Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલ્ડરના આપઘાત કેસમાં નવો વળાંક:જામનગરમાં 153 કરોડની મિલ્કતો વ્યાજખોરોએ પચાવી પાડતા બિલ્ડરે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, ગાંધીનગરમાં ગુનો નોંધાયો

    20 hours ago

    જામનગર અને અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા જાણીતા બિલ્ડર મેરામણ પરમારના આત્મહત્યાના કેસમાં ઘટસ્ફોટ થયો છે અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 10 જાન્યુઆરી, 2025ના રોજ તેમનું મોત થયું હતું, પરંતુ 27 ઓગસ્ટે પરિવાર દ્વારા ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં આ સમગ્ર કાળો કારનામો બહાર આવ્યો છે. ​મૃતક બિલ્ડરના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)ની ફરિયાદના આધારે પોલીસે જામનગરના વાઢેર અને દોમડીયા પરિવારના 11 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર રચવા અને આપઘાતની દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરતા ચકચાર મચી ગયો છ. ​ઘટનાની વિગત મુજબ, 10 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે મેરામણ પરમાર પોતાના ડ્રાઇવર સાથે ગાડીમાં અડાલજ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. અડાલજની સીમમાં ગાડી ઊભી રખાવી ડ્રાઇવરને પાન લેવા મોકલ્યો હતો. આ દરમિયાન તેમણે ઝેરી દવા પી લીધી હતી. તબિયત લથડતાં તેમને તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ​મોતના 10 દિવસ બાદ (21 જાન્યુઆરી 2025) મૃતકના પત્ની કીર્તીબેનને ઘરમાંથી એક બંધ કવર મળ્યું હતું. જેના પર મૃતકના હસ્તાક્ષરમાં આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો તેમ લખી 7 જાન્યુઆરી 2025ની તારીખ અને સહી હતી. કવર ખોલતાં તેમાંથી મેરામણ પરમારના સ્વ-હસ્તાક્ષરમાં લખાયેલી બે અલગ-અલગ સુસાઇડ નોટ મળી આવી હતી. પહેલી સુસાઇડ નોટ 29 ડિસેમ્બર 2024માં જામનગરના વ્યાજખોરો ભીખુભા હરીસિંહ વાઢેર અને તેના પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ તથા શૈલેન્દ્રસિંહે મુદ્દલ અને વ્યાજની તમામ રકમ 3% લેખે ચૂકવી આપી હોવા છતાં, સિક્યોરિટી માટે પોતાના નામે કરાવેલી મિલકતો પરત ન આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલી ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ હતો. ​બીજી સુસાઇડ નોટ તા.2 જાન્યુઆરી 2025માં પ્રવિણ લક્ષ્મણભાઇ દોમડીયા અને તેના પરિવારે ઢીચડાની નંદ વિદ્યા નિકેતન સ્કૂલની 50% મિલકતનો દસ્તાવેજ સિક્યોરિટી પેટે કરાવી લીધા બાદ પણ વધારાના રૂ.3.50 કરોડની માગણી કરી ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો હતો. ​અડાલજ પોલીસે સુસાઇડ નોટ અને દસ્તાવેજી પુરાવા હોવાના આધારે જામનગર અને અમદાવાદના 11 સામે રજિસ્ટર્ડ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપીઓ ​ભીખુભા હરીસિંહ વાઢેર, ​ધવલસિંહ વાઢેર, ​વિરેન્દ્રસિંહ વાઢેર, ​શૈલેન્દ્રસિંહ વાઢેર, ​ગજરાબા વાઢેર, ​અનિતાબા વાઢેર, ​કશ્મીરાબા વાઢેર, ​પ્રવિણાબા વાઢેર, ​પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ દોમડીયા, ​કાંતાબેન દોમડીયા, ​વિશાલ દોમડીયાને પોલીસે ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં રોલ્સ રોયસ ખરીદનાર પ્રથમ બિલ્ડર જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારે રુ.5 કરોડની કિંમત ધરાવતી આલીશાન રોલ્સ રોયસ કાર ખરીદીને નવો ઈતિહાસ રચ્યો હતો. તેઓ જામનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર રોલ્સ રોયસ કાર ખરીદનાર બિલ્ડર બન્યા હતા. તેમની આ ખાસ ખરીદી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એલસીબીએ કાર્યવાહી કરી:ખાંભાના ભાડ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે
    Next Article
    સુવિધા:જામનગર એસટી ડિવિઝન દ્વારા તહેવાર નિમિત્તે ખાસ એકસ્ટ્રા બસનું સંચાલન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment