Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NH-48 પર ધનિયાવી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત:રસ્તો ક્રોસ કરતા યુવકને ટક્કર મારી વાહન ચાલક ફરાર, 3 દિવસમાં અકસ્માતમાં 4ના મૃત્યુ

    12 hours ago

    વડોદરા શહેરના જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા નેશનલ હાઇવે-48 પર ગોકુલ કટ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં વરસાડા, ધન્યાવી અને દશરથ નજીક અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોટલ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા મૂળ ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના અને છેલ્લા એક દાયકાથી વડોદરામાં રહેતા 31 વર્ષીય પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ 28 ઓગસ્ટની રાત્રે 11:45 વાગ્યાના સુમારે હાઈવે પર મહાસાગર હોટેલ સામેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન જાંબુવા તરફથી આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરાર વાહનચાલકની શોધખોળ આ બનાવ અંગે એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ટેલિફોનિક જાણ કરાતાં માંજલપુર વિસ્તારમાં રહેતાં મૃતકના મામી હેમલતાબેન રાજકુમાર ચૌહાણ પરિવાર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખીરસરા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે રૂ.10,030નો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    થરાદ હાઇવે પર ઈકો ગાડીમાં આગ, ચાલકનો બચાવ:જાદલા નજીક ગાડી બળીને ખાખ; ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment