Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ જોડી કાંઈ કવિતા થાય નહીં દિનેશ કાનાણી:વાંચવાં જેવાં પુસ્તકો...

    11 hours ago

    સમકાલીન કવિઓથી જુદો મિજાજ ધરાવતા દિનેશ કાનાણીએ કાવ્યસંગ્રહનું શીર્ષક પણ બિલકુલ જુદી ભાતનું રાખ્યું છે. શીર્ષકના છ અક્ષરો જ જોડકણાં કરનારા સૌ કોઈને સંદેશો આપે છે અને સાથે સાથે કવિએ પુસ્તકમાં અનોખી રચનાઓ રજૂ કરી હશે એવી આશા પણ ઊભી કરે છે. શબ્દ જોડીને ન થાય તો પછી કેમ કવિતા થાય? સંગ્રહની જ કેટલીક પંક્તિઓ વાંચીએ એટલે સમજાઈ જશે.. ટહુકો કરતાં ન આવડે એ બૂમો પાડે, બૂમો પાડતાં ન આવડે એ ચીસો પાડે ને ચીસો પાડતાં પણ ન આવડે, એ...??? ** અંધકાર દિલમાં હતો ને દીવો પ્રગટાવવા ચાલ્યા મંદિરે!!! નિસર્ગનાદ અશોક મશરૂ 140 પાનાં { 475 રૂપિયા { ઝેન ઓપસ પ્રકૃતિનબંધોના આ સંગ્રહમાં વિવધ સામયિકમાં પ્રકાશિત થયેલા કુલ 30 નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં લેખક-પક્ષીનિરીક્ષક અશોક મશરૂનો પ્રકૃતિ-પક્ષીપ્રેમ ભારોભાર છલકાતો જોવા મળે છે. ‘એક નિસર્ગપ્રેમીનો મિત્રને પત્ર’થી આરંભાયેલો પ્રકૃતિ-પ્રવાસ ‘ગવૈયો ચંડૂલ’ પર વિરામ પામે છે. ‘ટપૂસિયું’, ‘કંસારાનો સંસાર’, ‘કાંચનાર’, ‘દિવાળીઘોડો’, ‘લાલ મુનિયા’, ‘પાનબગલી’ વગેરે નિબંધો આસ્વાદ્ય બન્યા છે. પ્રકૃતિનિબંધોનો આ સંગ્રહ સચિત્ર છે. તેમાં રંગબેરંગી પક્ષીઓની રંગીન તસવીરી ઝલક જોવા મળે છે. દેશ-વિદેશનાં વન-ઉપવન અભયારણ્યો ખૂંદનારા લેખકે પ્રકૃતિનો ખજાનો આ પુસ્તક થકી ખુલ્લો મૂક્યો છે. સ્વપ્ન સંગ્રામ : ડૉ.નવીન વિભાકર { 150 પાનાં { 200 રૂપિયા { શબ્દલોક પ્રકાશન { મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણમાંથી પ્રેરણા લઈને આ નવલકથા લખાઈ છે. કથામાં એક એવા સપનાની વાત છે, જેણે ‘હરિ’ અને ‘હર’ને સામસામે લાવી દીધા છે. કૃષ્ણની વેદના મારી કલમે : જાગૃતિ ગાંધી { 90 પાનાં { 150 રૂપિયા { શબ્દલોક પ્રકાશન { ભક્તો પોતાની વેદના કૃષ્ણ સમક્ષ રજૂ કરે, પણ કૃષ્ણ પોતે વેદના કહેવા કોને જાય? લેખિકાએ પંદર પ્રકરણમાં કૃષ્ણના જીવનની વ્યથા રજૂ કરી છે. કૃષ્ણના જીવનનું વિશ્લેષણ પણ છે. N.L.P. મનની માસ્ટર કી : ભૂષણ ભટ્ટ { 70 પાનાં { 199 રૂપિયા { બીએનડી ક્રિએટિવ્સ { એનએલપી એટલે ન્યૂરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ. મનને કેળવવા માટેનો એક રસ્તો. વિપરીત સંજોગો વચ્ચે મનને કઈ રીતે યોગ્ય દિશામાં વાળવું એ વાત આ પુસ્તકમાં કરાઈ છે. દરેક માણસ લડાઈ લડતો જ હોય. આ પુસ્તક લડાઈ કેમ લડવી એ સલાહ-સૂચન આપે છે. મોબાઈલ આચારસંહિતા અને બાળકોમાં મેદસ્વિતા : ડૉ. જયંતી પટેલ { 240 પાનાં બંનેનાં { 375 રૂપિયા બંનેના { દિશા પ્રકાશન { ડૉ. જયંતી પટેલ લિખિત મોબાઈલ આચારસંહિતા નામ મુજબ જ આજના ડિજિટલ યુગમાં બાળકોથી માંડી મોટાંઓ માટેનું માર્ગદર્શક અને વ્યવહારુ પુસ્તક છે. અગમચેતી એ જ સલામતીના સૂત્રને સાર્થક કરતું આ પુસ્તક સ્માર્ટફોનના ફાયદા-ગેરફાયદા, એનાં વળગણથી કેવી રીતે છૂટવું એ તો શીખવે જ છે. આ ઉપરાંત આ પુસ્તક સ્માર્ટફોનની આરોગ્ય ઉપર અસર જેવા વિવિધ વિષય પર પ્રકાશ પાડે છે. તો બીજું પુસ્તક બાળકોની મેદસ્વિતા કેવી રીતે દૂર કરવી એના ઉપર છે. આ માટે બાળકો, માતાપિતા અને શાળાઓમાં પણ જાગૃતિ લાવવાની વાત પુસ્તકમાં કહેવાઈ છે. ક્ષત્રપ : સુરેશ પ્રજાપતિ { 176 પાનાં { 280 રૂપિયા { અવનિકા પ્રકાશન { દસ એવા પરાક્રમી અને પ્રતાપી રાજાઓની આ ગાથા છે, જેમના એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્રો હતાં. પુસ્તકમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિન્દુસાર, સમ્રાટ અશોક, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત દ્વિતીયથી માંડીને કુમારગુપ્ત પ્રથમ, શીલાદિત્ય પ્રથમ, ધ્રુવસેન દ્વિતીય, ધારસેન ચતુર્થ અને કર્કરાજ દ્વિતીયનાં પરાક્રમ, સાહસ અને સિદ્ધિનું વર્ણન છે. ભારત કી તકદીર બના દો : નટવર પટેલ { 120 પાનાં { 365 રૂપિયા { દિશા પ્રકાશન { ‘ભારત કી તકદીર બના દો’ પુસ્તકમાં હાસ્ય, દેશભક્તિ, શૌર્યગાથા, સાહસકથા એમ દરેક પ્રકારની વાર્તાઓને સમાવવામાં આવી છે. વાર્તાના માધ્યમથી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય, ભારતીય તહેવારો અને સંસ્કૃતિથી માહિતગાર થાય તેમજ દરેક બાળકો તેમનાં જીવનમાં સાહસ, પ્રામાણિકતા, આશા, ઉત્સાહ જેવા ગુણોને સમજે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. મન મરજીવા : રીના બ્રહ્મભટ્ટ { 170 પાનાં { 500 રૂપિયા { નવસર્જન પબ્લિકેશન { માનસિક સમસ્યાઓનું સમાધાન આપતા પુસ્તકનું અંગ્રેજી પેટા શીર્ષક Body Brain Connection એવું છે. પુસ્તકમાં શું કરવાથી જીવન સુધરે એની સલાહ આપતા 27 લેખો છે.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન
    Next Article
    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 39 : સેન્ડવિચ પેઢી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment