Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હિટ એન્ડ રનમાં આધેડનું મોત:કારખાનેથી ઘરે પરત ફરતા માંડા ડુંગર નજીક ટ્રકે અડફેટે લેતા આધેડ રોડ પર પટકાયા

    16 hours ago

    રાજકોટના આજીડેમ ચોકથી માંડા ડુંગર તરફ જતા રસ્‍તે સર્વિસ રોડ પર હિટ એન્‍ડ રનની ઘટનામાં સુંદરમ‌ સોસાયટીમાં રહેતાં આધેડનું મોત થયું છે. ફેકટરીના બગીચામાં માળી તરીકે નોકરી કરતાં આધેડ નોકરી પુરી કરી પગપાળા ઘરે જતાં હતાં, ત્‍યારે ટ્રકનો ચાલક અડફેટે લઇ ભાગી જતાં તેમનું મોત થયાનું સામે આવતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકે અડફેટે લેતા આધેડ રોડ પર પટકાયા રાજકોટના માંડા ડુંગર નજીક સુંદરમ સોસાયટીમાં રહેતાં રવજીભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.58) ગઈકાલે સાંજે 5.30 વાગ્‍યે માંડા ડુંગર નજીક ભવાની કારખાના પાસે સર્વિસ રોડ પર ચાલીને ઘર તરફ આવતાં હતાં, ત્યારે ટ્રકનો ચાલક અડફેટે લઇ ભાગી જતાં રવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં રવજીભાઇના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમને સારવાર માટે જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. અહિ રાત્રિના ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રવજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. પોતે ભવાની કારખાના પાસે બગીચામાં માળી તરીકે નોકરી કરતાં હતાં. નોકરી પુરી થતાં ઘરે આવી રહ્યા હતાં, ત્‍યારે ટ્રકનો ચાલક અડફેટે ચડાવી ટ્રક લઇ ભાગી ગયો હતો. હાલ આજીડેમ પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહેંદી સ્પર્ધા યોજાઈ:ગૌરીવ્રત પૂર્વે પ્રજાપતિ સમાજની 70 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો, શ્રેષ્ઠ મહેંદી મૂકનારને પુરસ્કારોથી સન્માનિત કરાઈ
    Next Article
    Why Gurindervir Didn't Qualify For 100m Semis Despite Finishing 2nd In Heat 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment