Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCI આકિબ નબીને ઇંગ્લેન્ડ મોકલવાની તૈયારીમાં:ન્યૂઝીલેન્ડ ટેસ્ટ પહેલાં ત્યાં ડોમેસ્ટિક મેચ રમશે, ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે સાથે વાતચીત ચાલુ

    8 hours ago

    BCCI જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને ઇંગ્લેન્ડ મોકલવાની તૈયારીમાં છે. નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝને ધ્યાનમાં રાખીને બોર્ડ તેને ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં 2-3 રેડ-બોલ મેચ રમાડવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે BCCI કાઉન્ટી ક્લબ સરે સાથે વાતચીત કરી રહ્યું છે. નબીને કાઉન્ટી ચેમ્પિયનશિપના છેલ્લા રાઉન્ડમાં શોર્ટ-ટર્મ કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે. આકિબ નબી ગત રણજી ટ્રોફી સીઝનમાં 60 વિકેટ લઈને ટુર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. આમ છતાં તેને અને ગુરનૂર બરારને શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને વર્કલોડના કારણે બ્રેક આપ્યો છે. જ્યારે, ગુરનૂર બરાર દિલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં નોર્થ ઝોન તરફથી રમશે. નબી માટે ઇંગ્લેન્ડમાં 2-3 મેચની તૈયારી BCCIના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે PTIને જણાવ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિએ ગુરનૂરને દિલીપ ટ્રોફીમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. સૂત્રએ કહ્યું, પ્લેઇંગ-11માં અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજ પહેલાથી જ છે. ગુરનૂર પણ પહેલેથી છે. BCCI ઇંગ્લેન્ડમાં આકિબ માટે ઓછામાં ઓછી 2-3 રેડ-બોલ મેચની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરેથી રમવા પર વાતચીત ચાલુ લંડન સ્થિત કાઉન્ટી ક્લબ સરે એક સ્વિંગ બોલરની શોધમાં છે. આ જ કારણોસર આકિબ નબીના સરે માટે કેટલીક મેચ રમવાની સંભાવના પર વાતચીત ચાલી રહી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સરેના પ્રમુખ એલેક સ્ટીવર્ટની BCCI સાથે સંકળાયેલા લોકો સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. BCCI આકિબનો UK વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિઝા મળ્યા બાદ તેના ઇંગ્લેન્ડ રવાના થવાની સંભાવના છે. ગુરનૂર નોર્થ ઝોન માટે રમશે ગુરનૂર બરાર નોર્થ ઝોનની ટીમ સાથે સાઉથ ઝોન સામે દિલીપ ટ્રોફી સેમિફાઇનલમાં રમશે. આ મુકાબલો સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ થવાનો છે. ઇંગ્લેન્ડમાં રમી રહેલા અન્ય ભારતીયો માનવ સુથાર વોર્વિકશાયર માટે બે મેચ રમી ચૂક્યો છે. કુલદીપ યાદવ યોર્કશાયરની રેડ-બોલ મેચ માટે ઇંગ્લેન્ડ પાછો ફર્યો છે. આશુતોષ શર્મા મિડલસેક્સ માટે રોયલ લંડન વન-ડે કપમાં રમ્યો છે. સાઈ કિશોર ગ્લોસેસ્ટરશાયર માટે રમી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નામિબિયાએ સાઉથ આફ્રિકાને ફરી હરાવ્યું:ટ્રાઇ સિરીઝમાં 18 રનથી જીત્યા, ટ્રમ્પેલમેન-સ્મિટને 3-3 વિકેટ; બ્રેવિસના 75 રન કામ ન આવ્યા
    Next Article
    બંદર રોડ પર જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 1 ફરાર:મીરા ટ્રાન્સપોર્ટ પીરની દરગાહ પાસેથી રોકડ સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment