Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:મિલના હો તો, કૈસે મિલે હમ...?

    9 hours ago

    એના પ્રેમનો આજે પહેલો દિવસ હતો. પ્રેમ તો થોડા દિવસ પહેલાં ‘કન્ફર્મ’ થઈ ગયો હતો, પણ મળવાનો મેળ પડતો નહોતો, તે આજે પડ્યો. જાતનો પુરુષ એટલે પેલીને મળવા/અડવાનું મન તો બહુ થાય, પણ અત્યારે તો એને જોવાના ય ફાંફા હતા. ક્યાંથી જોવાય? ઘેરથી એ એકલી નીકળી શકે નહિ, નીકળે તો બોલાવવી ક્યાં? આવ્યા પછી ય હખણું થોડું રહેવાય છે? એની સાથે લાંબી લાંબી વાતો કરવી છે, બોલવું કાંઈ નથી ને એને ચૂપ કરાય એવી નથી, પણ બોલ્યા વિના એ ચૂપ રહી શકતી નથી. મને વાંધો નથી, એ ગમે તે બોલે તો, પણ જ્યારે મળે ત્યારે એની મધરની જ વાત કર કર કરે, એ તો સાલું કેટલી વાર સહન થાય? ‘મમ્મીને ડાબા પડખામાં દુઃખાવો ઉપડ્યો છે, તે મટતો જ નથી... ચોપડી ચોપડીને બામનાં કેટલાં પીપડાં ખાલી કરાવ્યાં! અરે, કેટલીય વાર એના દુઃખતા પડખા ઉપર ઢીંચણ મૂકીને હું ઊભી થઈ છું, પણ બિચારીનું પડખું મટતું જ નથી!’ ઘડીભર તો આપણને થઈ જાય કે, એના માંના પડખાને બદલે ગળું દુઃખતું હોત તો એના ગળા ઉપર ઢીંચણ દબાવીને હું ઊભો થઈ જાત! કબૂલ કે, કોઈના દુઃખ ઉપર હસાય નહિ, પણ ક્યાં સુધી એની માનું પડખું મારે સાંભળ સાંભળ કરવાનું? આઘાત એના ડેડી ઉપર લાગે કે, એ હાળા ય કાંઈ કરતા નહિ હોય? કાંઈ પૂછવા જઈએ તો કહે, ‘ડેડીને ય એક આંખમાં તકલીફ છે ને બીજીમાં ઓછું દેખાય છે! હજી મમ્મીનું પડખું હોય તો દબાવી ય દઉં, પણ ડેડીની આંખો કેવી રીતે દબાવવી?’ આજે પહેલી વાર રૂબરૂ મળવાનું હતું. રોજેરોજના ‘વૉટ્સઍપો’થી કાંઈ હૈયું થોડું ભરાય? વિડીયો-કૉલમાં તો જોઈને જીવો બાળવાના ને કે, એ ત્યાં ને હું અહીંયા...અડવાનું તો ઠીક....ઓહ, હા...અડવાનું આજે થશે. એને ઍક્ઝૅક્ટ ત્રણ (બપોરના ત્રણ!) વાગે બોલાવી છે. એના ભ’ઈને લઈને ના આવે તો સારું. એ બેઠી રહે ને આપણે એના ભ’ઈને ખોળામાં લઈને રમાડ રમાડ કરવાનો? હાશ. ભગવાન શંકરની કૃપા થઈ કે, એ એકલી જ આવી છે. મેં તો ગાર્ડનનું સૌથી સલામત ઝાડ પણ ગોતી રાખ્યું હતું, જ્યાં પોલીસ તો ઠીક, મમ્મી સાથે આવેલાં ટાબરીયાઓ ય બબ્બે મિનિટે આવીને પૂછ પૂછ ના કરે, ‘અન્કલ....આ શું કરો છો?’ ‘તારા બાપનું કપાાળ...!’ અહીં આવીને મારે તને જવાબ આપવાનો કે, હું શું કરી રહ્યો છું? આટલી લાઇફમાં મેં તો જોઈ લીધું કે, લાઇફમાં જ નહિ, ગાર્ડનમાં ય કોઈ શાંતિ નથી. પેલી સાથે વિચાર સિવાયના બધા વિમર્શો કરવા આવ્યા હોઈએ ને ગાર્ડનના પૈસાખાઉં વૉચમૅન, નજીકમાં બેઠેલું બીજું કપલ, આવતા-જતા ચાલુઓ (એટલે કે રોજ ચાલવા આવનારાઓ) અને આવા ટેણિયા બે ઘડી ચૈનથી પેલી સાથે બેસવા ય દેતા નથી. આ સમસ્યા હવે દેશવ્યાપી થઈ ગઈ છે. શું પ્રેમમાં પડવું ગુન્હો છે? પડ્યાં તો પડ્યાં, પણ મળવું ક્યાં? હૉટેલવાળા તો આવા બે જણાને રૂમ આપે નહિ, રૅસ્ટોરાંમાં ગામ આખું આજુબાજુ બેઠું હોય, ગાર્ડનમાં ઘર કરતાં વધારે પબ્લિક હોય, એની કે આપણી અગાસીનો કોક નિર્જન ખૂણો મળે નહિ.... અરે, અગાસીઓ ય ક્યાં ‘ફ્રી-ઑફ-ચિંતા’ મળે છે, તે આપણને મળે? વૉચમૅનનું મોંઢું ભરવું પડે! હજી તો માંડ ઠરીઠામ થયાં હોઈએ ત્યાં કપડાં સૂકવવા પડોસણ આવે. હકીકત તો એ છે કે, બિલ્ડરોએ આવા ફ્લેટો બાંધતી વખતે એની અગાસીઓમાં બેસી શકાય એવા ગુપ્ત ખૂણાઓ જ રાખ્યા હોતા નથી! આમ તો, પાર્કિંગમાં પેલીને લઈ જવાય, પણ ત્યાં ય ગાડીઓ કરતાં ટુ-વ્હિલર્સવાળાં બબ્બે મિનિટે લોહી પીવા અને સ્કૂટર મૂકવા આવતા હોય! સાલું, જીવનમાં તો ઠીક, પાર્કિંગમાં ય સુખ નથી હોતું! યાદ હોય તો, લગ્નવિધિ વખતે ય શુક્લજી બે ઘડી ઝંપીને બેસવા દેતા નથી ને સાત સાત ચકરડાં મરાવે છે! (ઘણામાં ચાર હોય છે!) એમ નહિ કે, બે-ચાર ઓછાં મરાવીએ! હવે અમારા જમાનામાં હતું, એવું નથી રહ્યું કે, કેમ્પના હનુમાન કે આ બાજુ વટવા-બટવા જઈએ તો એકાદ ખૂણો ખાલી મળે. એવું ય નથી કે, ખાલી ખૂણો ય સલામત હોય! કેટલાક તોડબાજ પોલીસોનો આ જ ધંધો હોય છે. હજી તો પેલા બે આવીને માંડ બેઠાં હોય ત્યાં, ‘આ શું કરો છો?’ એવા કડક અવાજે તતડાવીને ઊભાં તો કરે જ છે, પણ પાંચસો-હજાર પકડાવવા ય પડે! રડી પડાય એવો સવાલ એ છે કે, યુગલો મળે તો ક્યાં મળે? પ્રેમમાં પડ્યાં, એ કોઈ ગુન્હો તો નથી, પણ પડ્યાં પછી એકબીજાને મળે નહિ તો કરે શું? દેશના દુશ્મનો કરતાં પ્રેમી-પંખીડાઓના દુશ્મનો વધારે હોય છે, કારણ કે પ્રેમમાં પડ્યા પછી પેલીને દૂર દૂર કાશ્મીરની ઘાટીઓમાં લઇ જવાતી નથી, પણ શહેરના જ કોક ખૂણે એની પ્રાણપ્રતિષ્ઠા કરાવવાની હોય છે, જ્યાં રવિ કે કવિ-ફવિ નહિ, ત્યાં એનો પપ્પો કે ભાઈ પહોંચવા ન જોઇએ! પંખીડાઓ મળતાં પહેલાં એટલાં તો ફફડતાં હોય છે કે, જાણે પોલીસ-સ્ટેશનમાં બેસાડ્યાં હોય! કેવી કમ્માલની વાત છે કે, પ્રેમપત્રો તો લખાતા જ બંધ થઇ ગયા! મને યાદ છે કે, એનું નામ લખતાં પહેલાં છ-પાંદડીનું એક નાનકડું ફૂલ ચીતરવામાં આવતું, એની સાથે કોઈ આકારનો મેળ ન પડે! અમારા જમાનામાં તો પ્રેમિકાઓનાં નામ પણ ‘બા’ જેવાં હતાં, ‘સવિતા’, ‘કાંતા’ કે ગોદાવરી ઉર્ફે ‘ગોદુ!’ અત્યારે હસવું આવે પણ એ જમાનામાં કેવું લાગતું હશે, ‘વહાલી ગોદુ....પ્રાણસખી કાંતુ કે સેક્સી સવિતા....!’ સિક્સર - કંકુ-ચાંદલા પત્તાની કેટને કરો. જન્માષ્ટમી આવી છે.
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:નિષ્ફળતાની મરુભૂમિ અને ભવ્ય સફળતા
    Next Article
    કાગવાણી:સ્વરાજ્યનું ગાન: કાગબાપુ અને ગાંધીવિચાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment