Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS કેસમાં કોર્ટની કડક કાર્યવાહી:રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા 5 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 4 વર્ષની શખ્ત કેદ અને 40,000નો દંડ ફટકારાયો

    4 days ago

    રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં તળાવ પાસે સરકારી જમીનમાં ખેતી કરી ખેતરમાં રહેલ રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખનાર આરોપી રાજુભાઈ છગનભાઈ જમોડ (ઉ.વ.42)ને નાર્કોટીકસ એકટની જોગવાઈ મુજબ રાજકોટના અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી જમીનમાં ખેતી કરી ગાંજાની ઉપજ લેવાતી હતી તા.16.02.2023ના રોજ SOG પી.આઈ. કે.બી. જાડેજાને બાતમી મળી હતી કે, વીંછીયા તાલુકાના રેવાણીયા ગામે તળાવ પાસે સરકારી જમીનમાં ખેતી કરી ગાંજાની ઉપજ લેનાર આરોપી રાજુભાઈ જમોડે ગાંજાનો એક મોટો જથ્થો વેચાણ અર્થે પોતાના પાસે રાખ્યો છે. બાતમી મળતા પી.આઈ. જાડેજાએ રેઈડ કરવા માટેની પ્રાથમિક કાર્યવાહી પુર્ણ કરી વીંછીયાની મામલતદાર કચેરીમાંથી બે કર્મચારીને પંચ તરીકે સાથે રાખી રાજુભાઈ જમોડના કબ્જાવાળી સરકારી જમીન ઉપર રેઈડ કરી હતી. આ ખેતરમાં કાચા બાંધકામવાળા બે રૂમ જોવા મળ્યા હતા જેનો દરવાજો ખખડાવતા અંદરથી રાજુભાઈ જમોડ બહાર આવ્યા હતા જેથી રેડીંગ ઓફિસરે આ રાજુભાઈને કાયદા મુજબના આરોપી તરીકેના હકકોથી માહિતગાર કરી તેમના હસ્તકના રૂમની તપાસ કરી હતી. કાળા કલરના કોથળામાંથી ગાંજો મળી આવ્યો તપાસ દરમ્યાન એક રૂમમાં અનાજ ભરવાની પેટીની બાજુમાં પડેલ કાળા કલરના કોથળામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ પદાર્થનું સ્થાનિક FSL અધિકારી મારફત પરીક્ષણ કરાવી આ પદાર્થનુ વજન કરાવતા તે 5 કિલો 280 ગ્રામ નોંધાયું હતું. આ ઉપરાંત માદક પદાર્થ રાખવા માટે આરોપી પાસે કોઈ પાસ, પરમીટ કે આધાર ન હોવાથી તેની પંચનામાની કાર્યવાહી બાદ જપ્ત કરવામાં આવેલ અને ફરીયાદ નોંધાયા બાદ પોલીસ તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. આરોપીએ નીર્દોષ હોવાની કરી રજુઆત આરોપી સામેનો કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, કાયદાની જોગવાઈઓ મુજબ રેઈડની પ્રક્રિયા કરવામાં આવી નથી અને આરોપીના કાયદાકિય હક્કોનું હનન થયું છે. આ ઉપરાંત સાહેદોની જુબાનીમાં વિસંગતતા જણાઈ છે જેથી રેઈડની પ્રક્રિયા ગેરકાનુની હોય તેથી આરોપીને નિર્દોષ છોડી દેવો જોઈએ. સરકારી પંચો સાહેદ તરીકે જોડાયા હતા જેની સામે સરકાર પક્ષે જિલ્લા સરકારી વિકિલ એસ. કે.વોરાએ કેસ ચલાવી આખરી દલીલો વખતે રજુઆત કરી હતી કે, આ કેસમાં મામલતદાર કચેરીના કર્મચારી પંચ તરીકે હાજર હતા અને સ્થાનિક FSL અધિકારીએ સ્થળ ઉપર જઈ આરોપી પાસેથી મળી આવેલ માદક પદાર્થનું પરીક્ષણ કર્યું હતું. આ બંને સાક્ષીઓ સ્થળ પર ગયેલ હોવાનુ અને મળી આવેલ માદક પદાર્થનુ પરીક્ષણ કર્યાનુ જણાવ્યું હતું. આ બંને સાહેદો નિષ્પક્ષ અને તટસ્થ કહેવાય. આ બંને સાહેદોને ઉલટતપાસ દરમ્યાન ખોટા સાબિત કરવામાં ન આવે તો આરોપી સામેનો કેસ સમસ્તપણે સાબિત થયેલ હોવાનુ માનવાનું રહે છે. 4 વર્ષની શખ્ત કેદ અને 40,000નો દંડ ફયકારાયો બચાવ પક્ષે આ બંને સાહેદોને થોડા અંશે પણ ખોટા સાબિત કરી શક્યા નથી. કાયદાની જોગવાઈ મુજબ આરોપીના હકોનું હનન થયેલ હોવા અંગે જે રજુઆત કરવામાં આવી તે અંગે સરકારી વકીલ વોરાએ કાયદાના પ્રબંધો વાંચી કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, આવા કોઈપણ પ્રબંધો નાર્કોટીકસના આરોપીને કોઈ હકક પ્રદાન કરતા નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણ દ્વારા આરોપી રાજુભાઈ છગનભાઈ જમોડ (ઉ.વ.42) ને તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.40,000નો દંડ ફરમાવેલ છે.
    Click here to Read More
    Previous Article
    Argentina almost lost Messi to Spain. A payphone hunt saved him
    Next Article
    સોનગઢની આંગણવાડીઓમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે 'રમતા-રમતા શિક્ષણ' પર ભાર:રંગબેરંગી પથ્થરો અને પ્રકૃતિના માધ્યમથી ગણિત-પર્યાવરણનો પાયો મજબૂત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment