Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો:કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો; છ દિવસમાં બીજી ઘટના

    13 hours ago

    ઉના તાલુકાના નાંદરખ ગામના ઉતરવાડી વિસ્તારમાં વહેલી સવારે એક ઘટના બની હતી, જેમાં ઘરની ઓસરીમાં સૂતેલા 70 વર્ષીય ભૂપત કલાભાઈ ગોહિલ પર સિંહે હુમલો કર્યો હતો. પરિવારજનોની સતર્કતાને કારણે સિંહ ત્યાંથી ભાગી ગયો હતો, જેનાથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભૂપતભાઈને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકો હાકલા-પડકારા કરતાં સિંહ નાસી ગયો મળતી માહિતી મુજબ, ભૂપતભાઈ ગોહિલ રાત્રિના સમયે ઘરની ઓસરીમાં સૂતા હતા. વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે અચાનક એક સિંહ ત્યાં આવી પહોંચ્યો અને તેમના પર હુમલો કર્યો. સિંહે તેમના સાથળના ભાગને મોઢામાં પકડી રાખ્યો હતો. હુમલાથી ગભરાયેલા ભૂપતભાઈએ બૂમાબૂમ કરતાં તેમના ભાઈ માધુભાઈ જાગી ગયા હતા. તેમણે હાકલા-પડકારા કરતાં સિંહ ત્યાંથી નાસી ગયો હતો. વન વિભાગને સિંહના હુમલાને લઈ શંકા હતી હુમલામાં ઇજાગ્રસ્ત વૃદ્ધ ભૂપતભાઈને સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લાવામાં આવ્યા ત્યારે ફોરેસ્ટર તેમજ વેટરનિટી તબીબ પણ સાથે આવ્યા હતા. વન વિભાગને શંકા હતી કે, સિંહે હુમલો નથી કર્યો. જે બાદ વેટરનિટી તબીબે મેજર ટેપથી ઇજાના નિશાનને માપીને નક્કી કર્યું હતું કે વૃદ્ધ પર સિંહે હુમલો કર્યો છે. ‘એક સિંહ ગયો પછી બીજો સિંહ નીકળ્યો’ : ભૂપતભાઈ ભૂપતભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા તો ઘણા વર્ષોથી સિંહ આવે છે. હમણાં ગયા અઠવાડિયામાં જ મારા ભાઈના દીકરા અજયસિંહ પર હુમલો કર્યો હતો. અમારે વાડીઓમાં રહેણાક છે એટલે છોકરાને રેઢા મુકાય નહીં. અમે હાકલા કરતાં સિંહ મારા ભાઈને ફેંકીને ભાગી ગયો : ભૂપતભાઈના ભાઈ ભૂપતભાઈના ભાઈ કેવલભાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 20થી 25 દિવસથી સિંહનો વસવાટ છે. એક દિવસ સવારે 6 વાગે જોવા મળ્યો હતો. સિંહોના ત્રાસથી હવે અમારે વાડીએ રહેવું કે ન રહેવું? અમે વન વિભાગને જાણ કરીએ તો તે કહે છે કે અમે દીપડાને પકડીએ સિંહને નહીં. 'મારી બે બાજુમાં બે સિંહ હતા ને એકે મારા પગ પર એટેક કર્યો' પાંચ દિવસ પહેલાં સિંહે જે યુવક પર હુમલો કર્યો હતો તે અજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા પર હુમલો થયો ત્યારે હું પણ રાડો પાડવા લાગ્યો હતો. મારી બૂમાબૂમ છતાં સિંહ પાછળ હટ્યા નહોતા પછી મેં જોરજોરથી બૂમો પાડી એટલે પછી આખરે તે પાછળ હટ્યા. આમારા વાડી વિસ્તારમાં સિંહની બહુ રંજાડ છે. અમારા ગામમાં આવાવા-જવામાં છોકરાઓને બહુ તકલીફ પડે છે. છોકરાઓને ઘરેથી બહાર કાઢાતા નથી. સ્કૂલે મૂકવા જવામાં પણ પ્રોબ્લેમ થાય છે. અમારી એક જ માગ છે કે, આ સિંહની રંજાડ દૂર કરો. નાંદરખ વિસ્તારાં પાંચ સિંહનું કાયમી નિવાસસ્થાન સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નાંદરખ વિસ્તારમાં આશરે પાંચ સિંહનું કાયમી નિવાસસ્થાન છે અને લગભગ દરરોજ રાત્રિના સમયે તેઓ ગામમાં અવરજવર કરતા જોવા મળે છે. પાંચ દિવસ પહેલાં પણ એક યુવાન પર હુમલો કર્યો હતો પાંચ દિવસ પહેલાં પણ નાંદરખ ગામમાં સિંહે એક યુવાન પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. યુવાન વાડીના મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં સૂતો હતો. તે દરમિયાન અચાનક સિંહ આવી પહોંચ્યો હતો. સિંહે યુવાનના પગના ભાગે નખ મારી ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે પરિવારજનોએ તાત્કાલિક યુવાનને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. નિયમિત પેટ્રોલિંગ ન થયું હોવાનો ગામલોકોનો આક્ષેપ ગ્રામજનો વારંવાર સિંહોની અવરજવર છતાં વનવિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ઉતરવાડી વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન પણ સિંહો વાડી વિસ્તાર ના રહેણાકની આસપાસ લટાર મારતા અને રસ્તા પર બેસેલા જોવા મળે છે. આ કારણે બાળકોને શાળાએ મોકલવામાં પણ પરિવારજનોને ભય લાગે છે. અઢી કલાક બાદ વન વિભાગના અધિકારીઓ આવ્યા ગ્રામજનોની માગ છે કે, કોઈ માનવજીવન જોખમાય તે પહેલાં વનવિભાગે સાવચેતીના પગલાં લેવા જોઈએ. દર બુધવારે તેમજ પૂનમના દિવસે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં, આ ઘટના સમયે વનવિભાગની હાજરી ન હોવાનો ગ્રામજનો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ વનવિભાગની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. હાલ પણ સિંહ એ જ વિસ્તારમાં અત્યારે બીડમાં છે. વન વિભાગની ટીમ પણ નાંદરખ જવા રવાના થઈ છે. ગીર પૂર્વ ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, વૃદ્ધ બહાર ફળિયામાં કાળા ધાબળા જેવું ઓઢીને સુતા હોવાથી સિંહ નજીક ગયો હોય શકે, જેના કારણે ઇજા કરી છે. હાલ અમે સિંહના વર્તનનું ઓબ્જર્વેશન કરી પછી આ અંગે વધુ ચકાસણી કરીશું. આ પણ વાંચો, કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
    Click here to Read More
    Previous Article
    બંદર રોડ પર જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 1 ફરાર:મીરા ટ્રાન્સપોર્ટ પીરની દરગાહ પાસેથી રોકડ સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    શ્રાવણમાસમાં પ્રેરક સંદેશ:નિષ્ફળતા જીવનનો 'ફૂલ સ્ટોપ' નથી: તે માત્ર 'કોમા' છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment