Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંદર રોડ પર જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 1 ફરાર:મીરા ટ્રાન્સપોર્ટ પીરની દરગાહ પાસેથી રોકડ સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    ઘોઘા રોડ પોલીસે બંદર રોડ પર પાસે આવેલ મીરા ટ્રાન્સપોર્ટની પાછળ પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો પૈકી 3 લોકોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. જુગારમાં ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.10,500 તથા મોબાઈલ સહિત રૂ.20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રેઈડ દરમિયાન 3 જુગારી રંગેહાથ ઝડપાયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, બંદર રોડ મીરા ટ્રાન્સપોર્ટ પાછળ, ખાડો વિસ્તાર, પીરની દરગાહ પાછળ જાહેર જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 3 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. રોકડ સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.10,500 મોબાઈલ કિં.રૂ.10,000 મળી કુલ રૂ.20,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોઓમાં ભરત નાનુભાઈ ચૌહાણ ઉ.મ.50 રહે.મીરા ટ્રાન્સપોર્ટ પાછળ, રાજેશ કેસુભાઈ પરમાર ઉ.મ.48 રહે.નારેશ્વર સોસાયટી તથા દેવા નાથુભાઈ ડાભી ઉ.મ.50 રહે.મીરા ટ્રાન્સપોર્ટ પાછળ વાળા ને ઝડપી લીધા હતાં. જ્યારે સુરેશ ઓઘાભાઈ નાસી છૂટ્યા હતા જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. 4 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
    Click here to Read More
    Previous Article
    BCCI આકિબ નબીને ઇંગ્લેન્ડ મોકલવાની તૈયારીમાં:ન્યૂઝીલેન્ડ ટેસ્ટ પહેલાં ત્યાં ડોમેસ્ટિક મેચ રમશે, ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે સાથે વાતચીત ચાલુ
    Next Article
    ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો:કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો; છ દિવસમાં બીજી ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment