Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમારી નોકરી જોખમમાં છે...!:નવું AI મોડેલ ઓફિસના કામમાં માણસોને પાછળ છોડી દેશે; આ 5 સેક્ટરો પર તેની સૌથી વધુ અસર પડી શકે

    2 days ago

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. આ સીધી રીતે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની નોકરીઓ પર અસર કરી શકે છે. વાયર્ડના એક રિપોર્ટ અનુસાર, ચેટજીપીટી બનાવતી કંપની OpenAI એક એડવાન્સ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ ઓફિસના રોજિંદા લગભગ દરેક કામને માણસો કરતાં વધુ સચોટ અને સારી રીતે કરવામાં આપમેળે સક્ષમ હશે. માણસોના વાસ્તવિક કામકાજના ડેટાથી તાલીમ અપાઈ રહી છે આ મોડેલ તૈયાર કરવા માટે OpenAI માણસોના વાસ્તવિક કામકાજના ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે. કંપનીએ આ માટે 'હેન્ડશેક એઆઈ' કંપની સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, અલગ-અલગ પ્રોફેશનના કોન્ટ્રાક્ટરો પાસેથી તેમના જૂના અને વર્તમાન ઓફિસ વર્કનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આનાથી AI શીખશે કે વાસ્તવિક દુનિયામાં કાર્યો કેવી રીતે પૂર્ણ કરવામાં આવે છે. OpenAIએ કોન્ટ્રાક્ટરો પાસેથી બે પ્રકારનો ડેટા માગ્યો છે… કંપનીએ કોન્ટ્રાક્ટર્સને કહ્યું છે કે તેઓ તે જટિલ કાર્યોનો ડેટા આપે જેને પૂરા કરવામાં કલાકો કે દિવસોનો સમય લાગે છે. OpenAI (OpenAI) એ જોવા માગે છે કે તેના તાલીમબદ્ધ નવા AI મોડલ્સ મનુષ્યોની સરખામણીમાં કેટલી સારી રીતે કામ કરી શકે છે. કંપનીએ ડેટા સિક્યોરિટીનું પણ ધ્યાન રાખ્યું છે કોન્ટ્રાક્ટર્સને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે ડેટા અપલોડ કરતા પહેલા તેઓ 'પ્રોપ્રાઇટરી' (કંપનીની ખાનગી) અને 'પર્સનલી આઇડેન્ટિફાયેબલ' (ઓળખ દર્શાવતી) માહિતીને હટાવી દે. મનુષ્યો કરતાં વધુ સારી રીતે કામ કરી શકશે AI ટેક ઇન્ડસ્ટ્રીના ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે AIના વધતા ઉપયોગથી 'વ્હાઇટ કોલર જોબ્સ' (ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ) માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. OpenAIનો અંતિમ ધ્યેય 'આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ' (AGI) હાંસલ કરવાનો છે. આ 5 સેક્ટરો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે 1. ડેટા એન્ટ્રી અને એડમિનિસ્ટ્રેટિવ રોલ્સ: AI હવે ડેટાને મનુષ્યો કરતાં વધુ ઝડપથી અને સચોટતાથી પ્રોસેસ કરી શકે છે. જે લોકો એક્સેલ શીટ મેનેજ કરવાનું, શેડ્યુલિંગ કરવાનું અથવા ડેટા ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે, તેમના કામને AI એજન્ટ્સ સંપૂર્ણપણે ટેકઓવર કરી શકે છે. 2. કન્ટેન્ટ રાઇટિંગ અને બેઝિક કોડિંગ: જુનિયર ડેવલપર્સ અને બેઝિક કન્ટેન્ટ રાઇટર્સ માટે આવનારો સમય મુશ્કેલ બની શકે છે. કંપનીઓ હાલમાં એક સિનિયર ડેવલપર/રાઇટર અને AIની મદદથી આખી ટીમનું કામ કરાવી રહી છે. આવનારા સમયમાં AI વધુ સારું થઈ જશે. 3. કસ્ટમર સપોર્ટ અને કોલ સેન્ટર્સ: ચેટબોટ્સ હવે પહેલાં કરતાં ક્યાંય વધુ 'માનવીય' બની ગયા છે. OpenAI જે રીતે 'રિયલ-વર્લ્ડ' ડેટા પર તાલીમ આપી રહ્યું છે, તેનાથી AI હવે ગ્રાહકોની ફરિયાદોને સમજવાનું અને તેનું નિરાકરણ કરવાનું સીધી રીતે શીખી જશે. 4. કાનૂની અને પેરાલીગલ કાર્ય: કાનૂની દસ્તાવેજો વાંચવા, તેમાંથી જરૂરી મુદ્દાઓ કાઢવા અને સંશોધન કરવું AI માટે સરળ બની ગયું છે. જુનિયર વકીલો કે સંશોધકો જે કેસ સ્ટડીઝ અને ડ્રાફ્ટિંગનું કામ કરે છે, AI તેમનું કલાકોનું કામ મિનિટોમાં કરી શકે છે. 5. ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ: હિસાબ-કિતાબ, ટેક્સ ગણતરી અને ઓડિટિંગ જેવા કાર્યોમાં AIની દખલ વધી રહી છે. એકાઉન્ટિંગ ફર્મ્સ હવે મોટા પાયે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. આનાથી બેઝિક એકાઉન્ટન્ટ્સની જરૂરિયાત ઓછી થઈ રહી છે. નિષ્ણાતો બોલ્યા- ટકી રહેવા માટે સ્કિલ્સ વધારો 1. AIને પાર્ટનર બનાવો: સૌથી જરૂરી છે કે તમે તમારા ક્ષેત્ર સાથે સંકળાયેલા AI ટૂલ્સ ચલાવતા શીખો. જો તમે લેખક છો તો ChatGPT, Gemini, Grok જેવા ટૂલ્સનો યોગ્ય ઉપયોગ આવડવો જોઈએ. કોડર છો તો કો-પાઇલટ અને ડિઝાઇનર છો તો મિડજર્ની જેવા ટૂલ્સ આવડવા જોઈએ. 2. 'સોફ્ટ સ્કિલ્સ' પર ફોકસ: AI ડેટા પ્રોસેસ કરી શકે છે, પરંતુ તે ભાવનાઓ સમજી શકતું નથી. ટીમ મેનેજમેન્ટ, નેગોશિયેશન અને લીડરશિપ એવા ગુણો છે જેની જરૂર દરેક કંપનીને રહેશે. ટીમને મુશ્કેલ સમયમાં સંભાળવાનું કામ હજુ પણ માણસ જ કરી શકે છે. 3. ક્રિટિકલ થિંકિંગ: AI ઘણીવાર ખોટી માહિતી આપે છે. આવી સ્થિતિમાં 'ક્રિટિકલ થિંકિંગ' જરૂરી છે. AIના આઉટપુટને તપાસવું અને તેને કંપનીની જરૂરિયાત મુજબ ઢાળવું. સમસ્યાને ઓળખવી અને તેનું અનન્ય સમાધાન વિચારવું પણ AIથી આગળ રાખશે. 4. સતત શીખવું: હવે એ સમય ગયો જ્યારે એકવાર ડિગ્રી લઈ લીધી અને આખી જિંદગી નોકરી ચાલી ગઈ. ટેકનોલોજી દર 6 મહિને બદલાઈ રહી છે. પોતાને 'અપસ્કિલ' કરતા રહો. ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલા બદલાવો પર નજર રાખો. જેટલા અપડેટેડ રહેશો, ઉપયોગિતા તેટલી જ જળવાઈ રહેશે. આ સમાચાર પણ વાંચો… ChatGPT હવે મેડિકલ રિપોર્ટ પણ સમજાવશે!:ઓપન-AI એ 'હેલ્થ' ફીચર લોન્ચ કર્યું; દર અઠવાડિયે 23 કરોડ લોકો પૂછે છે સ્વાસ્થ્ય સંબંધિત સવાલો સેમ ઓલ્ટમેનની કંપની ઓપન-AIએ હેલ્થ સંબંધિત માહિતી માટે એક નવું ફીચર 'ChatGPT હેલ્થ' લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને તેના મેડિકલ રેકોર્ડ્સ અને ફિટનેસ એપ્સ જેમ કે એપલ હેલ્થ અને માય-ફિટનેસ-પાલને ChatGPT સાથે જોડવાની સુવિધા આપે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડ યુઝર્સનો ડેટા લીક:ફોન નંબર-ઈમેલ ડાર્ક વેબ પર વેચાઈ રહ્યા છે; ભારતમાં સૌથી વધુ યુઝર્સ પ્રભાવિત, હેકર્સ આ ડેટાનું શું કરશે?
    Next Article
    ટોપ-10 કંપનીઓમાંથી 7ની વેલ્યુ ₹3.63 લાખ કરોડ ઘટી:રિલાયન્સ ટોપ લુઝર રહી, તેની વેલ્યુ ₹1.58 લાખ કરોડ ઘટી; HDFC બેંકનું માર્કેટ કેપ પણ ઘટ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment