Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ સ્ટેશન મેનેજર એલ. ડી. મહાપાત્ર નિવૃત્ત:35 વર્ષની રેલવે સેવા પૂર્ણ કરી, સન્માનિત કરાયા

    9 hours ago

    વેરાવળ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર એલ. ડી. મહાપાત્રે 35 વર્ષની પ્રશંસનીય સેવાઓ બાદ નિવૃત્તિ લીધી છે. તેમની સેવાઓને બિરદાવવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મૂળ જગન્નાથ પુરી (ઓડિશા) ના વતની શ્રી મહાપાત્રે 8 નવેમ્બર 1991ના રોજ પોતાની રેલવે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેમની લાંબી સેવા દરમિયાન વેરાવળ, સોમનાથ અને તાલાલા જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. રેલવે સેવાની સાથે, તેમણે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તાલાલા ખાતે સેવા દરમિયાન, તેમણે 'હનુમાન ચાલીસા ધૂન મંડળ' શરૂ કર્યું હતું, જે દ્વારા બાળકોને સંસ્કારી બનાવવાનું કાર્ય કર્યું હતું. વેરાવળ ખાતે તેમણે 'રેલવે ગરબી મંડળ'નું સફળ સંચાલન કર્યું હતું. આ મંડળ દ્વારા આસપાસની 180થી વધુ બાળાઓને એકત્રિત કરી રાસ-ગરબાની પ્રેક્ટિસ કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. નિવૃત્તિ સન્માન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને PRO કૌશલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં વર્તમાન સ્ટેશન મેનેજર રાજીવ મિશ્રા, રેલવે વિભાગ વિકાસ નિગમ લિમિટેડના GM ભરતભાઈ ગીડા, રેલવે ભાવનગર ડી.ઈ.એમ. રાજીવકુમાર સિંહ, રેલવે CWS દેસાઈ સાહેબ, રેલવે TI રાજેશ ઠાકુર, રેલવે પોલીસ IPF ભવાનીસિંગ, વેરાવળ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના આઈ.ટી. મેનેજર રાવ સાહેબ, DRUCC ભાવનગર ડિવિઝન ચેરપર્સન અનિસ રાચ્છ, વેરાવળ રેલવે યાત્રી કમિટીના મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ, ગજેન્દ્રભાઈ અપારનથી, તેમજ રાહુલભાઈ કારિયા સહિત પત્રકાર મિત્રોનો સમાવેશ થતો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ મહાપાત્રાના કાર્યકાળ દરમિયાન કરેલા સેવાકીય કાર્યોને યાદ કરી બિરદાવ્યા હતા. તેમને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને ઉપહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની સેવાનિવૃત્તિ વેળાએ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, "જગન્નાથ ધામથી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ, હરિ અને હરની ભૂમિ સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં સેવા કરવાનો મને મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે." તેમણે વધુમાં કહ્યું કે, "આ 35 વર્ષ દરમિયાન રેલવે સ્ટાફ, મીડિયા મિત્રો, રેલવે DRUCC યુઝર્સ કમિટીના સભ્યો અને સ્થાનિક જનતા તરફથી જે સહયોગ મળ્યો છે તે બદલ હું તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું." અંતમાં, તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં સૌના સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સૌએ સાથે સ્નેહભર્યા ભોજનનો સ્વાદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓસરીમાં આવી ગયો સિંહ, સાથળ દબોચી વૃદ્ધને પટક્યા:કારનો દરવાજો ખોલતાં મોત આવ્યું, સુરતના શૉકિંગ CCTV, દુકાળનાં ડાકલાં વચ્ચે ગુજરાતમાં ભયાવહ સ્થિતિ સર્જાઇ
    Next Article
    ગોધરામાં બિસ્કિટ ઉતારતાં ટ્રકચાલકને વીજ કરંટ લાગ્યો:અયોધ્યાનગરમાં વેપારીને ત્યાં હરિયાણાથી ટ્રક લઈ આવ્યો હતો, સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment