Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢની આંગણવાડીઓમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે 'રમતા-રમતા શિક્ષણ' પર ભાર:રંગબેરંગી પથ્થરો અને પ્રકૃતિના માધ્યમથી ગણિત-પર્યાવરણનો પાયો મજબૂત કરાયો

    3 days ago

    તાપી જિલ્લાના સોનગઢ ખાતેની આંગણવાડીઓમાં શિક્ષણ પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં પુસ્તકિયા જ્ઞાનને બદલે 'રમત-ગમત દ્વારા શિક્ષણ' (Play-way method) પર ભાર મૂકીને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ આયોજન કરાયું છે. આંગણવાડીના પ્રાંગણમાં બાળકોની શારીરિક સજ્જતા અને માનસિક એકાગ્રતા વધારવા નિયમિતપણે હળવી કસરતો અને યોગાભ્યાસ કરાવવામાં આવે છે. સવારના સમયે બાળકો યોગ અને કસરત દ્વારા દિવસની શરૂઆત કરે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે પાયાનું બની રહ્યું છે. વર્ગખંડમાં, શિક્ષિકાઓ દ્વારા ગણિત અને ભૂમિતિ જેવા વિષયોને રસપ્રદ બનાવવા નવીન અભિગમ અપનાવાયો છે. બાળકોને રંગબેરંગી પથ્થરોનો ઉપયોગ કરીને ત્રિકોણ, ચોરસ, ગોળ અને તારા જેવા ભૌમિતિક આકારો બનાવતા શીખવવામાં આવે છે. આ પ્રવૃત્તિથી બાળકો સરળતાથી આકારોની ઓળખ અને પાયાનું ગણિત શીખી રહ્યા છે. પર્યાવરણ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે વર્ગખંડમાં જ પ્રકૃતિને જીવંત કરાઈ છે. ચોક અને કુદરતી પાંદડાઓની મદદથી ફ્લોર પર વૃક્ષની આકૃતિ દોરીને બાળકોને મૂળ, થડ અને પર્ણની સમજ આપવામાં આવે છે. આ પ્રાયોગિક પદ્ધતિથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જિજ્ઞાસા અને સમજણ કેળવાઈ રહી છે.આંગણવાડીમાં યોજાતી આ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળકો અત્યંત ઉત્સાહ સાથે જોડાય છે. આનાથી સોનગઢની આંગણવાડીઓ બાળકો માટે 'આનંદના ધામ' સમાન બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    NDPS કેસમાં કોર્ટની કડક કાર્યવાહી:રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા 5 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 4 વર્ષની શખ્ત કેદ અને 40,000નો દંડ ફટકારાયો
    Next Article
    'ડમી સ્કૂલ' મામલે NSUI અને યુવક કોંગ્રેસની રજૂઆત:જો કોઈ શાળા દ્વારા નિર્ધારિત ફી કરતા વધુ ફી લેતી હોય, તો ફરિયાદ કરનાર વાલી અને વિદ્યાર્થીની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે - શિક્ષણાધિકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment