Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસંગકથા:ઈતિહાસનું ઊંડું દર્શન કરનારા દર્શક

    12 hours ago

    નટવર આહલપરા વર્ગખંડમાં શિક્ષકે ભણાવવાનો પ્રારંભ કર્યો. 8મા ધોરણના છાત્રોને ‘દર્શક’ – મનુભાઈ રાજારામ પંચોળીની ‘દીપ નિર્વાણ’ નવલકથાનો ખંડ ‘રત્નભોજન’ ભણાવ્યો. વિદ્યાર્થીઓ તો જિજ્ઞાસુ હોય. વળી 8મા ધોરણના વિદ્યાર્થી તો સાવ નાના એટલે પૂછતા કે, ‘સોનું ખવાય?’ પણ પછી ‘દર્શકદાદા કોણ છે? દીપ નિર્વાણ શું છે?’, ‘રત્નભોજન’ પાઠમાં શું કહેવાયું છે? એવા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ કરતા. શિક્ષક સરળતાથી વાત માંડતા: ‘જુઓ બાળકો, જીવનમાં સાચું ધન સુવર્ણ અને રત્નો નહીં, પણ વિદ્યા, ધર્મ ને સંસ્કાર જ છે. ખાસ તો પાઠમાં કેવો સરસ બોધ આપ્યો છે! મહર્ષિ, બીજાની ભૂમિ પર આક્રમણ ને લૂંટફાટ કરનાર શકોને ભોજનમાં સોનું અને રત્નો પીરસીને એવો આડકતરો બોધ આપે છે કે જીવવા માટે આખરે તો ધન નહીં, પણ અનાજ અને દૂધ જેવી વસ્તુઓ જ આવશ્યક છે. એ વસ્તુઓ જો મળતી હોય તો પછી વિનાશક યુદ્ધો કરી બીજાની સંપત્તિ લૂંટવાની જરૂર રહેતી નથી.’ આવું સમજાવ્યા પછી શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા કે ‘કોઈ વસ્તુ બનાવવી બહુ અઘરી છે, પણ તેને તોડી નાંખવી સહેલી છે.’ ‘દર્શક’દાદાના ‘પરિત્રાણ’ ત્રિઅંકી નાટકનો નાટ્યખંડ ‘કર્ણ-કુંતી સંવાદ’ કુમારોના વર્ગમાં ભણાવતી વખતે કુમારો હોંશે હોંશે કુંતીના સંવાદો બોલવા ને પાત્ર ભજવવા ઉત્સાહ દેખાડતા હતા, તો કન્યાઓના વર્ગમાં કન્યાઓ પણ કર્ણનું પાત્ર આબેહૂબ રીતે ભજવતી હતી. આ નાટ્યખંડ ધોરણ-12ના છાત્રોના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતો હતો. કર્ણ-કુંતીની વાતચીતમાંથી ખૂલી આવતા અતીતના પ્રસંગો, કુંતીનો અપરાધભાવ, કર્ણમાં જાગી ઊઠતો માતૃભાવ, એની વિવશતા, કર્ણને પાંડવપક્ષે લેવા માટે થતી દલીલો અને કૃષ્ણનું અનુચરકાર્ય-આ બધાંની સામે આશ્રયદાતા દુર્યોધન પ્રત્યેની કર્ણની અચલ વફાદારી નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. નાટ્યખંડ ભજવાઈ ગયા પછી વર્ગખંડમાં તાળીઓના ગડગડાટ થતા હતા. મનુભાઈ પંચોળી ‘દર્શક’ના બધાં જ પુસ્તકો ઉત્તમ છે. ‘સદ્દભિ: સંગ’ પુસ્તકમાંથી નાનાભાઈ વિશેનો ‘દર્શક’નો નિબંધ અંગ્રેજી માધ્યમના ધોરણ-10ના વિદ્યાર્થીઓને શિક્ષકે ભણાવેલો. ‘સદ્દભિ: સંગ’નો ઉત્તમ ચરિત્ર નિબંધ ‘ઝવેરબાપા’ પણ શિક્ષકે ભણાવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસે ‘ઝવેરબાપા’ પાઠનું વર્ગખંડમાં પઠન થતું હતું. વિદ્યાર્થી પઠન કરે એટલે સાંભળતા જ રહીએ એવું થાય. ‘વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઝવેરબાપાના ચરિત્ર અને કૃષિ ક્ષેત્રે તેમણે કરેલા વિવિધ પ્રયોગો વિશે વાત કરીશ.’ ‘એમણે લોકભારતીમાં આવીને ઘઉંની નવી જાત વિકસાવી હતી. ગોળ વધારે ઊતરે એવી પ્રમાણમાં જાડી એવી શેરડીની જાત પણ વિકસાવી હતી. એ ધૂની અને સર્જક દૃષ્ટિવાળા વૈજ્ઞાનિક હતા. આ નવી જાત સાથે એમનું નામ જોડવા સહકાર્યકરોએ આગ્રહ કર્યો, ત્યારે એ આગ્રહ ઠુકરાવી ઝવેરદાદાએ સંસ્થાનું (લોકભારતીનું) ‘લોક’ નામ જોડી ‘લોકવન’ એવું નામ આપ્યું હતું. આજે પણ ઘઉંની આ જાત ગુજરાતમાં ખૂબ જાણીતી છે.’
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:રાષ્ટ્રીય પક્ષીની હોડમાં હારેલાં ઘોરાડ પક્ષી માટે દેશી ખેતી બનશે સંજીવની!
    Next Article
    ઈમિગ્રેશન:F-4 પિટિશન ક્યારે ફાઈનલ થાય?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment