Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત, CCTV:કાર પહેલાં આગળ ગઈ પછી એકાએક રિવર્સમાં આવી, પુર ઝડપે પાર્લરમાં ઘૂસી ચા બનાવતા વ્યક્તિને કચડી નાખ્યો

    10 hours ago

    સિદ્ધપુરની બનાસવાડી હોટલ નજીક પૂરઝડપે આવી રહેલી કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી. અહિં ચા બનાવી રહેલા એક યુવકને અડફેટે લીધો હતો. જેથી તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. CCTVમાં શું દેખાય છે? હાઇવે પર એક કાર પહેલા આગળ જાય છે, થોડીવાર બાદ એકાએક એ કાર પરત હોટલ પર રિવર્સમાં આવે છે. જે બાદ કારચાલક થોડી આગળ કાર ચલાવી અચાનક ટર્ન મારી પુર ઝડપે પાનપાર્લરમાં ઘૂસી જાય છે અને ત્યાં હાજર વ્યક્તિને કચડી નાખે છે. ચાર તસ્વીરમાં જુઓ કેવી રીતે સર્જાયો અકસ્માત ગફલતભરી રીતે ગાડી હંકારી યુવકને અડફેટમાં લીધો બનાસકાંઠાનો રહેવાસી શકીલ ઐયુબ સિપાઈનું અકસ્માતમાં મોત થયું છે. જે સિદ્ધપુરમાં એક હોટેલના પાન પાર્લર પાસે ચા બનાવવાનું કામ કરતો હતો. તેમના સાળા આમીનબેગ રસુલબેગ મોગલને રાત્રે ફોન દ્વારા અકસ્માતની જાણ થઈ હતી. સાળાએ તપાસ કરતા જાણવા મળ્યું કે, કારચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી શકીલને ટક્કર મારી હતી. જેથી શકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ બંને પગ અને જમણો હાથ ભાંગી ગયો હતો. આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકનું નામ આરોપીનું નામ
    Click here to Read More
    Previous Article
    Subhash Chandra takes on Mukesh Ambani, accuses TV18 of ‘misinformation’
    Next Article
    સરદારધામ 1,150 વિદ્યાર્થીઓને 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપશે:મેરિટના આધારે સહાય નક્કી થશે, આજે સામાજિક સમરસતા માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment