Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં નવરાત્રીની આઠમે નવચંડી હવન યોજાયો:હજારો ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા, બપોરે 3.30 વાગ્યે બીડું હોમાયું, પછી ભવ્ય આરતી કરાઈ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આસો નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે મા ચામુંડાના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શક્તિની આરાધનાના આ પર્વે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી. ગરમીનો માહોલ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી નહોતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ચોટીલા ધામે પહોંચ્યા હતા. આઠમ નિમિત્તે અહીં ભક્તોનું અનોખું ઘોડાપૂર ઉમટ્યું હતું. બપોરે 3:30 વાગ્યે બીડું હોમવામાં આવ્યું નવરાત્રીની આઠમ નિમિત્તે ચોટીલા ધામમાં નવચંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી ધાર્મિક વિધિ-વિધાન સાથે હવન શરૂ થયો હતો. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. હવનની પૂર્ણાહુતિના ભાગરૂપે બપોરે 3:30 વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. આઠમના પવિત્ર દિવસે માતાજીની આરાધના અને હવનમાં સહભાગી બની ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ચોટીલા પહોંચ્યા શ્રદ્ધાળુઓ ચોટીલા ધામમાં દર્શન માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ભક્તો વિવિધ માર્ગો મારફતે પહોંચી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણના શ્રદ્ધાળુઓ વિરમગામ-લખતર થઈને ચોટીલા આવે છે. કચ્છ તરફથી આવતા ભક્તો મોરબી-હળવદ-થાનના માર્ગે પહોંચે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ બગોદરા-લીંબડી હાઈવેનો ઉપયોગ કરે છે. જ્યારે જૂનાગઢ, અમરેલી અને બોટાદ તરફથી આવતા ભક્તો રાજકોટ અથવા પાળીયાદ થઈને ચોટીલા ધામે પહોંચે છે. મા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર મા ચામુંડા બિરાજમાન છે. સુરેન્દ્રનગર જિલ્લાનું આ યાત્રાધામ વર્ષોથી ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર મા ચામુંડા 64 જોગણીઓ પૈકીનાં એક સ્વરૂપ છે. માતાજીનાં દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની સંખ્યામાં વિશેષ વધારો થાય છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. ચંડ અને મુંડના વધ સાથે જોડાયેલી ચોટીલાની પૌરાણિક કથા ચોટીલા ધામનો ઈતિહાસ પ્રાચીન ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે. લોકવાયકા અનુસાર, પ્રાચીન સમયમાં ચંડ અને મુંડ નામના રાક્ષસોના ત્રાસથી પ્રજા અને ઋષિ-મુનિઓ પરેશાન હતા. રાક્ષસોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા ઋષિ-મુનિઓએ યજ્ઞ કરીને આદ્યશક્તિની આરાધના કરી હતી. માન્યતા મુજબ, યજ્ઞકુંડમાંથી દિવ્ય તેજ સ્વરૂપે પ્રગટ થયેલી આદ્યશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો હતો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયાં હોવાનું કહેવાય છે. ચોટીલાના ડુંગર પર માતાજી જોડિયા સ્વરૂપે બિરાજમાન હોવાની માન્યતા છે, જેના કારણે મંદિરમાં માતાજીનાં બે મુખનાં દર્શન થાય છે. કારતક અને ચૈત્ર પૂનમે પણ ઉમટે છે ભક્તો ચોટીલા ધામમાં નવરાત્રી ઉપરાંત પૂનમના દિવસો દરમિયાન પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને કારતક માસની પૂનમ અને ચૈત્ર માસની પૂનમે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. વર્ષ દરમિયાન આવતી 12 પૂનમમાંથી આ બંને પૂનમના દિવસો ચોટીલા ધામ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. જોકે, નવરાત્રીની આઠમના દિવસે પણ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ સમગ્ર યાત્રાધામને ભક્તિમય માહોલથી ભરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    ખાડીપૂરની સમસ્યા નિવારવા તંત્ર ફરી જાગ્યું!:મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી શરૂ, શું સુરતીઓને પૂરથી રાહત મળશે?
    Next Article
    9 વર્ષની રિદાના દિલધડક સ્ટંટ જોઈને લોકો દંગ રહી ગયા:800 મીટરનો ટેક્નિકલ ટ્રેક, દેશભરના 120થી વધુ રાઇડર્સ; વડોદરામાં નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment