Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:બગસરાના સુડાવડ ગામેથી 107 બોટલ વિદેશી દારૂ સાથે 22 વર્ષીય યુવક ઝડપાયો

    20 hours ago

    અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બગસરા તાલુકાના સુડાવડ ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. અમરેલી LCBને મળેલી બાતમી બાતમીના આધારે ટીમે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સુડાવડ ગામે રામજી મંદિરના ચોરા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કૌશલ ઉર્ફે કાનો મહેશભાઈ ધાધલ (ઉ.વ.22)ને ઝડપી લીધો હતો. આ શખ્સ મૂળ બગસરા નદીપરા વિસ્તારનો હોવાનું તેમજ હાલ સુડાવડ ગામે રહેતો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે આરોપી પાસેથી 180 એમએલની રૂપિયા 21507ની કિંમતની કુલ 107 બોટલો કબજે કરી હતી. દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બગસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દીપડાને પાંજરે પુરવા માંગ:અમરેલીના ચક્કરગઢ રોડ પર સોસાયટી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભય
    Next Article
    એલસીબીએ કાર્યવાહી કરી:ખાંભાના ભાડ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment