Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:સતી પારવતી શંકરને વિનવે…

    12 hours ago

    સતી પારવતી શંકરને વિનવે, આજ્ઞા આપો તો પિયર જાઈં રે, પિતાજીને ઘેરે જગન છે. નથી આવ્યા કાગળ, નથી કંકોતરી, વગર તેડાવ્યાં કેમ જાઈં રે, પિતાજીને ઘેરે જગન છે. હઠ કરીને સતી હાલ્યાં પિયરિયે, ખોયાં મહાદેવે સતી નાર રે, પિતાજીને ઘેરે જગન છે. નંદી અસવાર થઇ હાલ્યાં પારવતી, આવ્યાં છે દક્ષજીને દ્વાર રે, પિતાજીને ઘેરે જગન છે. આવીને જોયું એણે યજ્ઞ આરંભ છે, આવ્યા છે સર્વે દેવ રે, પિતાજીને ઘેરે જગન છે. સર્વ દેવ જોઈ સતી મનમાં ક્રોધાણાં, ના રે બોલાવ્યા મહાદેવને, પિતાજીને ઘેરે જગન છે. બોલ્યાં સતી તમે સાંભળો દક્ષ રાજા, આ તો મહાદેવનાં અપમાન રે, પિતાજીના ઘેરે જગન છે. અહંકાર કરી રાજા દક્ષ એમ બોલિયા, એ તો જોગીડો જટાધારી રે, પિતાજીના ઘેરે જગન છે. અપમાન કર્યું મહાદેવનું રાજાએ, ના રે બોલવાનાં બોલ્યા વેણ રે, પિતાજીને ઘેરે જગન છે. આ રે સાંભળીને સતી એવાં ક્રોધાણાં, કરી દીધો દેહનો ત્યાગ રે, પિતાજીના ઘેરે જગન છે. ઘણી બધી પૌરાણિક કથાઓ, ધાર્મિક દંતકથાઓ પરથી ગુજરાતીમાં લોકગીતો, ભજનો, ધોળ, લોકવાર્તાઓ વગેરે રચાયાં છે. અશિક્ષિત કે અલ્પશિક્ષિત લોકો શાસ્ત્રો ક્યાં વાંચી શકવાનાં હતાં? વળી, ક્યાંક કથા-કીર્તન થતાં હોય પણ લોકસમૂહ એનો લાભ લઈ શકે એવુંય અશક્ય હતું, કેમ કે પેટનો ખાડો પૂરવા એમને કામધંધે જવું અનિવાર્ય હતું એટલે બહુધા સમુદાય ઈચ્છુક હોવા છતાં કથાઓ સાંભળવાનો અવસર ન મળતો. આપણા લોકવાણી રચયિતાઓએ લોકની આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું ને આધ્યાત્મિક વાતોને લોકગીત, ભજન, ધોળ જેવાં ગેય સ્વરૂપમાં અથવા લોકવાર્તા સમા કથન સ્વરૂપમાં ઢાળી દીધી એટલે સૌ કોઈ ફુરસદે એ સાંભળીને અવગત થઇ શકે. ‘સતી પારવતી શંકરને વિનવે...’ મહિલાઓનાં ધૂનભજન મંડળોમાં ગવાતું ધોળ પ્રકારનું ગીત છે, ગીતના પહેલા બે શબ્દોમાં શિવજીનાં બન્ને પત્નીનાં નામ આવી જાય છે. સતીના આત્મસમર્પણ પછી પુનર્જન્મ પામેલાં પાર્વતીજી એટલે શિવજીનાં બીજાં પત્ની. અહીં વાત પાર્વતીજીની છે, પણ એનાં નામ આગળ સતી વિશેષણ લગાડ્યું છે. વાસ્તવમાં ગીતમાં જે ઘટનાક્રમ છે તે પાર્વતી નહીં, પણ સતી સાથે બનેલો હતો પણ આપણાં ભોળાં અને અભણ લોકોએ રચેલાં ગીતોનો ભાવ જોવાય એનું શાબ્દિક વિવેચન ન કરાય! વાત એમ છે કે સતીના પિતાજી દક્ષ પ્રજાપતિને ઘેર યજ્ઞ થવાનો હતો એટલે સતીએ પિયર જવાની રજા મહાદેવ પાસે માગી પણ જમાઈ આપે એવો જ જવાબ શિવે આપ્યો કે આપણને નોતરું નથી તો કેમ જવાય? સતી હઠ કરીને ગયાં, જઇને જોયું તો ગુસ્સો આવ્યો, કેમ કે સર્વ દેવો ત્યાં બિરાજમાન છે ને ભોળાનાથને નોતરું જ નહીં! સતીએ પિતાજીને કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે એ જટાળા જોગીનું અહીં શું કામ છે? સતીથી પતિનું અપમાન સહન ન થતાં પોતાના દેહનો ત્યાં જ ત્યાગ કરી દીધો. આખી કથા ‘શિવપુરાણ’ની છે. મૂળ કથાનો અંત થોડો જુદો છે. અહીં સતીએ દેહત્યાગ કર્યો એટલી જ વાત છે, કથા એવું કહે છે કે શંકરનું અપમાન થતાં જ સતી યજ્ઞમાં કૂદી પડ્યાં પછી શિવે સતીનું શબ પોતાના ખભે લઈને તાંડવ કર્યું ને એનાં જુદાં જુદાં અંગો જ્યાં પડ્યાં ત્યાં આજે શક્તિપીઠો છે. આ જ કથાને વણી લેતું એક લોકગીત પણ મળે છે- સતી ક્યે છે શંકર તમે સાંભળો, અમારાં પિયરિયામાં જગન હોય, રટણ કરવાં રામનાં.
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:F-4 પિટિશન ક્યારે ફાઈનલ થાય?
    Next Article
    આઠમી અજાયબી:વિશ્વની મહિલા લડવૈયાઓની સ્થિતિ આજે શું છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment