Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:F-4 પિટિશન ક્યારે ફાઈનલ થાય?

    12 hours ago

    રમેશ રાવલ સવાલ : હું હાલમાં અમેરિકામાં F-1 વિઝા પર છું અને OPT દ્વારા કામ કરું છું. મારી H-1B પિટિશન લોટરીમાં સિલેક્ટ થયેલી છે, જે ઓક્ટોબરમાં એપ્રૂવ થશે. મારા ફેમિલીનો ભારતમાં સારો બિઝનેસ છે તેથી હું હવે સપ્ટેમ્બરમાં આ બિઝનેસને વધારવા માટે ભારતમાં મદદ કરવા આવવા માંગું છું. જો હું અમેરિકા છોડી દઉં તો મારી H-1B પિટિશનનું શું થાય? શું હું તે ગુમાવી દઉં? જો તે એપ્રૂવ થઈ જાય અને નોકરીમાં જોડાઉં નહીં તો? મને વિઝિટર વિઝા મળે? - સ્નેહલ પટેલ, અમેરિકા જવાબ : ના, તમને H-1B વિઝા મળે અને નોકરીમાં જોઈન થાઓ નહીં તો તે કેન્સલ થાય પછી વિઝા મળે નહીં. તેના કરતાં H-1B ઉપર અમેરિકાના બિઝનેસનો અનુભવ મેળવીને ભારત આવી ફેમિલી બિઝનેસ વધારી ડેવલપ કરી શકાય. તમે એપ્રૂવલ પહેલાં ભારત આવશો તો H-1B વિઝા કેન્સલ થશે. સવાલ : અમારી F-4ની ફાઈલ 2010 ની છે, જેમાં DNA ટેસ્ટ પાસ થયેલ છે. તો કેટલો સમય લાગશે?- જગદીશભાઈ પટેલ, હિંમતનગર જવાબ : તમારી ફાઈલમાં ડી. એન. એ. માટે બ્લડ ટેસ્ટ દિલ્હીમાં સગપણ પુરવાર કરવા થયેલું હોવાથી તમારી ફાઈલ એપ્રૂવ થતાં તેમજ ઇન્ટરવ્યૂ આવતાં 4 વર્ષ જેવો સમય થઈ શકે. તેમ છતાં U.S.C.I.S.માં ઇમેલ કરીને તમે પૂછી શકો છો. સવાલ : હું 50 વર્ષની Divorced without kids છું. ત્યારબાદ મારા H-1Bવાળા છોકરા સાથે જે સિટીઝન છે તેની સાથે લગ્ન થયેલાં. જોકે, તેની સાથેનાં લગ્ન પણ 2006માં તૂટી ગયાં હોવાથી મારે ભારત પાછાં આવવું પડ્યું છે. હવે અમેરિકાનો એક સિટીઝન છોકરો ભારત આવેલો છે અને તે મારી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તે એવું કહે છે કે તે મારા માટે ફીયાન્સી વિઝા માટે અપ્લાય કરે તો હું ટૂંકા સમયમાં અમેરિકા જઈ શકું. તો કયા વિઝા સારા? - હેતલ, અમદાવાદ જવાબ : તમે ત્રીજી વાર લગ્ન કરવા માંગો છો તેથી તમને ફીયાન્સી વિઝા કે સ્પાઉસ વિઝા મળવા મુશ્કેલ છે. ફીયાન્સી વિઝા મળવાથી જલ્દી જવાતું નથી, પરંતુ ત્યાં જઈને કાયદેસર લગ્ન કર્યા પછી સ્પાઉસ વિઝા (IR-1)ની પિટિશન ફાઈલ કરવી પડે. તેમાં પણ ઘણો સમય લાગે. તેના કરતાં વિઝિટર વિઝા મળે તો ત્યાં જઈને આ વ્યક્તિની પૂરી તપાસ કર્યા પછી જ લગ્ન કરવા જોઈએ કે જેથી ત્રીજી વાર પણ ડિવોર્સ લેવા પડે નહીં. પૂરી તપાસ કરાવ્યા પછી નિર્ણય લેવો જોઈએ. ભારતના જ છોકરા માટે ટ્રાય કરી શકાય, કારણ તમને અમેરિકામાં નિષ્ફળતા મળી છે. સવાલ : મારો પુત્ર માસ્ટર્સ કર્યા પછી 2007થી Intel તથા 2011થી N.videaમાં જોબ કરે છે. તેની ગ્રીનકાર્ડની ફાઇલ 2014માં મૂકેલી છે, જે હજુ સુધી પેન્ડિંગ છે. તો ગ્રીનકાર્ડ ક્યારે મળશે? ગ્રીનકાર્ડ મળ્યું નથી. તો તેનું શું કારણ હોઈ શકે? - ભૂપેન્દ્ર જાની, અમદાવાદ જવાબ : જો H-1Bના આધારે ગ્રીનકાર્ડની ફાઇલ હોય તો હવે ઘણાં વર્ષો લાગે છે, કારણ કે હજારોની સંખ્યામાં આ કેટેગરીમાં પિટિશન્સ ફાઇલ થઈ છે. જો તમારા પુત્રને એપ્રૂવલ લેટર મળ્યો હોય તો તેના આધારે ઈમેલ કરીને તપાસ કરી તપાસ કરી શકાય અથવા જે એટર્ની દ્વારા પિટિશન કરી હોય તે મારફતે રીમાઇન્ડર મોકલવાથી સ્પષ્ટતા થઈ શકે. સવાલ : અમારી F-3ની પિટિશન 2012 ની છે, જેની અમને Form I-797C, Notice of Actionની નોટિસ મળી છે. તેમાં પ્રાયોરિટી ડેઈટ 31-10-2016 છે. મારા અમેરિકામાં રહેતા ભાઈએ તપાસ કરતા તેને એવો જવાબ મળેલ છે કે તે ઇન્ક્વાયરી કરવા ઓથોરાઈઝ નથી. તો શું હું ઇન્ક્વાયરી કરી શકું? - ડોક્ટર હાર્દિક ભટ્ટ, અમદાવાદ જવાબ : હા, જો તમે પિટિશનના બેનિફિશિયરી હો તો ઇમેલ કરી શકો છો અથવા તો પિટિશન કરનાર ઇન્ક્વાયરી કરી શકે, પણ તે સિવાયના તમારા એટર્ની સિવાય અન્ય કોઈ તપાસ ઈમેલથી કરી શકે નહીં. તમને NVC લેટર મળે પછી તપાસ કરો. સવાલ : હું અને મારું ફેમિલી અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરવાનું પ્લાનિંગ કરીએ છીએ, જેના માટે તમારું એક્સપર્ટ ગાઈડન્સ વિઝા અરજી, ડોક્યુમેન્ટ્સ તથા ઇન્ટરવ્યૂની તૈયારી માટે જરૂરી હોવાથી તમારી એડવાઈઝની કન્સલ્ટેશન ફી તથા એપોઈન્ટમેન્ટ ઓનલાઈન કે પર્સનલી મળી શકે? - ડોક્ટર વિધિ કુબાવત, અમદાવાદ જવાબ : હું કોઈ પ્રકારની ફી લેતો નથી. માત્ર લોકોની તેમાં પણ ખાસ કરીને દિવ્ય ભાસ્કરના વાચકોની સમાજસેવાના ભાવથી જ મદદ કરવા માંગું છું. તેથી તમારે પણ સલાહની જરૂર હોય તો સૌપ્રથમ તો વિઝા ફોર્મ પરફેક્ટ રીતે તૈયાર કરી મને ઇમેલ કરવાથી તેમાં જરૂરી સુધારા-વધારા કરવા અભિપ્રાય આપી શકીશ. તમારા ફેમિલીના બધા જ સભ્યો એકસાથે અમેરિકા માટે અપ્લાય કરતા નહીં, કારણ કે તેનાથી એવું લાગી શકે કે તમારી ફેમિલી ટાઇઝ ભારતમાં રહેતી નથી તેથી તમે અમેરિકાથી ભારત પાછાં આવશો નહીં. ઇન્ટરવ્યૂ ફોન ઉપર તૈયાર કરાવીશ.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:ઈતિહાસનું ઊંડું દર્શન કરનારા દર્શક
    Next Article
    મેંદી રંગ લાગ્યો:સતી પારવતી શંકરને વિનવે…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment