Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં રક્ષાબંધને બહેનનું અપહરણ કરનાર ભાઈનો પર્દાફાશ:યુવતીને મિલકતમાંથી ભાગ ન લેવા હિંમતનગર SPG ઓફિસે લઈ જઈ સહીઓ કરાવી મોડી રાત્રે મુક્ત કરી

    9 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે પ્રેમલગ્નની અદાવત રાખીને સગી બહેનનું ફિલ્મી ઢબે અપહરણ કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમલગ્ન કરી ચૂકેલી બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવી ભાઈએ સાગરીતો સાથે મળી અર્ટિગા ગાડીમાં અપહરણ કર્યું હતું. અપહરણ બાદ પરિણીતાને હિંમતનગર સ્થિત SPGની ઓફિસે લઈ જઈ પિયરની મિલકતમાં કોઈ હિસ્સો ન માંગવા બાબતે દબાણપૂર્વક સહીઓ કરાવી લીધા બાદ મોડી રાત્રે વડનગર પેટ્રોલ પંપ પાસે મુક્ત કરી દેવામાં આવી હતી. પરિણીતાએ પતિ અને પોલીસ સમક્ષ સમગ્ર આપવીતી રજૂ કરતાં પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે. પ્રેમલગ્ન બાદ રક્ષાબંધને રાખડી બાંધવા બોલાવી ષડયંત્ર રચ્યું વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે સાતેક મહિના અગાઉ મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી સાસરે જ સુખી જીવન જીવતી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી રાખડી બાંધવા માટે વડનગર ખાતે બોલાવી હતી. સચીનકુમાર પોતાની પત્ની વૈદેહી અને ભત્રીજી સાથે એક્ટિવા પર તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે પહોંચ્યા હતા, જ્યાં વૈદેહીએ ભાઈ જેનિલને રાખડી બાંધી હતી. વાતચીતમાં રોકી રાખી અર્ટિગા ગાડીમાં બળજબરીપૂર્વક અપહરણ કર્યું રાખડી બાંધ્યા બાદ દંપતી જ્યારે પરત જવા નીકળ્યું ત્યારે જેનિલે તેમને વાતોમાં રોકી રાખ્યા હતા. તે દરમિયાન વિસનગર તરફથી આવેલી નંબર પ્લેટ વગરની સફેદ અર્ટિગા કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને વૈદેહીની બૂમાબૂમ છતાં તેને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. જેનિલ પણ પોતાનું વાહન ત્યાં જ મૂકી અપહરણકર્તાઓની ગાડીમાં બેસીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પતિ સચીનકુમારે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સાળા જેનિલ અને 3 અજાણ્યા શખ્સો સામે કાવતરું રચી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. હિંમતનગર SPG ઓફિસે લઈ જઈ મિલકતના દસ્તાવેજો પર સહીઓ કરાવી અપહરણમાંથી મુક્ત થયેલી પરિણીતા વૈદેહીએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, આરોપીઓ તેને સીધા હિંમતનગર ખાતે આવેલી SPGની ઓફિસે લઈ ગયા હતા. ત્યાં હાજર પિયર પક્ષના લોકોએ તેને સાસરી છોડી પિયર પરત આવી જવા માટે દબાણ કરી સમજાવટ કરી હતી. પરિણીતાએ પોતાના પતિ સાથે જ રહેવાની મક્કમતા દર્શાવતાં આખરે પિયર પક્ષે તેની પાસે ભવિષ્યમાં પિયરની કોઈપણ જમીન કે મિલકતમાં હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતના લખાણ પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લીધી હતી. મોડી રાત્રે 1:00 વાગ્યે મુક્ત કરાતાં પોલીસે હેમખેમ સાસરે પહોંચાડી દસ્તાવેજો પર સહીઓ કરાવ્યા બાદ આરોપીઓ પરિણીતાને ગાડીમાં બેસાડી મોડી રાત્રે આશરે 1:00 વાગ્યાના સુમારે વડનગર પેટ્રોલ પંપ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. પરિણીતાએ અન્ય વ્યક્તિના ફોન પરથી પતિનો સંપર્ક કરતાં, પતિ વડનગર પોલીસની ટીમને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પત્નીને સુરક્ષિત મેળવી લીધી હતી. વડનગર પોલીસે યુવતીનું વિગતવાર નિવેદન નોંધી અપહરણ અને ધાકધમકી આપવા બદલ સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બિસ્કિટ ઉતારતાં ટ્રકચાલકને વીજ કરંટ લાગ્યો:અયોધ્યાનગરમાં વેપારીને ત્યાં હરિયાણાથી ટ્રક લઈ આવ્યો હતો, સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
    Next Article
    ધરમપુર રાષ્ટ્ર સેવિકા સમિતિએ પોલીસ જવાનોને બાંધ્યા રક્ષા સૂત્ર:સમાજની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment