Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ઝાડેશ્વરમાં શંકાસ્પદ ઈસમ CCTVમાં કેદ:તહેવારો વચ્ચે તસ્કરોના આંટાફેરાની આશંકા, સ્થાનિકોમાં ફફડાટ

    7 hours ago

    ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તહેવારોના માહોલ વચ્ચે એક શંકાસ્પદ ઈસમની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ છે. GNFC પાછળના રોડ પર આવેલી આકાશ ગંગા અને નીલકંઠ નગર સોસાયટીમાં રાત્રિના સમયે આ અજાણ્યો ઈસમ ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોમાં તસ્કરો દ્વારા મકાનોને નિશાન બનાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, CCTVમાં કેદ થયેલો ઈસમ ખરેખર તસ્કરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તહેવારોના દિવસોમાં અનેક પરિવારો બહાર ગામ જતા હોવાથી સોસાયટી વિસ્તારોમાં મકાનો બંધ રહે છે. આવા સમયે શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી છે. સ્થાનિકોએ પોલીસ તંત્રને સોસાયટી વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર પર ખાસ નજર રાખવા માંગ કરી છે. પોલીસે સોસાયટીના રહીશોને પણ રાત્રિના સમયે અજાણ્યા ઈસમોની હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સાહિત્ય સભા:ગુજરાત સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજન
    Next Article
    દિવ્યાંગ સુવિધાઓ વગરની સ્કૂલો સામે શિક્ષણ વિભાગ એક્શનમાં:જૂનાગઢ DEOનું 10 દિવસનું અલ્ટીમેટમ, દિવ્યાંગો માટે સુગમ્ય નહીં હોય તે સ્કૂલની માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment