Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારધામ 1,150 વિદ્યાર્થીઓને 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપશે:મેરિટના આધારે સહાય નક્કી થશે, આજે સામાજિક સમરસતા માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

    6 hours ago

    સરદારધામ દ્વારા તમામ સમાજના આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો. ચિતરંજન પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના હેઠળ વર્ષ 2026-27 માટે કુલ 1,150 વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની આર્થિક મદદ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને મેરિટના આધારે આ સહાય નક્કી કરવામાં આવી છે. કયા અભ્યાસક્રમના કેટલા વિદ્યાર્થીઓને મદદ મળશે 23 વિદ્યાર્થીઓને રૂબરૂ ચેક અપાયા, બાકીને ઓનલાઈન અપાશે ગગજી સુતરીયાએ જણાવ્યું હતું કે, આજે ડો. ચિતરંજન ધાયા પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત અને સામાજિક ક્રાંતિ તથા સામાજિક સમરસતા માટે આજે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં 1157 વિદ્યાર્થીઓ અને દીકરા-દીકરીઓએ ભાગ લીધો છે. તેમાંથી 23 વિદ્યાર્થીઓને રૂબરૂ ચેક આપવાના છે પ્રતીક સ્વરૂપે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને RTGS દ્વારા ઓનલાઈન રકમ જમા થઈ જશે. સર્વ જ્ઞાતિની મેરિટ મુજબ અને કમિટી દ્વારા ન્યાયી રીતે સર્વ સમાજના દીકરા-દીકરીઓને ઉપયોગી થવાનો આ એક નમ્ર પ્રયાસ છે. દાતાઓ તરફથી સહયોગ ને વિદ્યાર્થીઓને સહાય આ યોજના માટે ચીમનભાઈ અગ્રવાલ, ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, AIA CSR ફાઉન્ડેશન, મેઘમણી પરિવાર અને પૂનમચંદભાઈ પટેલ જેવા દાતાઓ તરફથી સહયોગ મળ્યો છે. આ સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ સરદારધામ ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાજરીમાં ચેક આપવામાં આવ્યા હતા. હોંશિયાર વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ભણતરમાં પાછળ ન રહી જાય અને આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે આ ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત, CCTV:કાર પહેલાં આગળ ગઈ પછી એકાએક રિવર્સમાં આવી, પુર ઝડપે પાર્લરમાં ઘૂસી ચા બનાવતા વ્યક્તિને કચડી નાખ્યો
    Next Article
    પોલીસકર્મીનો કાઠલો પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવ્યો:નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શખ્સનો હુમલો, 'મારા ભાઈને છરી મારી અને કોઈ ફરિયાદ લેતું નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment