધ, FSSAIની મોટી કાર્યવાહી; ગરમ મસાલા અને ચિકન મસાલામાં પણ ગડબડ મળી ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ બે મોટા મસાલા બ્રાન્ડ્સ – એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુ એન્ડ કંપની (LG બ્રાન્ડની કમ્પાઉન્ડેડ હિંગ (અસાફોએટિડા)ના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. લેબોરેટરી તપાસમાં આ પ્રોડક્ટ્સ યોગ્ય ધોરણ મુજબ મળી આવ્યા ન હતા. શું છે સમગ્ર મામલો? આ કાર્યવાહી એક ગ્રાહકની ફરિયાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ FSSAIએ બજારમાં ઉપલબ્ધ મોટા હિંગ બ્રાન્ડ્સના સેમ્પલ લીધા. મુંબઈની સેન્ટ્રલ લાઇસન્સ યુનિટ્સ અને ગુજરાતના ઉમરગામમાં એવરેસ્ટની યુનિટથી પણ સેમ્પલ લેવામાં આવ્યા. તમામ સેમ્પલમાં ગુણવત્તા નક્કી કરેલા ધોરણથી ઓછી મળી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. આ લાલ નિશાન એટલે ચેતવણી!:વધુ ખાંડ-તેલવાળી ખાવા-પીવાની વસ્તુઓ પર લાગશે ષટ્કોણ લેબલ, અનહેલ્ધી ફૂડથી બચવું હવે બનશે સરળ; સવાલ-જવાબમાં જાણો બધું જ હવે ખાવા-પીવાની વસ્તુઓના પેકેટ પર તમને હેક્ઝાગોનલ શેપમાં લાલ રંગનું ચેતવણી લેબલ દેખાશે. આ લેબલનો અર્થ એ થશે કે પેકેટમાં જે ફૂડ છે, તેમાં ફેટ, સુગર અને મીઠાનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને આ માહિતી આપી છે. તેનો હેતુ ગ્રાહકોને ખાવા-પીવાની એવી વસ્તુઓ પ્રત્યે જાગૃત કરવાનો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. નીરજ નહીં, તો આ વખતે કયો ભારતીય અરશદ નદીમને પછાડશે?:રોહિતનો થ્રો PAK જેવલિન થ્રોઅરને બહાર ફેંકી શકે; 'ગોલ્ડન બોય' એશિયન ગેમ્સમાંથી ઈજાના કારણે બહાર નીરજ ચોપરા સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. તેણે શનિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટથી આ માહિતી આપી હતી. નીરજે પોસ્ટમાં લખ્યું, લોઝેન ડાયમંડ લીગમાં સીઝનનો બેસ્ટ થ્રો કર્યાના થોડા સમય બાદ ટ્રેનિંગ દરમિયાન એંકલમાં ઈજા થઈ હતી. આનાથી લિગામેન્ટ ફાટી ગયું છે. આ ઈજાના કારણે નીરજ 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનાર ડાયમંડ લીગ ફાઇનલમાં પણ ભાગ લઈ શકશે નહીં. આ સિવાય 11થી 13 સપ્ટેમ્બર સુધી બુડાપેસ્ટમાં યોજાનાર પ્રથમ વર્લ્ડ એથલેટિક્સ અલ્ટીમેટ ચેમ્પિયનશીપમાંથી પણ બહાર રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી:રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી કરવામાં આવી. જો કે, સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ બેંટિંગ કરી હતી. અને હાલમાં ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. રીક્ષા પરના 'બાજ' અને 'ઢીંગલી'થી રેપ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો:ત્રણ હત્યા કરી છૂટી ગયેલા આરોપીએ ચોથા ગુનામાં બચવા પ્લાન બનાવ્યો'તો, નંબર પ્લેટ પર લીંબુ-મરચા બાંધી રાખતો રાજકોટમાં 19 ઓગસ્ટે 76 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયા બાદ 8 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. ભૂતકાળમાં ત્રણ-ત્રણ હત્યા નિપજાવી છૂટી ગયેલા રમેશ વૈધુકીયાએ ચોથો ગુનો આચરતી સમયે પણ ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. પરંતુ, જે રિક્ષામાં વૃદ્ધાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું તે રિક્ષા પર લાગેલા 'બાજ' અને પાછળના ભાગે લાગેલા ઢીંગલીના બે ફોટોના કારણે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ બોમ્બે HCએ કહ્યું- FDA અધિકારીઓ પોતાને ભગવાન સમજે છે!:ન નિયમો વાંચે છે- ન કાયદા જાણે છે, કાર્યવાહી કરી દે છે; 5 રેસ્ટોરન્ટને ફૂડ લાઇસન્સ પાછા મળ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ નેપાળ પૂરમાં બેંકનો લોકર તણાયો, ₹57 લાખ લૂંટાયા:સેફ તોડીને રોકડ કાઢવાના આરોપમાં 29ની અટકાયત (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ રાહુલ ગાંધીએ પ્રોજેક્ટર પર ખડગેનું ભાષણ બતાવ્યું:કહ્યું- હલ્દ્વાનીમાં તેમની સભા પછી મંચનું શુદ્ધિકરણ થયું; વડાપ્રધાને દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ન્યૂયોર્ક કૃષ્ણમય બન્યું:RSS પ્રમુખ મોહન ભાગવતે વિશ્વના પહેલાં ઈસ્કોન મંદિરમાં પૂજા કરી, કહ્યું- જીવનથી ભાગો નહીં, પોતાના કર્તવ્યો પૂરા કરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ સપ્ટેમ્બરમાં 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત જુદા જુદા સ્થળોએ 8 દિવસ બેંકો બંધ રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ સુનીલ છેત્રીએ કહ્યું- બ્રાઝિલ-ઉરુગ્વે સામે રમવા પર થોડી ઈર્ષ્યા થઈ:20 વર્ષમાં મને આવી તક મળી નથી; 3 ઓક્ટોબરે ભારતનો મુકાબલો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ સંતની નિરાશ વ્યક્તિને શીખ:સકારાત્મક વિચાર અને મુશ્કેલ સમયમાં પણ પ્રયાસ ન છોડે તે વ્યક્તિ સફળ થાય; જાણો વાંસ અને કેક્ટસની વાર્તા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પતંગ સાથે હવામાં ઉડ્યો યુવક મહારાષ્ટ્રના સોલાપુરમાં પતંગ ઉડાવતી વખતે એક યુવક પણ હવામાં ઉડી ગયો. ભારે પવનથી તે દોરીના સહારે 25થી 30 ફૂટ ઉપર પહોંચ્યો. સાથે હાજર યુવકોએ દોરી ખેંચીને તેને નીચે ઉતાર્યો. જે પતંગ સાથે તે ઉડ્યો હતો, તેના પર અજિત પવારની તસવીર અને 'મિસ યુ દાદા' લખેલું હતું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'નગ્ન ચાલે છે તે મારો છોકરો છે જ નહીં':રાજકુમાર જાટના પિતાનો ઘટસ્ફોટ, 3 સવાલના જવાબે ગોથે ચડાવ્યા; બસની ટક્કરથી ગુદામાં ઘા કેવી રીતે થયો 2. 'ડિયર સોફી...બસ તું દગો ન આપતી':લાહોરમાં ISI એજન્ટને 9 ગોળી મારી; ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ખાલીસ્તાની નેટવર્ક બરબાદ, પાર્ટ-1 3. આજનું એક્સપ્લેનર:બાંગ્લાદેશ ચીન પાસેથી J-10 લડાકુ વિમાન ખરીદશે, કહ્યું- 'આમણે ભારતના રાફેલ વિમાનોને તોડી પાડ્યા'; ભારતને કેવી રીતે ઘેરી રહ્યા છે ચીન-પાકિસ્તાન 4. ભાજપના નેતાને IPS પંડમાં આવ્યા:પોલીસની ગાડી જોઇ સાહેબે હીરોની જેમ સીન નાખ્યા, 'પારકી પંચાત' કેવી રીતે શૂટ થાય છે?, પહેલીવાર જુઓ સ્ટુડિયોમાં ચિંતનના બ્લૂપર્સ 5. ‘આંખ સામે કાર તણાઈ, લાગ્યું કે હવે આપણો વારો છે’:રસ્તા તૂટ્યા, નદીઓ ગાંડીતૂર બની, જે પુલ પરથી આવ્યા'તા, તે પણ ડૂબ્યો; નેપાળમાંથી બચાવેલા 106 ભારતીયોની આપવીતી ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને તુલા રાશિની મહિલાઓ માટે ઉત્તમ દિવસ, વૃષભ અને મકર રાશિએ આર્થિક બાબતોમાં ઉતાવળ ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    'मातृभूमि के प्रति कर्तव्य न भूलें...', न्यूयॉर्क में मोहन भागवत की प्रवासी भारतीयों से खास अपील
    Next Article
    બીમાર સાસુને બાઈક પર લઈ પરત ફરી રહેલા દંપતીને અકસ્માત‎:ટીચકપુરામાં કારે બાઈકને પાછળથી ટક્કર મારતા ઘવાયેલા વૃદ્ધાનું મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment