Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બિસ્કિટ ઉતારતાં ટ્રકચાલકને વીજ કરંટ લાગ્યો:અયોધ્યાનગરમાં વેપારીને ત્યાં હરિયાણાથી ટ્રક લઈ આવ્યો હતો, સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

    9 hours ago

    ગોધરામાં બિસ્કિટનો જથ્થો ખાલી કરવા આવેલા હરિયાણાના એક ટ્રક ચાલકને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૂળ હરિયાણાના વતની ગગન ધાનક બામરોલી અયોધ્યા નગર સોસાયટી વિસ્તારમાં એક વેપારીને ત્યાં બિસ્કિટનો જથ્થો ખાલી કરવા ટ્રક લઈને આવ્યા હતા. તેઓ ટ્રકની ઉપરના ભાગે આરામ કરી રહ્યા હતા અને નીચે ઉતરી રહ્યા હતા. તે સમયે અકસ્માતે તેમનો હાથ નજીકથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વીજ વાયરને અડી ગયો હતો, જેના કારણે તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને વેપારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ આંચકાના કારણે ચાલક ગગનભાઈ શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ તેમની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ સ્ટેશન મેનેજર એલ. ડી. મહાપાત્ર નિવૃત્ત:35 વર્ષની રેલવે સેવા પૂર્ણ કરી, સન્માનિત કરાયા
    Next Article
    વડનગરમાં રક્ષાબંધને બહેનનું અપહરણ કરનાર ભાઈનો પર્દાફાશ:યુવતીને મિલકતમાંથી ભાગ ન લેવા હિંમતનગર SPG ઓફિસે લઈ જઈ સહીઓ કરાવી મોડી રાત્રે મુક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment