Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:‘બોસ સ્કેમ’: સાહેબ મીટિંગમાં છે!

    12 hours ago

    કેવલ ઉમરેટિયા થોડા દિવસ પહેલાં અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવા ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેણે આખા દેશની પોલીસ અને કોર્પોરેટ જગતની ઊંઘ હરામ કરી દીધી છે. પોલીસને આ ટોળકી પાસેથી 4,500થી વધુ એક્ટિવ સિમ કાર્ડ મળ્યાં છે અને તેમની સામે આખા દેશમાં 250થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. આ કોઈ OTP પૂછવાવાળી કે લિંક મોકલનારી ગેંગ નહોતી, પરંતુ વિદેશી ધરતી પરથી ઓપરેટ થતું ‘બોસ સ્કેમ’ અથવા ‘CEO ફ્રોડ’નું એક હાઈ-ટેક સિન્ડિકેટ હતું. ‘બોસ સ્કેમ’ શું છે અને કેવી રીતે કામ કરે છે? સાયબર સુરક્ષાની ભાષામાં આને ‘વ્હેલિંગ’ (Whaling - એટલે કે મોટી માછલી ફસાવવી) કહેવામાં આવે છે, જેનું સૌથી તાજું ઉદાહરણ પુણેમાં સામે આવ્યું છે. એક મોટી ઓટોમોબાઇલ ડીલર કંપનીના એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીને એક નવા નંબર પરથી વૉટ્સએપ મેસેજ આવે છે. આ નંબરની પ્રોફાઇલમાં કંપનીના ડિરેક્ટરનો ફોટો અને નામ હતું. મેસેજમાં લખ્યું હોય છે કે “હું અત્યારે એક ખૂબ જ અગત્યની મીટિંગમાં છું, એક વેન્ડરને તાત્કાલિક પેમેન્ટ કરવાનું છે, નહીંતર આપણી કરોડોની ડીલ કેન્સલ થઈ જશે.’ પેલા કર્મચારીએ સમય બગાડ્યા વિના લાખો રૂપિયા મેસેજમાં જણાવેલા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. જ્યાં સુધી અસલી ડિરેક્ટર સાથે વાત થઈ, ત્યાં સુધીમાં તો પૈસા દેશની સરહદો પાર કરી ચૂક્યા હતા. શું આટલા મોટા હોદ્દા પર બેઠેલાં લોકો મૂર્ખ હોય છે? આવા કોઇ સમાચાર આવે એટલે મોટેભાગે સામાન્ય લોકોને એવું લાગે છે કે આટલી મોટી ખુરશી પર બેઠેલાં અને લાખોનો પગાર લેતા લોકો આટલા મૂર્ખ કેવી રીતે હોઈ શકે? માત્ર એક વૉટ્સએપ મેસેજ પર કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દે? જોકે હકીકત કંઇક અલગ છે. યાદ રાખો કે હવે સાયબર ગઠિયાઓ સિસ્ટમને હેક નથી કરતા, તેઓ માણસના મગજને હેક કરે છે. કોર્પોરેટ કલ્ચરમાં બોસના આદેશ પર શંકા કરવી, ક્રોસ-ચેક કરવો કે સામો સવાલ પૂછવો એ મોટો અપરાધ ગણવામાં આવે છે. જેમ કંપની મોટી તેમ ડર વધારે. સાયબર અપરાધીઓ આ જ ડરનો ફાયદો ઉઠાવે છે. વળી, આ મેસેજ કોઈ અંધારામાં મારેલું તીર નથી હોતો. તેઓ લિંક્ડઇન પર તે અધિકારીની જાસૂસી કરે છે. તેમને ખબર હોય છે કે કંપનીના ફાયનાન્સ હેડ કોણ છે, વેન્ડર કોણ છે અને બોસ કેવા શબ્દોનો ઉપયોગ કરે છે. જ્યારે એકદમ સચોટ માહિતી, નોકરી જવાનો ડર અને મીટિંગની ઈમરજન્સી, આ બધું ભેગું થાય છે ત્યારે ભલભલાનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને તેઓ ભૂલ કરી બેસે છે. બીજી વાત એ કે ‘બોસ સ્કેમ’ માત્ર વૉટ્સએપથી જ નથી થતો, ઘણીવાર કંપનીના સત્તાવાર ઇમેલ જેવું જ દેખાતું નકલી ઇમેલ આઇડી બનાવીને પણ થાય છે. સાયબર ફ્રોડનું કોર્પોરેટ કલ્ચર બે મહિના પહેલાં સુધી આ સ્કેમ માત્ર એક DP બદલીને કરવામાં આવતું હતું, પરંતુ હવે તેમાં ‘ડીપફેક’ ઓડિયો અને AIનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. અમદાવાદમાં પકડાયેલાં 4,500 સિમ કાર્ડ એ વાતનો પુરાવો છે કે આ સાયબર ફ્રોડ કરતી આખી ‘ફેક્ટરી’ છે, જે ડાર્ક વેબ પરથી ડેટા ખરીદે છે. તેમની પાસે અગણિત ‘મ્યુલ એકાઉન્ટ્સ’ હોય છે. જેવી રકમ ટ્રાન્સફર થાય કે તરત જ તેને અનેક ભાગોમાં વહેંચીને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી નાંખવામાં આવે છે. ભોગ બનનાર કે પોલીસ કંઇ એક્શન લે તે પહેલાં તો આ રકમ દેશની બહાર જતી રહે છે. આ પ્રકારના ફ્રોડથી કઇ રીતે બચવું? હ્યુમન ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન: કંપનીઓએ એક કડક નિયમ બનાવવો પડશે કે મેસેજ ભલે કંપનીના માલિકનો કેમ ન હોય, વૉઇસ કૉલ કે રૂબરૂ ખાતરી કર્યા વિના એક પણ રૂપિયો ટ્રાન્સફર કરવામાં નહીં આવે. વૉટ્સએપ મેસેજને ક્યારેય ‘પેમેન્ટ અપ્રૂવલ’ ન માનવું. સોશિયલ મીડિયા: લિંક્ડઇન અને ફેસબુક પર તમારી કંપનીનો આખો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ (કોણ કોને રિપોર્ટ કરે છે) જાહેર ન કરો. ગઠિયાઓ અહીંથી જ પોતાનો શિકાર શોધે છે. ઉતાવળમાં કંઇ ના કરો: કોઈ પણ મેસેજમાં ‘તાત્કાલિક’, ‘જલ્દી’, અથવા ‘કોઈને કહેતા નહીં’ જેવા શબ્દોનો પ્રયોગ થાય, ત્યારે તરત જ એલર્ટ થઈ જાઓ. ઉતાવળ બતાવીને તેઓ તમને વિચારવાનો સમય નથી આપવા માગતા.
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:વિશ્વની મહિલા લડવૈયાઓની સ્થિતિ આજે શું છે?
    Next Article
    મનદુરસ્તી:રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment