Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન

    11 hours ago

    ‘ડૉક્ટર, આશિતા અને મારાં લગ્ન થયાંને 3 વર્ષ થયાં. અમે મિત્રો વર્ષોથી વરસાદની સીઝનમાં માઉન્ટ આબુ જઈએ જ! અમારું ગ્રૂપ આ રેઈન ટ્રિપ માટે હંમેશાં તૈયાર હોય, જ પણ મારે છેલ્લાં 3 વર્ષથી જવાતું જ નથી. આશિતાને હું સમજું છું ત્યાં સુધી લગ્ન પહેલાંથી જ વરસાદ ગમતો નથી. આમ તો એ સોફ્ટવેર એન્જિનિયર છે. અમારી કંપનીમાં જ છે. અમારી પોતાની કંપની હોય એટલે વરસાદમાં એ બહાર જ ન નીકળે, વર્ક ફ્રોમ હોમ એની ચોઈસ છે. ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય, ઝરમર વરસાદ હોય કે ધોધમાર પડતો હોય, આશિતા વરસાદથી જ દૂર ભાગે.’ ‘પેલા ગીત જેવું છે, રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન... પણ, અહીં રોમાન્સથી નહીં, પણ ભયથી મન સળગતું હોય છે. પહેલાં મને એવું હતું કે, એને વરસાદને લીધે થતા કાદવ-કીચડ અને માખી-મચ્છરથી અણગમો હશે. પણ, વાત તો એનાથી વધારે ગંભીર નીકળી જ્યારે હું એને ગયા અઠવાડિયે હાથ પકડીને વરસાદમાં નહાવા લઈ ગયો. એ એટલી બધી ગભરાઈને ચીસો પાડવા લાગી કે, અમે બધાં પણ ડઘાઈ ગયાં. શું કોઈને વરસાદની પણ આટલી બધી બીક લાગતી હશે?’ અનીશે પૂછ્યું. વરસાદી મોસમમાં કેટલાકને કવિતા સૂઝે તો કેટલાકને એ કાળ લાગે. આશિતાની હિસ્ટ્રી પરથી એની સમસ્યાને ‘ઓમ્બ્રોફોબિયા’ મતલબ વરસાદનો વિકૃત ભય કહી શકાય. અસાધારણપણે કોઈ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ અથવા સંજોગોમાં અનુભવાતો તીવ્ર અને સતત ભય ફોબિયા કહેવાય. વળી આ ભય સામાન્ય લાગતા ભયના પ્રમાણમાં ઘણો જ વધારે અને અસહ્ય હોય, દર્દીને જે-તે વસ્તુ કે પરિસ્થિતિમાં સૌપ્રથમ તીવ્ર એંગ્ઝાયટી થાય, ક્યારેક પેનિક એટેક પણ આવે. પોતાના પરનું નિયંત્રણ ખોઈ બેસશે એવું લાગે, ક્યારેક ભયના માર્યાં ચક્કર ખાઈને ફસડાઈ પણ પડે. ઘણી વાર ઓમ્બ્રોફોબિયામાં દર્દીને વાદળછાયા વાતાવરણથી ભય લાગવાનું શરૂ થઈ જાય છે. વરસાદને કારણે ભરાતાં પાણી, પૂર કે અન્ય મુશ્કેલીઓનો અતિશય ભય લાગે છે. કેટલાકને તો વળી એવું થાય છે કે આકાશમાંથી જીવ-જંતુ કે એસિડનો વરસાદ પણ વરસી શકે. ક્યાંક જમીન ધસી પડવાનો અથવા ઈલેક્ટ્રિસિટીનો પાવર જવાનો પણ અત્યંત ભય અનુભવાય છે. આવા લોકો હવામાનની આગાહીને સતત જોયા કરે છે. સહેજ પણ વરસાદની સંભાવના હોય તો ઘરમાં જ ભરાઈ રહે છે, ભલભલું કામ છોડી દે છે. જ્યારે આ ફોબિક અનુભવ થાય ત્યારે દર્દીને ચક્કર આવે, મોં સુકાય, ક્યારેક ઝાડા-ઊલટી જેવું પણ થઈ શકે. હૃદયના ધબકારા વધી જાય, ધ્રુજારી થાય, શ્વાસ ચડી જાય, પરસેવો થઈ જાય તેમજ ક્યાંક ભાગીને છુપાઈ જવાનું મન થાય. પોતે તો બહાર ન જાય પણ પોતાના નજીકનાં લોકોને પણ બહાર ન જવા દે. આશિતા પણ હવે આવું જ કરવા લાગી હતી. અનીશને પણ સામાન્ય વરસાદ હોય તોય કામ માટે બહાર ન જવા દે! આશિતાના ભૂતકાળમાં પણ આવો જ ભયજનક અનુભવ હતો. એ પહેલી વખત 2005માં મુંબઈ ફરવા ગઈ ત્યારે એ 26મી જુલાઈએ ટેક્સીમાં ફસાઈ ગઈ હતી. કલાકો સુધી ખાધા-પીધા વગર મમ્મી-પપ્પા સાથે રહી. એ વખતે એના પપ્પાને ઈમરજન્સીમાં હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા અને ત્યાં જ હાર્ટ અટેક આવ્યો. એ ગુજરી ગયા. આ ભયંકર અનુભવ વરસાદ સાથે જોડાઈ ગયો. પછી ધીમે ધીમે આશિતામાં વરસાદનો વિકૃત ભય ઊભો થતો ગયો. હળવા ઓમ્બ્રોફોબિયા માટે ખાસ સારવારની જરૂર પડતી નથી પણ તીવ્ર લક્ષણો કે એંગ્ઝાયટીની સતત સ્થિતિમાં સાયકોથેરાપી સારું કામ આપે છે. CBT દ્વારા વ્યક્તિના વિચારો અને લાગણીઓનું પુનઃગઠન કરી શકાય છે. એક્સ્પોઝર થેરાપી કે ડિસેન્સિટાઈઝેશન પણ ઉપયોગી નીવડે છે. હિપ્નોથેરાપીના પરિણામો આ વિકૃતિમાં ઘણી સફળતા આપે છે. અચેતન મનમાંથી આઘાતજનક બનાવોની સ્મૃતિઓને સ્વસ્થ રીતે મેનેજ કરીને વિકૃત ભય દૂર કરવામાં આવે છે. થેરાપીના તબક્કાવાર સિટિંગ્સ નિયમિતપણે લેવાથી ફોબિયા દૂર થાય છે. જ્યાં જરૂર પડે ત્યાં શારીરિક લક્ષણોને દૂર કરવા એન્ટી-એંગ્ઝાયટી દવાઓ પણ મદદરૂપ થાય છે. સારવાર સાથે કેટલાક દર્દીઓને રિલેક્સેસન, મેડિટેશન અને યોગ અત્યંત ઉપયોગી નીવડે છે. વિનિંગ સ્ટ્રોક વરસાદ કેટલાકને પ્રેમથી ભીંજવે છે તો, કેટલાકને ભયથી! બધો આધાર ભૂતકાળના અનુભવ પર છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:‘બોસ સ્કેમ’: સાહેબ મીટિંગમાં છે!
    Next Article
    શબ્દ જોડી કાંઈ કવિતા થાય નહીં દિનેશ કાનાણી:વાંચવાં જેવાં પુસ્તકો...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment