Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાસમાં પ્રેરક સંદેશ:નિષ્ફળતા જીવનનો 'ફૂલ સ્ટોપ' નથી: તે માત્ર 'કોમા' છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    10 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસ દરમિયાન પ્રેરક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પરંતુ એક વિરામચિહ્ન (કોમા) સમાન છે. જીવનમાં નિરાશ થયેલા લોકો માટે હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ પ્રેરણાદાયક છે: "અસફલતા એક ચુનૌતી હૈ, ઇસે સ્વીકાર કરો, ક્યા કમી રહ ગઈ, દેખો ઔર સુધાર કરો." સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને સંબોધતા કહ્યું કે, પરીક્ષામાં ઓછા ગુણ આવવા, કારકિર્દીમાં અપેક્ષા મુજબ સફળતા ન મળવી, વ્યવસાયમાં ખોટ જવી કે નોકરી ગુમાવવી જેવી પરિસ્થિતિઓમાં યુવાનો ઘણીવાર હિંમત હારી જાય છે. કેટલાક તો આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો પણ કરવા લાગે છે. આવા સમયે યાદ રાખવું કે નિષ્ફળતા એ જીવનનો 'ફૂલ સ્ટોપ' નથી, પરંતુ તે માત્ર એક 'કોમા' છે. તેમણે ઉમેર્યું કે, દુનિયામાં કોઈ પણ સફળ વ્યક્તિ એવી નથી જે ક્યારેય નિષ્ફળ ન ગઈ હોય. થોમસ એડિસન બલ્બની શોધ કરતા પહેલા હજારો વખત નિષ્ફળ રહ્યા હતા. નિષ્ફળતા આપણને શીખવે છે કે આપણા પ્રયત્નોમાં ક્યાંક કચાશ રહી ગઈ હતી. તે આપણને નબળા નથી બનાવતી, પરંતુ અનુભવ આપીને વધુ મજબૂત બનાવે છે. મુશ્કેલીઓથી ડરીને ભાગી જવું એ કાયરતા છે, જ્યારે તેનો સામનો કરવો એ જ સાચી યુવાની છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રી ગ્રંથનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વિપત્તિના સમયમાં ધીરજ રાખવી એ મોટી શિખામણ છે. સુખ અને દુઃખ જીવનનો ભાગ છે. ભગવાનના ભક્તે ક્યારેય અધીરા ન થવું જોઈએ. જ્યારે જીવનમાં બધા દરવાજા બંધ દેખાય, ત્યારે સમજવું કે ભગવાન આપણા માટે કોઈ મોટો માર્ગ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે અંતમાં કહ્યું કે, દુઃખ અને નિષ્ફળતાના સમયે ભગવાન પર શ્રદ્ધા રાખવી અને પુરુષાર્થ ચાલુ રાખવો અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો:કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો; છ દિવસમાં બીજી ઘટના
    Next Article
    Court Slams Bengaluru Cops Over Action Against Man Opposing Kunal Kamra Show

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment