Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના જન્મદિને પૂર્ણ સપાટીથી ભરાય તેવી સંભાવના‎:નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 16 સેમી વધીને 134.56 મીટરે પહોંચી

    18 hours ago

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 16 સેમીનો વધારો થયો છે. ડેમની સપાટી 134.56 મીટર પહોંચી છે. ડેમ પૂર્ણ ભરાવાથી હવે માત્ર ચાર મીટર જેટલો બાકી રહયો છે. દર વર્ષે 12મી સપ્ટેમ્બરના રોજ ડેમને 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરીને નર્મદાના નીરના વધામણા કરવાની નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વખતે પણ સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. ઉપરવાસમાંથી સતત આવી રહેલાં પાણીથી સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ થઇ રહયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 16 સે.મી.નો વધારો નોંધાયો છે. ડેમની હાલની સપાટી 134.56 મીટરે પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 8174.60 MCM ગ્રોસ સ્ટોરેજ સાથે જળસંગ્રહ 86.41% નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 75,234 ક્યુસેક છે.ડેમમાંથી નદીમાં 614 ક્યુસેક અને કેનાલમાં 15,380 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, ડેમમાંથી કુલ 15,994 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નવસારનો ગુનો નોંધાતા જિલ્લા ભાજપે ત્વરિત કાર્યવાહી કરી:વલસાડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને પાર્ટીએ તમામ પદથી દૂર કર્યા
    Next Article
    ડુંગર પરથી ખાઇમાં રેલવે ટ્રેક પર ભેંસ ખાબકી:ક્રેઈનની મદદથી ભેંસને બચાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment