Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:કચ્છ બોર્ડરે વલસાડની આચાર્યા અને બહેનોએ ભારતીય સરહદના વીર રક્ષકોને રક્ષાસૂત્ર બાંધ્યું

    17 hours ago

    ભાઈ બહેનના પવિત્ર સ્નેહનો રક્ષા બંધનનો ખૂબ સંવેદનાસભર તહેવાર છે ત્યાર વલસાડ સુરતની બહેનોએ સરહદે કઠિન ફરજ બજાવતા જવાનોને યાદ કર્યા છે. વલસાડ સુરતની બહેનો ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી શાખા દ્વારા કચ્છ-ભૂજ બોર્ડર ખાતે દેશની રક્ષા કરનાર વીર જવાનોને રક્ષાસૂત્ર બાંધી સ્નેહ અને સન્માન અર્પણ કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના રહીશ ઊંટડી ગામની હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળાના આચાર્યા ભાવનાબેન મિસ્ત્રી જોડાયા હતાં. સૌ પ્રથમ વીરોને રાખડી બાંધીને મીઠું મોં કરાવ્યું હતું. ભાવનાબેને સ્વરચિત કવિતાઓનું ગાન કર્યું હતું. તેમની કવિતાથી હોલ ગૂંજી ઉઠ્યો હતો. બહેનોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સુરતથી પ્રમુખ રંજનબેન પટેલ, મહિલા સંયોજિકા રીટાબેન ફૂલવાલા, મહિલા સમન્વય સહસંયોજિકા સુરત મહાનગર જયનાબેન દેસાઈના સખી બહેનો આર્મીના ભાઈઓ જવાનોને રક્ષા સૂત્ર બાંધી ધન્યતા અનુભવી હતી. વલસાડ સહિત જિલ્લામાંથી અન્ય મહિલા સંસ્થાઓ દ્વારા પણ દેશના અલગ અલગ વિસ્તારોમાં સૈનિક માટે રાખડી અને મીઠાઈ સહિત અન્ય સામગ્રીઓ મોકલાવાતી હોય છે. પરિવાર દૂર સૈનિકોને બહેનો દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડી હાથમાં બાંધતા તેઓ પણ ગર્વ અને ખુશીની લાગણી અનુભવે છે. બહેનોએ રાખી બાંધતા જવાનો ગદગદ વલસાડ સુરતથી બહેનો ભારતની ભૂમિના રક્ષકોને રાખડી બાંધવાનું વિશેષ આયોજન સરહદે પહેરો ભરતા જવાન ભાઈઓ પ્રત્યેની અનહદ લાગણીનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો છે.બહેનોનું પ્રતિનિધિ મંડળ ભાવના બેન મિસ્ત્રી સથવારે જવાનોને કચ્છ ભુજની બોર્ડર સુધી મુસાફરી ખેડીને પહોંચ્યા તેનાથી જવાન ભાઈઓ ગદગદ જતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારના મોટાપાયે વેપલાની આખી સિન્ડિકેટ‎:ભાજપના તાલુકા લઘુમતી પ્રમુખના કલવાડા પોલ્ટ્રી ફાર્મમાંથી દારૂ માટેનો 1600 કિલો નવસાર ઝડપાયો
    Next Article
    નવસારનો ગુનો નોંધાતા જિલ્લા ભાજપે ત્વરિત કાર્યવાહી કરી:વલસાડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને પાર્ટીએ તમામ પદથી દૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment