Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 વર્ષની રિદાના દિલધડક સ્ટંટ જોઈને લોકો દંગ રહી ગયા:800 મીટરનો ટેક્નિકલ ટ્રેક, દેશભરના 120થી વધુ રાઇડર્સ; વડોદરામાં નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ

    10 hours ago

    વડોદરામાં આજે(18 ઓક્ટોબર) યોજાયેલી MRF મોગ્રિપ-FMSCI નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ 2026નો ચોથો રાઉન્ડ સંપન્ન થયો છે. પુણે સ્થિત ગોડસ્પીડ રેસિંગ આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાની ઑફ-રોડ ટૂ-વ્હીલર રેસિંગ સ્પર્ધામાં 9 વર્ષની રિદા સહિત દેશભરના 120થી વધુ રાઇડર્સે નવ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. 800 મીટર લાંબા ટેક્નિકલ ટ્રેક પર યોજાયેલી સ્પર્ધામાં રાઇડર્સની ઝડપ, સંતુલન અને કુશળતાની કસોટી થઈ હતી. ગુજરાતના રાઇડર્સ માટે યોજાયેલી ‘લોકલ્સ ક્લાસ’ સ્પર્ધાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. રાઇડર્સના અદભુત સ્ટંટજોઈને લોકો દંગ રહી ગયા હતા. 9 વર્ષની રાઇડર રિદા સૈયદે કહ્યું હતું કે, હું 5થી 6 વર્ષની ઉંમરથી જ બાઇક રાઇડિંગ કરી રહી છું. શરૂઆતમાં મારા ભાઈને પ્રેક્ટિસ કરતો જોઈને મને બાઇક ચલાવવામાં રસ જાગ્યો હતો, જેના પછી મારા પિતાએ તેના માટે Yamaha PW80 ખરીદી આપી હતી. ત્યારબાદ KTM 50 ચલાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 7 વર્ષની ઉંમરે પડી જવાનો ડર લાગતો હતો, પરંતુ હવે કોઈ ડર નથી રહેતો. હું 8થી 11 વર્ષની વયજૂથની કેટેગરીમાં ભાગ લઉ છે. આગામી પાંચમો રાઉન્ડ 24 અને 25 ઓક્ટોબરે નાસિકમાં છ રાઉન્ડની આ ચેમ્પિયનશિપનો વડોદરા ચોથો રાઉન્ડ હતો. સાત વખતના નેશનલ ચેમ્પિયન શ્યામ કોઠારીના નેતૃત્વ હેઠળ ગોડસ્પીડ રેસિંગ દ્વારા છેલ્લા બે દાયકાથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરાની ઇવેન્ટ બરોડા ઓટોમોબાઇલ રાઇડર્સના સહયોગથી યોજાઈ હતી. ચેમ્પિયનશિપનો આગામી પાંચમો રાઉન્ડ 24 અને 25 ઓક્ટોબરે નાસિકમાં યોજાવાનો છે. 15 ડબલ જમ્પ્સ, બે ટેબલટોપ્સ સહિતનો સમાવેશ સ્પર્ધા માટે વડોદરામાં આશરે 800 મીટર લાંબો ટેક્નિકલ ટ્રેક તૈયાર કરાયો હતો, જેમાં 15 ડબલ જમ્પ્સ, બે ટેબલટોપ્સ, વૂપ-ડી-ડૂઝ સેક્શન અને અનેક બર્મ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના ટ્રેક પર રાઇડર્સને ઊંચા જમ્પ્સ અને વિવિધ અવરોધો પાર કરીને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી હતી. પ્રતિષ્ઠિત SX 1 – ફોરેન ઓપન ક્લાસમાં ટોચના રાઇડર્સ વચ્ચેની સ્પર્ધા ઉપરાંત જુદી-જુદી વયજૂથનાં બાળકોની જુનિયર કેટેગરી પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. MRF મોગ્રિપ-FMSCI નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપની આ 24મી આવૃત્તિ છે. ભારતમાં સુપરક્રોસ રેસિંગની લોકપ્રિયતા વધવાની સાથે સ્પર્ધકોની ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. MRF ટાયર્સ લિમિટેડ ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું છે, જ્યારે TVS મોટર કંપની સહિત વિવિધ કંપનીઓએ સહયોગ આપ્યો છે. વડોદરામાં યોજાયેલા આ રાઉન્ડ સાથે સ્પર્ધકોએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની આગળની સ્પર્ધાઓ માટે પોતાની દાવેદારી મજબૂત કરવા પ્રયાસ કર્યો હતો. 1, 2 અને 3 નંબર મેળવનારને પોઈન્ટ આયોજક સુનિલ નિગમે જણાવ્યું હતું કે, સ્પર્ધામાં જૂનિયર-1, જૂનિયર-2 અને SX-1 જેવી વિવિધ કેટેગરીઓ સામેલ છે. SX-1 કેટેગરીમાં ભારતના સૌથી ફાસ્ટેસ્ટ અને શ્રેષ્ઠ રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન એક્સપર્ટ કેટેગરીમાં ભારતીય બાઇક્સ અને લોકલ ગુજરાત કેટેગરીમાં ફોરેન બાઇક ચલાવતા રાઇડર્સ સહિત કુલ 15 જેટલા રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં ખૂબ જ મજા આવશે. અહીંથી વિજેતા થયેલા રાઇડર્સ આગામી રવિવારે નાસિક જશે અને ત્યારબાદ ગ્રાન્ડ ફિનાલે કોલ્હાપુરમાં યોજાશે. 'તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને પોઇન્ટ્સ આપવામાં આવે છે, જેના આધારે વર્ષના અંતે ચેમ્પિયનશીપ નક્કી થાય છે. નવરાત્રીનો સમયગાળો, શનિવારની રાત અને રવિવારની સવાર હોવા છતાં વડોદરાના લોકો અને મોટર સ્પોર્ટ્સ પ્રેમીઓનો ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થાય છે.' વડોદરાનો ક્રાઉડ આ સ્પોર્ટ્સ પ્રત્યે ખૂબ જ ક્રેઝી છે ગોડસ્પીડના પ્રમુખ શ્યામ કોઠારીએ જણાવ્યું હતું કે, તમામ કેટેગરીના ચેમ્પિયનશીપના દાવેદારો મહત્તમ પોઇન્ટ્સ મેળવવા માટે ભાગ લઈ રહ્યા છે. વડોદરાનો ક્રાઉડ આ સ્પોર્ટ્સ પ્રત્યે ખૂબ જ ક્રેઝી છે, તેથી અમે દર વર્ષે વડોદરા આવીએ છીએ. માત્ર દર્શકો જ નહીં, પરંતુ વડોદરાના સ્થાનિક રાઇડર્સ પણ ખૂબ જ સ્પર્ધાત્મક અને ઉત્સાહી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં નવરાત્રીની આઠમે નવચંડી હવન યોજાયો:હજારો ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા, બપોરે 3.30 વાગ્યે બીડું હોમાયું, પછી ભવ્ય આરતી કરાઈ
    Next Article
    नवमी पर कन्याओं को कौन-सी चीजें दान करना शुभ माना जाता है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment