Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરની સમસ્યા નિવારવા તંત્ર ફરી જાગ્યું!:મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી શરૂ, શું સુરતીઓને પૂરથી રાહત મળશે?

    9 hours ago

    દર વર્ષે ચોમાસામાં ખાડીપૂરની સમસ્યા સુરતીઓ માટે માથાના દુખાવા સાથે આર્થિક અને માનસિક વિનાશનું કારણ બની રહી છે. આ ચોમાસાની સિઝનમાં જ સુરત શહેરે એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વખત ખાડીપૂરનો સામનો કરવો પડ્યો છે. પર્વત પાટિયા, લિંબાયત, ગોડાદરા, સારોલી અને ડુંભાલ જેવા ગીચ વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં કમરસમા પાણી ભરાઈ જતાં હજારો પરિવારોની ઘરવખરી અને વેપારીઓનો લાખો-કરોડોનો માલસામાન કાદવમાં ફેરવાઈ ગયો હતો. દર વખતે ચોમાસું વીતી ગયા પછી વહીવટી તંત્ર જાગે છે અને હવે ફરી એકવાર ‘કાયમી નિવારણ’ના ભાગરૂપે મીઠી ખાડીના મોટા પાયે ડ્રેજિંગ અને પહોળી કરવાની વાતો આગળ ધરવામાં આવી રહી છે. મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરાશે સુરતની મુલાકાતે આવેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સર્કિટ હાઉસમાં આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, શહેરની પાંચ મુખ્ય ખાડીઓ પૈકી સૌથી વધુ તબાહી મચાવતી મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાથ પર લેવાઈ છે. ટેક્નિકલ ડેટા મુજબ, ખાડીઓમાં વર્ષોથી જામી ગયેલા લાખો ક્યુબિક મીટર માટી અને સિલ્ટને ડ્રેજિંગ મશીનરી વડે બહાર કાઢી દૂર ખસેડવાનો પ્લાન છે. મહાનગરપાલિકા પોતાની હદમાં અને સિંચાઈ વિભાગ પાલિકા હદ બહારના ભાગોમાં ડ્રેજિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ગાંધીનગરમાં નાણામંત્રી સાથે મેયર સહિતની બેઠક ગાંધીનગરમાં નાણામંત્રી કનુ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને સંગઠનના અગ્રણીઓની બેઠક બાદ આ કામગીરીને વેગ અપાયો છે. જોકે ભૂતકાળની જમીની વાસ્તવિકતા તપાસતાં મોટો સવાલ એ ઊભો થાય છે કે, કરોડો રૂપિયાના પ્રિ-મોન્સૂન બજેટ છતાં દર વર્ષે આ જ પરિસ્થિતિ કેમ સર્જાય છે? ખાડીના કેચમેન્ટ વિસ્તારોમાં થયેલાં ગેરકાયદે દબાણો, બોટલનેક પોઈન્ટ્સ અને અધૂરા ડ્રેજિંગને કારણે ચોમાસામાં પાણી ઓવરફ્લો થઈ સોસાયટીઓમાં ઘૂસી જાય છે. સુરતીઓમાં હજુ પણ અવિશ્વાસ હાલ તંત્ર ચોમાસું શરૂ થાય તે પહેલાં સંપૂર્ણ ડી-સિલ્ટિંગ કરી માટી નિકાલ કરવાનો દાવો કરી રહ્યું છે, જેથી પાણીનો પ્રવાહ સીધો દરિયા કે નદી તરફ વહી જાય. પરંતુ ત્રણ-ત્રણ વખત પૂરની થપાટ ખાઈ ચૂકેલા સુરતીઓમાં હજુ પણ અવિશ્વાસ છે કે, આ વખતે 110 મીટર પહોળી કરવાની અને ભારે ડ્રેજિંગની કવાયત જમીન પર સાચે પરિણામ આપશે કે પછી દર વખતની જેમ કરોડો રૂપિયા પાણીમાં જ વહી જશે?
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ન્યુ રાણીપની કૃષ્ણમ સ્ટેટ્સમાં લીલા વસ્ત્રોમાં ગરબા, સોસાયટીના સભ્યોએ અંબે માની આરતી કરી હિંચ-ટેટુડો રમ્યા
    Next Article
    ચોટીલામાં નવરાત્રીની આઠમે નવચંડી હવન યોજાયો:હજારો ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા, બપોરે 3.30 વાગ્યે બીડું હોમાયું, પછી ભવ્ય આરતી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment