Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત, CCTV:કાર પહેલાં આગળ ગઈ પછી એકાએક રિવર્સમાં આવી, પુર ઝડપે હોટલમાં ઘૂસી પાર્લર પર ચા બનાવતા વ્યક્તિને કચડી નાખ્યો

    15 hours ago

    સિદ્ધપુરની બનાસવાડી હોટલ નજીક પૂરઝડપે આવી રહેલી GJ 06 LS 8338 નંબરની કારે પાન પાર્લર પર ચા બનાવી રહેલા એક યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ શકીલ ઐયુબભાઈ સિપાઈ (મૂળ બાવલમુડી, તા. વડગામ, જી. બનાસકાંઠા) તરીકે થઈ છે, જે સિદ્ધપુરમાં એક હોટેલના પાન પાર્લર પાસે ચા બનાવવાનું કામ કરતો હતો. તેમના સાળા આમીનબેગ રસુલબેગ મોગલ (રહે. દેથળી ગામ, ઇન્દિરાનગર)ને રાત્રે આશરે 8:30 વાગ્યે ફોન દ્વારા અકસ્માતની જાણ થઈ હતી. માહિતી મળતા જ આમીનબેગ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કારચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારી શકીલને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં શકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ બંને પગ અને જમણા હાથના કાંડાના ભાગેથી હાથ ભાંગી ગયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. જે સમગ્ર ઘટના હોટેલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVમાં શું દેખાય છે? CCTVમાં જોઈ શકાય છે કે, હાઇવે પર એક કાર પહેલા આગળ જાય છે, પરંતુ એકાએક એ કાર પરત હોટલ પર રિવર્સમાં આવે છે. કારચાલક અચાનક પુર ઝડપે કાર સાથે હોટલમાં ઘૂસી જાય છે અને હોટલના પાર્લર પર હાજર વ્યક્તિને કચડી નાખે છે. આ બનાવ અંગે આમીનબેગ રસુલબેગ મોગલ દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે, સિદ્ધપુર પોલીસે કાર GJ 06 LS 8338ના ચાલક વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 106(1), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ પ્રોજેક્ટર પર ખડગેનું ભાષણ બતાવ્યું:કહ્યું- હલ્દ્વાનીમાં તેમની સભા પછી મંચનું શુદ્ધિકરણ થયું; વડાપ્રધાને દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ
    Next Article
    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ ટ્રેનમાં દારૂની ખેપ મારતા 3 બુટલેગરને મુસાફરોએ પકડીને સુરત RPFને સોંપ્યા, 2 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment