Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલસીબીએ કાર્યવાહી કરી:ખાંભાના ભાડ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

    20 hours ago

    ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા સામે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં બાતમીના આધારે હાથ ધરાયેલા દરોડા દરમિયાન તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. અમરેલી LCBને કેટલાક શખ્સો ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ PSI એમ.ડી. ગોહિલ, PSI જે.ડી. વાઘેલા, ASI કનાભાઈ સાંખટ, જાહીદભાઈ મકરાણી, હેડ કોન્સ્ટેબલ સલીમ ભાઈ ભટ્ટી, લીલેશ ભાઈ બાબરીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ભાઈ વાળા અને ભાવિનગીરી ગૌસ્વામી સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભીખુ અલીભાઈ ચૌહાણ, હિંમત ભીખુભાઈ વેગડ, પ્રફુલ મનજીભાઈ સોલંકી, અશ્વિન ભીખુભાઈ બોડા અને સલીમ ઉર્ફે જારૂ ઉંમરભાઈ ઝાંખરા સહિત પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 50500 રોકડા તથા જુગારના સાહિત્યને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:બગસરાના સુડાવડ ગામેથી 107 બોટલ વિદેશી દારૂ સાથે 22 વર્ષીય યુવક ઝડપાયો
    Next Article
    બિલ્ડરના આપઘાત કેસમાં નવો વળાંક:જામનગરમાં 153 કરોડની મિલ્કતો વ્યાજખોરોએ પચાવી પાડતા બિલ્ડરે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, ગાંધીનગરમાં ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment