Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સાહિત્ય સભા:ગુજરાત સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજન

    7 hours ago

    પાટણમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય 'સંસ્કૃત સાહિત્ય સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરી સંસ્કારોનું સિંચન કરવાનો અને સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તાઓ તરીકે ડૉ. સુમિતભાઈ શાસ્ત્રી, ડૉ. દેવસિંહ બી. રાઠોડ અને મહેશભાઈ જોશી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ડાયટના પ્રાચાર્ય ડૉ. પિન્કીબેન રાવળ, શિક્ષણ નિરીક્ષક નરેન્દ્રભાઈ, ડૉ. મધુબેન દેસાઈ અને જયશ્રીબેન પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ બાલિકાઓ દ્વારા સરસ્વતી દેવીની પ્રાર્થના અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. નોડલ અધિકારી ડૉ. દિનેશભાઈ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાલ તથા પુસ્તક દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા મહેશભાઈ જોશીએ તેમના વક્તવ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત સહિતના ભારતીય સંસ્કૃત સાહિત્યનો પરિચય કરાવ્યો હતો. તેમણે વિવિધ સંસ્કૃત કવિઓ, લેખકો અને તેમની કૃતિઓ વિશે રસપ્રદ માહિતી આપી હતી. ડૉ. સુમિતભાઈ શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ, રાસલીલા અને ગોપીઓના ભાવવિશ્વને સંસ્કૃતમય રજૂઆત દ્વારા જીવંત બનાવ્યું હતું. તેમણે સંસ્કૃત ગીતો અને શ્લોકોનું ગાન કરાવ્યું હતું, તેમજ હિન્દી ગીતોને સંસ્કૃતમાં રૂપાંતરિત કરીને ભાષાની અભિવ્યક્તિની સમૃદ્ધિ દર્શાવી હતી. આ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. ડૉ. ડી.બી. રાઠોડે પાણિનીના વ્યાકરણગ્રંથનો પરિચય કરાવી સંસ્કૃત વ્યાકરણની વૈજ્ઞાનિકતા સમજાવી હતી. તેમણે સંસ્કૃતના વર્ણવિન્યાસ અને ૪૨ વર્ણોના વૈજ્ઞાનિક મહત્વ અંગે રસપ્રદ રજૂઆત કરી હતી. અધ્યક્ષસ્થાનેથી જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત યોજાયેલી આ સભાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જિલ્લાના શિક્ષકોને સંસ્કૃત વિષયમાં શ્રેષ્ઠ કાર્ય કરવા શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની કામગીરી તથા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સાહિત્ય સભામાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્કૃત વિભાગના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંસ્કૃતમય બની રહ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ દ્વારા સંસ્કૃત ભાષાનું ગૌરવગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણવાસીઓને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનવા અને તેને રોજિંદા જીવનમાં વણી લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું, જેથી આપણી દિવ્ય સાંસ્કૃતિક વિરાસત અને ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને ગૌરવ મળી રહે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને NSUIનું અલ્ટીમેટમ:પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધવા માગ, પગલાં ન લેવાય તો સોમવારે યુનિવર્સિટી બંધની ચીમકી
    Next Article
    ભરૂચના ઝાડેશ્વરમાં શંકાસ્પદ ઈસમ CCTVમાં કેદ:તહેવારો વચ્ચે તસ્કરોના આંટાફેરાની આશંકા, સ્થાનિકોમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment