Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસકર્મીનો કાઠલો પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવ્યો:નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શખ્સનો હુમલો, 'મારા ભાઈને છરી મારી અને કોઈ ફરિયાદ લેતું નથી'

    7 hours ago

    નિલમબાગ પોલીસ સ્ટેશનમાં PSOની ટેબલ પર આવીને ગાળો બોલી, સરકારી ફરજમાં રૂકાવટ કરી અને કાઠલો પકડી હુમલો કરનાર મિહિર ટાંકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ગઇકાલે રાત્રે આશરે 9 વાગ્યે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મીહિર મુકેશભાઈ ટાંક નામનો અરજદાર આવ્યો હતો. તેણે PSOના ટેબલ પર હાથ પછાડીને જોર-જોરથી બૂમાબૂમ કરી હતી કે, 'મારા ભાઈને છરી મારી છે અને સર ટી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોઈ ફરિયાદ લેતું નથી.' આટલું કહીને તે બહાર જતો રહ્યો હતો. પોલીસકર્મીઓને ગાળો બોલીને દાદાગીરી કરી ત્યારબાદ આશરે દસેક મિનિટ પછી, રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ તે ફરીથી PSO રૂમમાં આવ્યો હતો અને હાજર પોલીસકર્મીઓને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. પોલીસ સ્ટાફે તેને ગાળો બોલવાની ના પાડતા અને નામ પૂછતાં તેણે નામ મીહિર મુકેશભાઈ ટાંક હોવાનું જણાવી વધુ ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસકર્મીનો કાઠલો પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવ્યો જ્યારે પોલીસે તેને ફરિયાદ કરવા માટે જણાવ્યું ત્યારે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરજ પરના પોલીસકર્મીનો વર્દીનો કાઠલો પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવી દીધા હતા, જેથી તેને મુંઢ ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન રૂમમાં હાજર અન્ય પોલીસ સ્ટાફે વચ્ચે પડીને આરોપીને બહાર કાઢ્યો હતો. 'તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ એટલે તને મારી નાખીશ' રૂમની બહાર નીકળ્યા બાદ પણ આરોપીએ પોલીસકર્મીને 'તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ એટલે તને મારી નાખીશ'ની જીવલેણ ધમકીઓ આપી હતી અને ફરીથી અંદર આવીને પોલીસકર્મીને ગાળો આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે પોલીસે રાજ્યસેવકની ફરજમાં રૂકાવટ, હુમલો કરવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સરદારધામ 1,150 વિદ્યાર્થીઓને 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપશે:મેરિટના આધારે સહાય નક્કી થશે, આજે સામાજિક સમરસતા માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
    Next Article
    વૉને પાકિસ્તાનને બીજા દરજ્જાની ટીમ ગણાવી:કહ્યું- એમની રમત કાઉન્ટીના સેકન્ડ ડિવિઝન જેવી, લોર્ડ્સમાં પાકિસ્તાન 110 રનમાં સમેટાઈ ગયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment