Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીતા મંદિર પાસે રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો રિક્ષા સાથે અકસ્માત:ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધાયો

    11 hours ago

    અમદાવાદના ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પુરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલા એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15 વર્ષીય સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો અકસ્માત જમાલપુરમાં રહેતા અને લોન્ડ્રીનું કામ કરતા ઉમરભાઈ મેડીવાલાનો 15 વર્ષીય પુત્ર જેદ, જે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે 3 ઓગસ્ટે ખાલિદ હુસેન શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોંગ સાઈડમાં જતી વખતે આરોગ્ય ભવનના ગેટ પાસે તેમની એક્ટિવા રિક્ષા સાથે જોરથી અથડાઈ હતી. ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત આ અકસ્માતમાં એક્ટિવા સવાર બંને અને રિક્ષાચાલક મોઈન શેખ સહિત ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જેદનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    થરાદ હાઇવે પર ઈકો ગાડીમાં આગ, ચાલકનો બચાવ:જાદલા નજીક ગાડી બળીને ખાખ; ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    ખેડૂતોને આર્થિક રાહત આપવા માંગ:પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા‎ જિલ્લા કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment