Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરાદ હાઇવે પર ઈકો ગાડીમાં આગ, ચાલકનો બચાવ:જાદલા નજીક ગાડી બળીને ખાખ; ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    12 hours ago

    થરાદ-મીઠા હાઇવે પર જાદલા નજીક એક ઈકો ગાડીમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જાદલાથી થરાદ તરફ આવી રહેલી ઈકો ગાડી (GJ08CR2392) જાદલા ગામ નજીક પહોંચતા જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર ગાડીને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર ટીમ અને 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ઈકો ગાડી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે સવારે કોલ મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પ્રાથમિક તપાસમાં વાયરીંગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાયું છે. આ ગાડી દેવપુરા, તા. વાવના ઠાકોર દશરથભાઈની માલિકીની હતી.
    Click here to Read More
    Previous Article
    NH-48 પર ધનિયાવી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત:રસ્તો ક્રોસ કરતા યુવકને ટક્કર મારી વાહન ચાલક ફરાર, 3 દિવસમાં અકસ્માતમાં 4ના મૃત્યુ
    Next Article
    ગીતા મંદિર પાસે રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો રિક્ષા સાથે અકસ્માત:ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment