Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારનો ગુનો નોંધાતા જિલ્લા ભાજપે ત્વરિત કાર્યવાહી કરી:વલસાડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને પાર્ટીએ તમામ પદથી દૂર કર્યા

    18 hours ago

    વલસાડના કલવાડામાં ગેરકાયદે નવસારનો જથ્થો તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સુલેમાનના પોલ્ટ્રીફાર્મમાંથી પકડાતા પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદેથી અને પ્રમુખ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે. પક્ષની કડક કાર્યવાહીથી ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ભારે ફફડાટ પેસી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આદેશનો પત્ર સુલેમાન શેખને પહોંચાડી તેમને જવાબદારીમાંથી મુક્ત કરતો હુકમ કર્યો હતો. વલસાડ એસઓજી દ્વારા કલવાડામાં પોલ્ટ્રીફાર્મમાંથી નવસારનો ગેરકાયદે જથ્થો પકડી પાડ્યો હતો.પાસ પરમીટ વિના જ આ જથ્થો તેમના પોલ્ટ્રીફાર્મમાંથી મળી આવતાં એસઓજીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં તેની વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેના પગલે ભાજપ પ્રમુખે તેમને સભ્યપદે અને પ્રમુખપદેથી દૂર કરતો હુકમ કરી લેખિત પત્ર દ્વારા જાણ કરી છે.જેમાં એવું જણાવ્યું છે કે,તમારામાં વિશ્વાસ રાખીને ભાજપે વલસાડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેનો જવાબદાર હોદ્દો પક્ષે આપ્યો હતો. પરંતું ગેરકાયદે પ્રવૃત્તિ,ધંધામાં સંકળાયેલા હોવાથી પોલીસ ચોપડે ગુનો દાખલ થતાં પક્ષની શાખ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યુ છે,જેની ગંભીરતા જોતાં પ્રમુખપદે અને સભ્યપદે ચાલૂ રાખવુ સંગઠનના હિતમાં જણાતું ન હોય તાત્કાલિક અસરથી મોરચાના પ્રમુખપદેથી અને પ્રાથમિક સભ્યપદેથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવાની ઘટનાના પગલે કાર્યકર વર્તુળમાં ભારે ફફડાટ પેસી ગયો છે. આગળ શું કાર્યવાહી થશે તે મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી.આવા કિસ્સાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સંગઠનમાં શિસ્ત અને અનુશાસન જળવાશે તેવી દલીલો પણ ઉઠી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:કચ્છ બોર્ડરે વલસાડની આચાર્યા અને બહેનોએ ભારતીય સરહદના વીર રક્ષકોને રક્ષાસૂત્ર બાંધ્યું
    Next Article
    વડાપ્રધાનના જન્મદિને પૂર્ણ સપાટીથી ભરાય તેવી સંભાવના‎:નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 16 સેમી વધીને 134.56 મીટરે પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment