Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ ટ્રેનમાં દારૂની ખેપ મારતા 3 બુટલેગરને મુસાફરોએ પકડીને સુરત RPFને સોંપ્યા, 2 ફરાર

    12 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ પણ સુરત રેલવે પોલીસ (RPF) હજુ ઘોર નિદ્રા અને બેદરકારીમાં હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાંદ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેનના AC કોચમાં મુસાફરોએ જાતે તપાસ કરીને દારૂની પેટીઓ અને બુટલેગરોને રંગેહાથ પકડી પાડ્યા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું. આ મામલે રેલવે પોલીસ મથકે કુલ 5 અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુસાફરોની સતર્કતાથી 3 આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે, જ્યારે 2 ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરાઈ છે. વાપીથી ટ્રેન ઊપડતાં જ સીટ નીચે બિનવારસી બેગ દેખાતાં શંકા ઉપજી બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેન નંબર 09037 સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ એસી (3 AC) કોચમાં ગુરુવારે(27 ઓગસ્ટ) દારૂની મોટી ખેપ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. વાપી સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ મુસાફરોનું ધ્યાન લાંબા સમયથી સીટ નીચે પડેલા બિનવારસી બેગો પર ગયું હતું. કોઈ પેસેન્જર બેગ લેવા ન આવતા મુસાફરોને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. જ્યારે મુસાફરોએ બેગ ખોલીને ચેક કરી તો તેમાંથી વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મુસાફરોએ 10થી વધુ પેટીઓ બહાર કાઢી ટોઇલેટ પાસે ઢગલો કર્યો દારૂની ખેપ મળી હોવાની વાત વાયુવેગે કોચમાં ફેલાતાં અન્ય મુસાફરો પણ સતર્ક થઈ ગયા હતા. મુસાફરોએ જાતે જ આખા કોચમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. એક પછી એક સીટ નીચે અને ખૂણાઓમાં છુપાવેલી 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોએ આ સમગ્ર જથ્થો કોચના ટોઇલેટ પાસે અને વેસ્ટિબ્યુલ વિસ્તારમાં એકઠો કર્યો હતો. થોડી જ વારમાં ત્યાં દારૂનો મોટો ઢગલો થઈ ગયો હતો અને મુસાફરોએ તાત્કાલિક ટ્રેનના TTEને જાણ કરી રેલવે સુરક્ષા સામે રોષ વ્યક્ત કર્યો હતો. 3 બુટલેગરને મુસાફરીએ ઘેરીને દબોચી લીધા, 2 ફરાર કોચમાં હાજર 3 શંકાસ્પદ શખ્સો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જાગૃત મુસાફરોએ તેને ચારેય તરફથી ઘેરીને ઝડપી લીધા હતા. આ સમગ્ર ટ્રેનમાં અલગ-અલગ 5 બુટલેગરો સવાર થઈને સુરત તરફ આ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુસાફરોએ પકડેલા ત્રણેયે દારૂ પોતાનો હોવાની કબૂલાત કરી લીધી હતી, જ્યારે અન્ય બે બુટલેગર ભીડ અને હોબાળાનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી નાસી છૂટ્યા હતા. સુરત સ્ટેશને મુસાફરોએ આરોપીઓને RPF-GRPને સોંપ્યા ટ્રેનમાં દારૂની ખેપ પકડાયાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવતાં જ ટ્રેન જેવી સુરત સ્ટેશન પર પહોંચી કે તરત જ RPF અને GRPનો મોટો કાફલો પ્લેટફોર્મ પર દોડી આવ્યો હતો. મુસાફરોએ પકડી રાખેલા ત્રણેય શંકાસ્પદ બુટલેગરો અને ટોઇલેટ પાસે ખડકાયેલો દારૂનો જથ્થો પોલીસને સોંપ્યો હતો. પોલીસે સ્થળ પરથી 3 મોટી ટ્રાવેલ બેગ અને 6 જેટલા પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હતા. હાલ પોલીસે પાંચેય બુટલેગરો વિરુદ્ધ 5 પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી તપાસ હાથ ધરી છે કે વાપી સ્ટેશનથી આટલો મોટો જથ્થો ટ્રેનમાં સુરક્ષા તપાસ વગર કેવી રીતે ચડી ગયો.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત, CCTV:કાર પહેલાં આગળ ગઈ પછી એકાએક રિવર્સમાં આવી, પુર ઝડપે હોટલમાં ઘૂસી પાર્લર પર ચા બનાવતા વ્યક્તિને કચડી નાખ્યો
    Next Article
    આણંદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝ યોજાઈ:"વિકસિત ભારત" થીમ પર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment