Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે પેડલર ઝડપાયા:સ્પોર્ટ્સ બાઇકમાં ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક અને ચાની લારીની આડમાં ગાંજો વેચતા 70 વર્ષના વૃદ્ધા ઝડપાયા

    9 hours ago

    સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશાની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સારોલી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 944 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવક અને એક 70 વર્ષની વૃદ્ધાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલ્સર બાઇકની સીટ નીચે ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક પકડાયો પ્રથમ કાર્યવાહીમાં, સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આર. વેકરીયા અને પીએસઆઈ યુ.બી. મેંદપરાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. અજીતભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને પ્રવીણભાઈને બાતમી મળી હતી કે એક ઇસમ બાઇકમાં ગાંજો લઇને પસાર થવાનો છે. પોલીસે બાતમીના આધારે ડી.એમ.ડી. ટેક્ષટાઇલ માર્કેટ નજીક કુંભારીયા ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવી સુમીત અરૂણકુમાર તીવારી (ઉ.વ. 25, રહે. કુંભારીયા ગામ, મૂળ બિહાર) નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સુમીતની કાળા કલરની બજાજ પલ્સર બાઈક (નંબર GJ-05-TH-6940) ની સીટ નીચે તપાસ કરતા ત્યાંથી 206 ગ્રામ ચોખ્ખું વજન ધરાવતો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ₹10,300 ની કિંમતનો ગાંજો, ₹10,000 ની કિંમતનો મોબાઇલ અને ₹90,000 ની કિંમતની બાઇક મળી કુલ ₹1,10,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગાંજો આપનાર 'રાજુ' નામના અજાણ્યા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ચા-નાસ્તાની લારીની આડમાં ગાંજો વેચતી 70 વર્ષની વિધવા વૃદ્ધા ઝડપાઇ બીજા દરોડામાં, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.પી. ઘરીયા, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને લોકરક્ષક હિરેનભાઈની ટીમે કડક કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે સાયણ-હજીરા હાઈવે પર ચામુંડાનગર કેનાલ પાસે આવેલી 'જય મહાકાળી ટી એન્ડ નાસ્તા સેન્ટર' નામની લારી પરથી નશાનો કારોબાર ચાલે છે. પોલીસે ત્યાં રેડ પાડીને લારી ચલાવતી નંદાબેન ચંદ્રકુમાર ચૌહાણ (ઉ.વ. 70, વિધવા, રહે. પરિમલ સોસાયટી, જહાંગીરપુરા) ને રંગેહાથ ઝડપી લીધી હતી. પોલીસે વૃદ્ધાની લારી તેમજ આસપાસના ભાગે તપાસ કરતા ત્યાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો કુલ 738 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹36,900 થાય છે. પોલીસે આ નશાનો જથ્થો જપ્ત કરીને નંદાબેન વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં વૃદ્ધાને ગાંજો સપ્લાય કરી જનાર અજાણ્યા ટુ-વ્હીલર ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરબજારમાં 6 લાખની ચોરી, CCTV:સોનાના બિસ્કિટ ખરીદવા જતા કર્મચારીની બેગમાંથી ગઠિયો નોટોના બંડલ સેરવી ગયો
    Next Article
    સુરેન્દ્રનગર SOGએ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો:મહેસાણાના બાવલુ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ ₹25,000નું બાઇક કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment