Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:રાષ્ટ્રીય પક્ષીની હોડમાં હારેલાં ઘોરાડ પક્ષી માટે દેશી ખેતી બનશે સંજીવની!

    11 hours ago

    એક સમય એવો હતો, જ્યારે ભારતનાં વિશાળ ઘાસનાં મેદાનોમાં ભવ્ય, કદાવર પક્ષી મુક્તપણે વિહરતું હતું. આ પક્ષી એટલે ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’, જેને ગુજરાતમાં આપણે ‘ઘોરાડ’ તરીકે પણ ઓળખીએ છીએ. આ પક્ષી એક સમયે ભારતનું રાષ્ટ્રીય પક્ષી બનવાની હોડમાં હતું, પરંતુ આજે તે લુપ્ત થવાના આરે ઊભું છે. જોકે, તાજેતરમાં ‘પ્લસ વન’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક મહત્ત્વપૂર્ણ અભ્યાસે પર્યાવરણ પ્રેમીઓ માટે આશાનું નવું કિરણ જગાવ્યું છે. સંશોધકોનો આ અભ્યાસ દર્શાવે છે કે, જો ભારતના ડેક્કન એટલે કે, દક્ષિણ અને મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશ વિસ્તારમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓને ફરીથી જીવંત કરવામાં આવે, તો આ ગંભીર રીતે જોખમમાં મુકાયેલાં પક્ષીને ત્યાં ફરીથી સફળતાપૂર્વક વસાવી શકાય તેમ છે. જોકે, એક સારી વાત એ છે કે, ડેક્કનનો અમુક ભાગ હજુ પણ સંપૂર્ણપણે નાશ પામ્યો નથી અને અન્ય ભાગોની તુલનામાં થોડો ઓછો ખરાબ થયો છે. ઘોરાડનું રક્ષણ માત્ર વન વિભાગની જવાબદારી નથી, પરંતુ ખેડૂતો અને પરંપરાગત ખેતી જ તેની સૌથી મોટી ઢાલ બની શકે છે. વર્તમાન દયનીય સ્થિતિ અને નામશેષ થવાનો ભય ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં ‘ક્રિટિકલી એનડેન્જર’ પ્રજાતિ તરીકે નોંધાયેલું છે. એક સમયે ભારતનાં 11 રાજ્યો અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં મોટી સંખ્યામાં જોવા મળતાં આ પક્ષીઓની કુલ વસ્તી આજે માત્ર 100થી 150 જેટલી જ બચી છે. આ પૈકી મોટાભાગનાં પક્ષીઓ રાજસ્થાનના રણ વિસ્તારમાં છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં હવે માંડ 10થી 15 ઘોરાડ બચ્યાં છે. ડેક્કન વિસ્તારમાંથી આ પક્ષીઓ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યાં છે. 1989માં અહીં 200થી 390 જેટલાં ઘોરાડ હતાં, જે 2008માં ઘટીને 66-75 થઈ ગયાં હતાં અને હવે સ્થાનિક સ્તરે લુપ્ત થવાના મોટા ભય હેઠળ છે. ખેતી અને આધુનિક જીવનશૈલીમાં બદલાવ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંશોધકો શાહિર ખાન, ગૌતમ તાલુકદાર અને બિલાલ હબીબના જણાવ્યા અનુસાર, રહેઠાણનો નાશ, સિંચાઈના નેટવર્કનો ઝડપી વિસ્તાર અને ખેતીમાં આવેલો મોટો ફેરફાર આ માટે સૌથી વધુ જવાબદાર છે. પહેલાંના સમયમાં ખેડૂતો કઠોળ અને તેલીબિયાંની પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ હવે તેઓ શેરડી અને કપાસ જેવા વધુ નફો રળાવતા રોકડિયા પાકો તરફ વળ્યા છે. વધુમાં, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ, અતિશય પશુ ચરાણ, વધતું શહેરીકરણ, રખડતાં શ્વાનનો ત્રાસ અને ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજળીની લાઈનો ઘોરાડ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અગ્રતા ધરાવતા સંરક્ષણ વિસ્તારોની ઓળખ આ અભ્યાસમાં મોડેલિંગનાં પરિણામો દર્શાવે છે કે ડેક્કન વિસ્તારના કુલ 7,20,000 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાંથી હવે માત્ર 48,000 ચોરસ કિલોમીટર એટલે કે 6.6 ટકા વિસ્તાર જ ઘોરાડના રહેઠાણ માટે અનુકૂળ બચ્યો છે. સંશોધકોએ ડિસ્ટ્રિબ્યુશન મોડેલિંગ અને સર્વેક્ષણનો ઉપયોગ કરીને આવાં 16 અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વનાં સ્થળોની ઓળખ કરી છે, જે 18,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં છે. પરંપરાગત ખેતી પદ્ધતિ મહારાષ્ટ્રના સોલાપુર અને ઉસ્માનાબાદ જેવા વિસ્તારોમાં ખેડૂતો આબોહવા અથવા ઓછા આર્થિક વળતરને કારણે જમીનનો અમુક ભાગ પડતર રાખે છે અને વિવિધ પ્રકારના મિશ્ર પાકો લે છે. આ પડતર જમીન જેમાં 28.6% ખરીફ પાકો, 24.3% મિશ્ર પાકો અને ઘાસનાં મેદાનો ભેગાં મળીને એક એવું કુદરતી વાતાવરણ બનાવે છે, જે ઘોરાડને આશ્રય અને ખોરાક બંને પૂરા પાડે છે. આ રીતે જૂની દેશી ખેતીને ટકાવી રખાય, તો પક્ષીઓને બચી રહેવા માટે વિશાળ જગ્યા મળી રહે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:યથા ભોક્તા તથા ભોજયિતા!
    Next Article
    પ્રસંગકથા:ઈતિહાસનું ઊંડું દર્શન કરનારા દર્શક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment