Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝ યોજાઈ:"વિકસિત ભારત" થીમ પર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    13 hours ago

    આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આણંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર (GUJCOST, ગાંધીનગર દ્વારા પ્રાયોજિત અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત), ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમની થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” હતી. આ ક્વિઝમાં આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 210 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 6 વિદ્યાર્થીઓને અંતિમ તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા હતા. અંતિમ પરિણામો અનુસાર, ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની કાવ્યા શાહ પ્રથમ, ડી.એન. હાઈસ્કૂલના ઉર્વિશ ચૌધરી દ્વિતીય અને ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના રણજીત હરાલ તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા. ત્રણેય વિજેતાઓને અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત માટે 5-5 ગિફ્ટ કૂપન આપવામાં આવ્યા હતા. આ કૂપનમાં વિવિધ ગેલેરીઓની મુલાકાત અને પ્રવેશ ફીનો સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ISROના વૈજ્ઞાનિક ડૉ. વિશાલ જોશી સાથે સંવાદ કરવાની તક મળી હતી. આ સંવાદ પ્રેરણાદાયી અને જ્ઞાનસભર રહ્યો હતો. ક્વિઝનું સંચાલન ડૉ. રક્તિમ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું. ડૉ. વિભા એસ. વૈષ્ણવ, જેઓ પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર અને વડા તેમજ આણંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના માનદ નિયામક છે, તેમણે તમામ મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. ડી.એન. હાઈસ્કૂલના આચાર્ય ગિરીશભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, GUJCOST દ્વારા અગાઉ આયોજિત રાષ્ટ્રીય સ્તરની STEM ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના 30 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ગુજકોસ્ટ દ્વારા મોકલાયેલ ટેબલેટ પુરસ્કાર તરીકે અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઉપાચાર્ય શ્રીમતી ગાયત્રી ભટ્ટ અને ગૌરવ જોશી, સરદાર પટેલ યુનિવર્સિટીના 25 વિદ્યાર્થીઓ અને CEMSના 25 શિક્ષકોએ સ્વૈચ્છિક સહયોગ આપ્યો હતો. આ પ્રસંગ વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન અને STEM ક્ષેત્ર પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જગાવવામાં પ્રેરણાદાયી સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ ટ્રેનમાં દારૂની ખેપ મારતા 3 બુટલેગરને મુસાફરોએ પકડીને સુરત RPFને સોંપ્યા, 2 ફરાર
    Next Article
    ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટમાં 31 ઓગસ્ટે સુનાવણી:અરજીમાં માંગ- પંપ પર જણાવવામાં આવે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભેળવી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment