Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટી કુલપતિની ઓફિસમાં NSUIનું પોલીસ સાથે ઘર્ષણ:પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના ફોટો પર લિસ્પ્ટિક લગાવીને વિરોધ, કાર્યકરોની ખેંચી ખેંચીને અટકાયત

    8 hours ago

    ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ઇન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ભારે હોબાળો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલા લિસ્પ્ટીક કૌભાંડ મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશી ઓફિસમાં હાજર ન હોવાથી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના ફોટો પર લિસ્પ્ટિક લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત કરવાની શરૂઆત કરતા NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું. કેટલાક કાર્યકર્તાઓને ખેંચીને કુલપતિની ઓફિસમાંથી બહાર કાઢવામાં આવતા NSUIના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. તેમજ કુલપતિની ઓફિસમાં કાચના ગ્લાસ પણ તોડી નાખવામાં આવ્યા છે. તેમજ પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી પણ કરી છે. NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા અગાઉ 40 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેની સામે વધુ એક હકીકત સામે આવી છે કે લિસ્પીક, પોતાના કપડા સહિતની વસ્તુઓ પણ લાવવામાં આવે છે જે તમામ વસ્તુઓ પોતાના પૈસે નહી ગુજરાત યુનિવર્સિટીના પૈસે કરવામાં આવી છે. તેમજ વિદેશ પ્રવાસ પણ ગુજરાત યુનિવર્સિટીના ખર્ચે જ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે જે પૈસા વાપરવા જોઈએ તે પૈસા નીરજા ગુપ્તાએ પોતાની લિપસ્ટિક સહિતના ખર્ચ માટે વાપરવામાં આવ્યા છે. વધુમાં વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ માત્ર પૂરતું નથી ઓડિટમાં પણ લિસ્પ્ટિકના પૈસા પણ થઈ જાય છે. જો યોગ્ય ઓડિટ કરવામાં આવશે તો 200 કરોડ કરતાં વધુનું કૌભાંડ નીરજા ગુપ્તાએ કયું હોવાનું સામે આવશે. જેથી તાત્કાલિક નીરજા ગુપ્તા સામે કાર્યવાહી કરવામાં આવે અમે માંગ કરીએ છીએ. જે પણ લોકોએ બિલ પાસ કર્યા છે તેમની સામે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    મમતા જૂથના TMC ઉમેદવારનો યુ-ટર્ન:સવારે કહ્યું- પેટાચૂંટણી નહીં લડું, બપોરે કહ્યું- રેજીનગરથી ચૂંટણી લડીશ; ગઈકાલે નંદીગ્રામના ઉમેદવારે નામ પાછું ખેંચ્યું હતું
    Next Article
    51 વર્ષીય જશવંતીબેન સુવાગિયાની એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી:મૂળ રાજકોટના પણ હાલ કરમસદમાં વસવાટ; રાષ્ટ્રીય કક્ષાના સ્વિમર પુત્રમાંથી મેળવી સ્વિમિંગની પ્રેરણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment