Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત:બનાસવાડી હોટલ નજીક અકસ્માત, કારચાલક સામે ગુનો દાખલ

    13 hours ago

    સિદ્ધપુર તાલુકાના બનાસવાડી હોટલ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી GJ 06 LS 8338 નંબરની કારે રસ્તા પર ઉભેલા એક યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ શકીલ ઐયુબભાઈ સિપાઈ (મૂળ બાવલમુડી, તા. વડગામ, જી. બનાસકાંઠા) તરીકે થઈ છે, જે સિદ્ધપુરમાં ચા બનાવવાનું કામ કરતા હતા. તેમના સાળા આમીનબેગ રસુલબેગ મોગલ (રહે. દેથળી ગામ, ઇન્દિરાનગર) ને રાત્રે આશરે 8:30 વાગ્યે ફોન દ્વારા અકસ્માતની જાણ થઈ હતી. માહિતી મળતા જ આમીનબેગ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કાર ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારી શકીલને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં શકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ બંને પગ અને જમણા હાથના કાંડાના ભાગેથી હાથ ભાંગી ગયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. આ બનાવ અંગે આમીનબેગ રસુલબેગ મોગલ દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે, સિદ્ધપુર પોલીસે કાર GJ 06 LS 8338ના ચાલક વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 106(1), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર જયપ્રકાશ રામતેજ શુકલા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચારેબાજુ વિનાશ અને વચ્ચે 'ચમત્કાર':નેપાળમાં કાદવના હિલોળા લેતા પૂર વચ્ચે અડીખમ ઊભું રહ્યું આ ઘર, બાલ્કનીમાં શાંત ઊભેલા લોકોનો VIDEO વાયરલ
    Next Article
    ખીરસરા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે રૂ.10,030નો મુદ્દામાલ કબજે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment